જિંદડી નીકળી ગઈ

બહુ  કીમતી  એ ઘડી નીકળી ગઈ
હતી પળ બે પળ જિંદડી નીકળી ગઈ

દિવસ થાય ને રાત આવે અહીં તો
કે મહિના વરસની લડી નીકળી ગઈ 


ગયો ગર્વ ફૂલોનો પણ આજ જ્યારે
ખરી ને બધી પાંદડી નીકળી ગઈ

હતી ગોદ પર્વત તણી પળ બે પળની
વિવશ થૈ નદી બાપડી નીકળી ગઈ

કરી મેં સિતારાને તારી ઘણી વાત
નયન આંસું લૈ રાતડી નીકળી ગઈ

ન મળ્યો મને એક આ શબ્દ ‘પ્રેમ’
મગજથી લો બારાખડી નીકળી ગઈ

મહેંકી ગયાં શ્વાસ મારાં ગુલાબી
હવા એમને બસ અડી નીકળી ગઈ

નહીં આજ ‘સપનાં’ નહીં જોઉં તારા
કરી જીદ બસ આંખડી નીકળી ગઈ

સપના વિજાપુરા

૭-૨૭-૧૧

15 thoughts on “જિંદડી નીકળી ગઈ

 1. Ramesh Patel

  કરી મેં સિતારાને તારી ઘણી વાત
  નયન આંસું લૈ રાતડી નીકળી ગઈ

  ન મળ્યો મને એક આ શબ્દ ‘પ્રેમ’
  મગજથી લો બારાખડી નીકળી ગઈ
  સુશ્રી સપનાબેન
  એકએક શેર વાંચતાં જ દાદ નીકળી જાય છે. હૃદયની ઊર્મિઓને
  લાજવાબ રીતે ગઝલમાં મઢી છે. સુંદર ગઝલ.

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. devika dhruva

  સપના, સરસ છંદોબધ્ધ ગઝલ લઇ આવી.

  ગયો ગર્વ ફૂલોનો પણ આજ જ્યારે
  ખરી ને બધી પાંદડી નીકળી ગઈ…આ શેર ખુબ મઝાનો થયો.

 3. વિવેક ટેલર

  સરસ ગઝલ…
  આખી ગઝલમાં પડી, ઘડી, આંખડી જેવા કાફિયા વાપર્યા છે તો પછી મત્લાના શેરમાં જિંદગી શા માટે?

  વચ્ચેના શેરોમાં બે-ચાર જગ્યાએ ‘ઈ’કારાન્ત કાફિયા વાપરવા જોઈએ નહિંતર એવું પ્રતીત થાય કે કવિને મત્લાના શેર માટે “ડી’ આધારવાળો કાફિયો મળ્યો નથી…

 4. urvashi parekh

  સરસ રચના,
  ગયો ગર્વ ફુલોનો જ્યારે,
  ખરીને બઘી પાંદડી નીકળી ગઈ.
  સરસ.

 5. Lata Hirani

  હતી ગોદ પર્વત તણી પળ બે પળની
  વિવશ થૈ નદી બાપડી નીકળી ગઈ

  આ વધુ ગમી

 6. vishwadeep

  મહેંકી ગયાં શ્વાસ મારાં ગુલાબી
  હવા એમને બસ અડી નીકળી ગઈ. સુંદર ગઝલ …બસ આવી સુંદર ગઝલ પિરસતા રહો..

 7. Narendra Jagtap

  હતી ગોદ પર્વત તણી પળ બે પળની
  વિવશ થૈ નદી બાપડી નીકળી ગઈ

  ન મળ્યો મને એક આ શબ્દ ‘પ્રેમ’
  મગજથી લો બારાખડી નીકળી ગઈ

  આ બે શેર ખુબ જ સરસ … ફાઇન ગઝલ….

 8. Preeti

  મહેંકી ગયાં શ્વાસ મારાં ગુલાબી
  હવા એમને બસ અડી નીકળી ગઈ

  — Nice one.

 9. Mayurkumar

  મહેંકી ગયાં શ્વાસ મારાં ગુલાબી
  હવા એમને બસ અડી નીકળી ગઈ

  Nice one
  ઘણા લાંબા સમય પછી થોડો અવકાશ મળ્યો
  ખુબ જ સરસ રચના

  મેં પણ થોડુ લખ્યુ છે અવશ્ય મુલાકત લેજો

 10. chandralekha rao

  હતી ગોદ પર્વત તણી પળ બે પળની
  વિવશ થૈ નદી બાપડી નીકળી ગઈ..સુન્દર અભિવ્યક્તિ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.