13 Apr 2012

પંખી

Posted by sapana

એક પંખી મારી બારીમાં બેસી

મીઠું મીઠું  ગાય છે

અને કાનમાં મધૂર રસ ઘોળાય છે

અને હું બેઠી બેઠી વિચારું છું કે

પંખીઓ પણ વિશ્વાસઘાત કરે?

માણસોની જેમ..

પંખી પ્રાતઃકાળે ફરી આવી ગયું

મારાં માટે નવું ગીત લઈને

કદાચ પંખીને માણસની અસર નહીં લાગી હોય

હું હજું એજ પંખીને સાંભળું છું

સપના વિજાપુરા

૦૪-૧૫-૧૨

Subscribe to Comments

2 Responses to “પંખી”

  1. કદાચ પંખીને માણસની અસર નહીં લાગી હોય

    હું હજું એજ પંખીને સાંભળું છું

    સપના વિજાપુરા
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    એક પંખી !
    અને છેલ્લા શબ્દો છે ” કદાચ એ પંખીને માણસની અસર નહી લાગી હોય”.
    આટલા શબ્દો ઘણું જ કહી ગયા !..માણસ માણસ નહી રહી પશુ પણ બની જાય છે !.એ જ ખુદાએ બક્ષેલી શક્તિનો “ખોટો” ઉપયોગ ! ફક્ત માણસ જ કરી શકે !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Avjo !

     

    DR. CHANDRAVADAN MISTRY

  2. મીઠું મીઠું ગાય છે
    અને કાનમાં મધૂર રસ ઘોળાય છે
    સુંદર અછાંદસ….
    વિચારથી કદી ગીત ગવાતુ નથી….
    ગીતને ગીત તરીકે જ સાંભળવામાં પણ આનંદ હોય છે..

     

    dilip

Leave a Reply

Message: