ફૂલ


મિત્રો, 

આજ મારું ફૂલ ૨૧ વરસનું થયું…તૂમ જીઓ હઝારો સાલ..સાલકે દિન હો પચાસ હઝાર….


હું મારી પ્રસૃતિની પીડા ભૂલી ગઈ

જ્યારે મારાં ખોળામાં એક સુંદર ફૂલ

ખુદાએ મૂક્યું

 

રોજ સજદા કરી રોજ ઈબાદત કરી

ખુદાને કંઇક ને કંઇક  ભેટ ચડાવતી રહી..

આજે ખુદાએ મને ભેટ ચડાવી..

એક સુંદર ફૂલ…

એ ફૂલ મને હજારો હાથોથી

વળગી ગયું..અને મારાં જીવનને

સુગંધીદાર બનાવતું રહ્યુ..અને

આજ ફૂલ મ્હોરતું મ્હોરતું  એકવીશ વરસનું થઈ ગયું

અને મારી  આસપાસ સુગંધના દરિયા છલકાય ગયાં છે..

મારું એ ફૂલ હમેશ મ્હેંકતું રહે..

તારી આપેલી આ ભેટ હે ખુદા હું હમેશ સાચવતી રહીશ

એને સાચવવામાં હું મારાં સુખ દુખ બધાં ભૂલીશ..

તારી સોગાતનું હું જતન કરીશ..

ખુદા તારો આભાર..તે મને લાયક સમજી એ ફૂલ માટે..

સપના વિજાપુરા

૭-૩૧-૨૦૧૧

27 thoughts on “ફૂલ

 1. vishwadeep

  તારી સોગાતનું હું જતન કરીશ..

  ખુદા તારો આભાર..તે મને લાયક સમજી એ ફૂલ માટે..
  બહુત ખુબ…
  શબ્બીર અલીને જન્મ દિવસની ખુબ ખુબ વધાઈ

 2. અશોક જાની 'આનંદ '

  દિકરાને જન્મદિન મુબારક..!! એક મા જ આવા શબ્દો પ્રયોજી શકે….

 3. Narendra Jagtap

  સપનાબેન.. આપને ખુબ ખુબ અભિનંદન આ લાગણી સભર રચના માટે અને ખુદાનો ખુબ ખુબ આભાર માના દિલને શાતા આપવા માટે અને દિકરા સબ્બીરલીને મારા હ્રદયપૂર્વકના આશિષ… અને દિકરાને કહેવાનુ મન થાયછે કે આ હેતથી નિતરતા માના હ્રદયને ભાઇ ક્યારેય ઠેસ ના પહોચાડીશ અને બે થાય કે બેનો ચાર થાય પણ દરેક સમયે માને સમજતો રહેજે..

 4. Manhar Mody ('mann' palanpuri)

  તમને બંનેને અમારા લાખ લાખ અભિનદન. ભાઈ શબ્બિર ને જન્મદિનની મુબારક.

  આવે હજારો જન્મદિન આવા સનમ
  દુવા ગુજારે એટલી મારું આ ‘મન’.

 5. સુરેશ

  જ્યારે મારાં ખોળામાં એક સુંદર ફૂલ
  ખુદાએ મૂક્યું
  ——————-
  એ સુખ દુઃખ અમારે નસીબ ક્યાં?
  માથી ઊંચા શબ્બીરને વધાઈઓ .
  શબ્બીરનો અર્થ સમજાવજો.

 6. P Shah

  શબ્બીર અલીને જન્મદિનની શુભેચ્છાઓ !
  સુંદર રચના બદલ સપનાબેનને અભિનઁદન !

 7. ડૉ. મહેશ રાવલ

  માતૃત્વની ભાવનાથી ઉભરાતી અભિવ્યક્તિને સો સો સલામ સપનાબેન….
  અને શબ્બીરભાઈને જન્મદિન નિમિત્તે આખું આકાશભરીને શુભેચ્છાઓ.

 8. Valibhai Musa

  Hello Shabbir,
  The day before your Birthday, we had wished you HB in person in advance. Now, accept, officially, our message “Happy Birthday to you”. Today, we are going to leave for Allentown in the evening fight.
  Valikaka

 9. Muhammedali Wafa

  રમઝાન મુબારક ને આપના ફર્ઝંદ શાબ્બીરઅલીને જન્મદિન મુબારક.અને આપને 21 વરસનું ફૂલ મુબારક.
  ખુદા ખૂશીઓનો ખાઝાનઓ આપ સહુનાં કદમો પર ન્યોછાવર કરે.(આ.)

  શબ્બીર અલી આપની વાલિદાની દુઆ મુબારક-
  તૂમ જીઓ હઝારો સાલ..સાલકે દિન હો પચાસ હઝાર….

 10. P U Thakkar

  ખુદાએ આપેલ ફલની ફોરમથી આટલી ખુશી થાય, તો ખુદાએ ફૂલરૂપી આપણને બધાને (એના બાળકોને) આ જગત પર મોકલીને કેટલો ખુશ થતો હશે..અને જ્યારે ફૂલરૂપી બાળકો માનવજાત માટે કોઇ ઉપયોગી શોધ કરે, બીજાને માટે ઉપયોગી થાય, ઇશ્વરે આપેલી તેની પોતાની સર્જન શક્તિનો રચનાત્મક, સર્જનાત્મક, સુહ્યદ ઉપયોગ જોઇને ઇશ્વર કેટલો રાજી થતો હશે..

  સપનાબેન, લાગણસભર આપની સુંદર રચના..આપની અભિવ્યક્તિ આ કડીઓ તો ખૂબ ગમી…. તારી સોગાતનું હું જતન કરીશ..
  ખુદા તારો આભાર..તે મને લાયક સમજી એ ફૂલ માટે..આપના એ ફૂલને જન્મદિવસની શુભેચ્છાઓ..દિલ ખોલીને મ્હોરવા માટે..અમ્મીના પ્યારથી સિંચાઇને..ખીલી ઉઠવા માટે…

 11. નટવર મહેતા

  જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.દરેક દિશાઓમાંથી એને સુખ સફળતા, સંતોષ, તંદુરસ્તી પ્રાપ્ત થાઓ એવી પયંગબરને નમ્ર પ્રાર્થના..

 12. Dhruti--- kishore Modi

  દીકરાને ૨૧મું મુબારક હો! માંને પણ ખૂબ ખૂબ અભિનંદન.

 13. alpesh dave

  આપના ફૂલ ને ખુદા પણ દુઆ આપે છે એક તરફ રમઝાન ની ખુશી અને બીજી તરફ ફૂલ ના જન્મ દિવસ ની બમણી ખુશી,ખૂબ ખૂબ શુભેચ્છા આપના એ ફૂલ ને એ સદાય ના માટે ખીલેલું રહે અને એની મહેક થી તમારા પરિવાર નું નામ રોશન થતું રહે તેવી શુભેચ્છાઓ

 14. sapana Post author

  Siraj Patel Paguthanvi I believe you are the first woman I have come across to express her gratitude to the Almighty through such wonderful Gujarati couplets. Many happy returns of the day to your son. With Duaas for his bright yearand life . Ramadan Mubarak to all the members of your family.

  Thais messege is from My Dear friend Siraj Patel

  Sapana

 15. sapana Post author

  Roshan Hasan aap nu ful hazaro varsho shudhi javnt raheshe.. kem k ena mummy e gujrat na sahitya ni khant thi seva kari 6.i am proud of u..garv samu gujrat nu a ful 6, ne amara garv samu anu ful 6. realy….sapna ji….aaje anero harakh.. mara ure 6alkay 6..

  This messege is from my dear friend Roshan..We just met but feels like we know each other for long time ..Allah has blessed me with good friends …I want to thank u all for your Duas for My flower..Shabbir Ali..

 16. Ramesh Patel

  એક એક શબ્દ હૃદયમાં ઊર્મિ જગાવે છે.માનું એક પાવન હૈયું આનંદ
  વ્યક્ત કરેછે અને ઝીલાય છે. જન્મ દિનની શુભેચ્છા સાથે આપના જીવનમાં સદા
  વસંત ઝૂમતી રહે એવી અભિલાષા.

  રમેશપટેલ(આકાશદીપ)

 17. Yusuf Vahora

  Happy Belated Birthday to Shabbir!

  Greetings to Sapanaben & Sharifbhai! I really enjoyed your poetry, your description of a gift & your gratitude to Almighty!

  God bless!

  yusuf vahora

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.