21 Jul 2011

નરક છે

Posted by sapana

હું જીવું કે મરું કોને ફરક છે?
આ જીવન એક કાંટાળી સડક છે

હશે  જન્નત આ જીવન કોઈક માટે
અહીં તો જીવતા દુનિયા નરક છે

છો નભમાં ચાંદ ખોવાયો છે મારો
સિતારાથી ચમકતું તો  ફલક છે

આ ધરતીકંપ ગુસ્સો છે ખુદાનો
પ્રકૃતિ બદલાવમાં એની ઝલક છે

 

ગજબ દેશાભિમાન હતું ઓ બાપુ!!
કે ધોતી તન ને મૂઠ્ઠીભર નમક છે

ઝરણ ફૂટે નહીં એમાં કદી પણ
એ દિલ પથ્થર સમા કાઠા કડક છે

છડી છે જાદુની એની ય પાસે
નિકટ આવી ચડે તો દિલ ધડક છે

નદી તારે જવાનું સાત સાગર
ભલે જંગલ ને રસ્તામાં ખડક છે

અઢી અક્ષર ભણી લો પ્રેમનો પણ
પછી ભૂલી શકે ના એ સબક છે

લો ‘સપના’ની જગાં આંસું  એ લીધી
કે આંસું બોજથી નીચી પલક છે

સપના વિજાપુરા

૭-૨૦-૨૦૧૧

Subscribe to Comments

14 Responses to “નરક છે”

 1. આ બધું મનોજગત છે.

  મનોમાત્રં ઈદં સર્વં – તન્મનો અજ્ઞાન માત્રકમ |
  અજ્ઞાનં ભ્રમ ઈતિ આહુર – વિજ્ઞાનં પરમં પદં ||

  જે જે કાઈ સ્વરૂપથી ઈત્તર છે તે બધું મનનો વિસ્તાર માત્ર છે અને તે મન અજ્ઞાન માત્ર છે. અજ્ઞાનથી જ સુખ અને દુઃખનો ભ્રમ થાય છે જ્યારે વિજ્ઞાન એટલે કે સ્વરુપનુ જ્ઞાન જ પરમ પદની પ્રાપ્તિ કરાવે છે.

  કોઈ હોય તો આનંદ અને ન હોય તો શાંતિ – બસ આટલું સમજાય જાય તો કશોયે વલોપાત કે નિઃશ્વાસ ન રહે.

   

  Atul Jani (Agantuk)

 2. Nice one. 🙂

   

  Preeti

 3. સપનાબેન કાફિયાનુ ગણિત ભૂલી ગયા કે શું … ? મત્લામા ગઝલનુ Structure બંધાઇ જાય છે .. ધ્યાન થી જોશો તો ખબર પડી જશે .. બાકીની વાતો રુબરુમા… ધરતીકંપ એકજ શબ્દ છે..

   
 4. નદી તારે જવાનું સાત સાગર
  ભલે જંગલ ને રસ્તામાં ખડક છે

  સરસ રચના !

  ભરતભાઈ aasvad પર કેમ દેખાતા નથી ?
  બુધસભામાં તમને બધા યાદ કરે છે.

   

  P Shah

 5. સરળ લોકભોગ્ય બાનીમા અભિવ્યક્તિ ગઝલને રસમય બનાવે છે .
  અઢી અક્ષર ભણી લો પ્રેમનો પણ
  પછી ભૂલી શકે ના એ સબક છે….

   

  himanshu patel

 6. ફાઇન સરસ રચના

   

  Narendra Jagtap

 7. ખુબ સુંદર રચના
  ખુબ મજા આવી દીદી……..

   

  prashant

 8. ભવાભિવ્યક્તિ સુન્દર છે, છતાં હું પણ ભાઇ ભરત દેસાઇની વાતમાં
  સંમતિ પુરાવું છું, ક્યાંક છંદ પણ ખોડંગાય છે. સપનાબહેન એક્વાર ફરી જોઇ જશો..!!?

   

  અશોક જાની 'આનંદ '

 9. નદીતારે જાવાનુઁ સાત સાગરભલે જંગલ ને રસ્તામાં ખડક છે.. સુંદર રચના…… અને એથી એ વધુ આનન્દ એ થાય છેકે કેટલા ગુણીજનો ની મદદ મળે છે આપને રચના મઠારવામાઁ………

   

  chandralekha rao

 10. સપનાબેન, આફ્રીન..શું આ ભારતના ભ્રષ્ટ્રાચારોના સંદર્ભમાં છે કે કેમ?

   

  P U Thakkar

 11. છો નભમાં ચાંદ ખોવાયો છે મારો
  સિતારાથી ચમકતું તો ફલક છે
  આ ધરતીકંપ ગુસ્સો છે ખુદાનો
  પ્રકૃતિ બદલાવમાં એની ઝલક છે
  ………………………..
  એક ચીંતન મઢી ગઝલ…ખૂબ જ ગમી.

  રમેશ પટેલ(આકાશદીપ)

   

  Ramesh Patel

 12. વોવ નેસ

   

  dave

 13. સરસ પણ અહીઁ ભાવ જુદો પડે છે કે શુઁ ?

  છો નભમાં ચાંદ ખોવાયો છે મારો
  સિતારાથી ચમકતું તો ફલક છે

   

  Lata Hirani

 14. nicely written, maam
  i m just fan of you..
  best wishes to you……..

   

  bhumi rajyaguru

Leave a Reply

Message: