28 Apr 2012

નાનકડો શિક્ષક

Posted by sapana

આજ હું કાંઈક શીખી છું તારી પાસે

નથી મજબુત હાથ તારી પાસે

નથી મજબુત પગ તારી પાસે

બેકાબુ શરિર છે તારી પાસે

જિંદગી હાલક ડોલક તારી પાસે

વ્હીલચેરના સહારે તારું ચાલવાનું

શબ્દો પણ ન સમજાય તેવા મુખેથી નીકળે..

પણ તું એક શિક્ષક બની શકે છે

આજ હું કાઈક શીખી છું તારી પાસે.

હું ગમે તેવાં વિપરીત સંજોગોમાં

જિંદગી કે વિટંબણા સામે ઝૂકીશ નહીં

કારણકે ગમે તેવાં કપરા સંજોગો હોય

પણ એ તારા દુખ કરતા તો મોટાં ના હોય ને

આજ એક અપંગ બાળક આ શિક્ષણ આપી ગયો..

મારો એ નાનકડો શિક્ષક..

સપના વિજાપુરા

૬-૨૨-૨૦૧૧

 

Subscribe to Comments

One Response to “નાનકડો શિક્ષક”

  1. આજ એક અપંગ બાળક આ શિક્ષણ આપી ગયો..

    મારો એ નાનકડો શિક્ષક..

    સપના વિજાપુરા
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    સપનાબેન,
    આજે આવી, એક જુની પોસ્ટ વાંચી આનંદ.
    તમે પણ આવજો મારા બ્લોગ પર !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Avjo !

     

    DR. CHANDRAVADAN MISTRY

Leave a Reply

Message: