16 Jul 2011

સ્ત્રી

Posted by sapana

ભીતર દબાવેલા જ્વાળામુખી
ક્યારેક તો  બહાર આવશે.
છાતીમાં સંતાડેલા અંગારા
ક્યારેક તો બહાર આવશે
ઓ ધરા જેવી સ્ત્રી!
સખત દેખાતી બહારથી
અને  ભીતર નરમ લાવા જેવી
તું ભલે હસે વાત વાતમાં
આંસુંનાં દરિયા
ક્યારેક તો બહાર આવશે
સીવેલા હોઠોને કચડતી
અને હર સત્યથી આંખો ફેરવતી
તારાં રહસ્યો
ક્યારેક તો બહાર આવશે
આંખો નમાવી હા માં હા મેળવતી
ક્યારેક તો તારા ગુંગળાયેલા અવાજમાં
પડકાર આવશે..
ઓ ધરા જેવી સ્ત્રી!!!
ભીતર ઘણું તૂટી ગયું છે અને ફૂટી ગયું છે
તારામાં ક્યારેક ધરતીકંપ આવશે..
ઓ ધરા જેવી સ્ત્રી!!!
સપના વિજાપુરા
૭-૧૫-૧૧

Subscribe to Comments

13 Responses to “સ્ત્રી”

  1. એક સરસ રચના, સપનાબેન.
    આનંદ !
    ચંદ્રવદન.
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Aavajo Chadrapuara Par !

     

    DR. CHANDRAVADAN MISTRY

  2. ભીતર ઘણું તૂટી ગયું છે અને ફૂટી ગયું છે
    તારામાં ક્યારેક ધરતીકંપ આવશે..
    ઓ ધરા જેવી સ્ત્રી!!!

    — ખુબ જ સરસ

     

    Preeti

  3. ખુબ જ સરસ,
    સપનાબેન,ઘણી વાસ્તવીક વાત છે.
    ભીતર ઘણુ તુટી ગયુ છે અને ફુટી ગયુ છે.
    તારામાં ક્યારેક ધરતીકંપ આવશે.
    ઓ ધરા જેવી સ્ત્રી,
    અભીનન્દન.

     

    urvashi parekh

  4. આંખો નમાવી હા માં હા મેળવતી
    ક્યારેક તો તારા ગુંગળાયેલા અવાજમાં
    પડકાર આવશે……. સાચુ છે અને એક સ્ત્રીની વેદના સ્ત્રી જ ધારદાર રીતે રજુ કરી શકે….

     

    Narendra Jagtap

  5. સરસ અછાંદસ રચના. સ્ત્રીની અંતર વેદનાને ખુબ સુપેરે વ્યક્ત કરી છે.

     

    Manhar Mody ('mann' palanpuri)

  6. સ્ત્રીની મનોવેદના નો સુંદર ચિતાર, જો કે હવે સ્ત્રીની હાલત ઠેર ઠેર સુધરતી જઈ રહી છે, ઘણી જગ્યાએ ધરતીકંપ આવી ચુક્યા છે, કેટલીક જ્વાળામુખીની એ લાવા ઓકી નાખ્યો છે.

     

    Ashok Jani 'Anand'

  7. સ્રી અબળા ના રહે અને ક્યારેક તો…

    ભીતર ઘણું તૂટી ગયું છે અને ફૂટી ગયું છે
    તારામાં ક્યારેક ધરતીકંપ આવશે..
    ઓ ધરા જેવી સ્ત્રી!!!

    સરસ રચના..સપનાબેન તમારી સંવેદના જે મંથન અનુભવે છે તે ઉજાગર થાય છે.. ઘટના ગમે તે હોય.. નામ ગુમ જાયેગા, ચહેરા યે બદલ જાયેગા, લેકિન શબ્દ વહી ગુજેંગે…

     

    P U Thakkar

  8. મનો વેદના એક એક શબ્દથી રંગાઈ છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  9. મનોવેદના ને એક એક શબ્દથી ઉભારી છે. સુંદર ગઝલ.

    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  10. સરસ રચના!

     

    Sangita

  11. આંખો નમાવી હા માં હા મેળવતી
    ક્યારેક તો તારા ગુંગળાયેલા અવાજમાં
    પડકાર આવશે..
    ઓ ધરા જેવી સ્ત્રી!!!
    ભીતર ઘણું તૂટી ગયું છે અને ફૂટી ગયું છે
    તારામાં ક્યારેક ધરતીકંપ આવશે……………..
    ……………………………………….
    સ્ત્રીને ધરતીનું સ્વરૂપ ગણાવાયુ છે.. અને અનેક ધર્મના શાસ્ત્રો સ્ત્રીને ભોગ્યા પણ ગણાવી છે આમ સ્ત્રી માટે પુરૂષને વધુ સક્રામકતા આપીને સ્ત્રીને અન્યાય કરાયાનું પ્રથમ દ્દષ્ટીએ લાગે છે ..સમાજ વ્યવસ્થાઓ અને સંસારની મહત્વની પરંપરાઓમાં સ્ત્રી મહત્વની ભુમીકામાં રહેલી છે. આજે સંસારમાં જે પુરૂષો છે તે પુરૂષ થકી સ્ત્રીએ પેદા કર્યા છે તેમ સ્ત્રીએ એના જેવી બીજી સ્ત્રીને પણ પેદા કરી છે ધરતીમાં ધરતીકંપ આવે છે કારણ કે તેની પાસે આંસુ નથી કે આંખ નથી ધરતીકંપ ધરતીની સંવેદનાઓ પ્રગટ કરે છે જ્યારે સ્ત્રી આંસુથી સંવેદનાને વહાવીને ધોઇ નાખે છે… સ્ત્રીનું શોષણ કયારેય થઇ શકતુ નથી કે જયા સુધી સ્ત્રી મને કમને તૈયાર ના થાય … સ્ત્રીમાં જેટલી સહનશક્તિ હોય છે તેટલી સંકલ્પ શક્તિ પણ હોય છે અને કોઇ પુરૂષ દ્વારા સ્ત્રીને સહન કરવું પડતુ હોય તો તેમાં અન્ય સ્ત્રીને મહત્વની ભુમીકા હોય છે.. સાસુ અને નંણદ પણ સ્ત્રી હોય છે અને ભાભીઓ પણ સ્ત્રી હોય છે.. એક બુંદમાંથી સ્ત્રીત્વ (માદા શક્તિ) તેના ઉદરમાં એક નવા જીવાત્માને શરીર આપીને જન્મ આપે છે તેનાથી વિશેષ બીજી કોઇ શક્તિ સંસારના બીજા પરીબળો કે પુરૂષમાં પણ હોતી નથી. ……

    આપની રચના… સપનાજી આપણા સમાજ અને સંસારની સ્ત્રીઓની મનોદશાને અને તેની સામાજીક પરીસ્થિતીને તાદ્દશ્ય રજુ કરે છે ..એક સ્ત્રી તરીકે આપે આપના વર્ગને પુરતો ન્યાય આપ્યો છે અને જો સ્ત્રી જ્યાં સુધી અબળા હોવાની માનસીકતામાંથી બહાર નહીં આવે ત્યાં સુધી ગમે તેવી અનુકુળ સમાજ વ્યવસ્થામાં પણ સબળા ના બની શકે ..
    આજના વૈજ્ઞાનિક યુગમાં સ્ત્રીઓ પુરૂષોના સમોવડી બની છે પણ તેનું પ્રમાણ નહિવત ગણાવી શકાય તેટલુ છે.. સ્ત્રી શક્તિમાં સૌથી મોટી તાકાત તેના અંખડ ચરિત્રની હોય છે જ્યાં સુધી સ્ત્રી દરેક સંજોગોમાં ચરિત્રવાન રહી શકે ત્યાં સુધી તે સબળા અને એક શક્તિ બની રહે છે….

    સ્ત્રીની શરીર રચના અને સંવેદનાને જોઇએ તો ..સ્ત્રી હંમેશા પ્રેમની ભુખી છે સ્ત્રીમાં વાસનાના પ્રમાણમાં તેની પ્રેમ અને હુંફની ભુખ બહુ મોટી હોય છે.. મેં જાતે અનુભવી જોયુ છે કે સ્ત્રી ગમે તેટલી થાકેલી કે દરીદ્ર હોય.. ખુબ કંટાળેલી અને નીરાશ હોય ..પણ તેને કોઇ ભેંટીને પોતાની વ્હાલપમાં ભીંજવી દે તો તે સ્ત્રીના બધા દુઃખ તરત દુર થાય છે અને તે એકદમ ન્યૌછાવર થઇ જાય છે થોડા પ્રેમના બદલામાં સ્ત્રી પોતાની બધી લાગણીઓ વરસાવી દે છે તે જ કદાચ તેની સૌથી મોતી નબળાઇ પણ ગણી શકાય છે ….
    સપનાબેન હું આ રચના બદલ આપનો આભારી છુ કે મને પણ આપના માધ્યમથી અંહી સ્ત્રી વીશેના મારા અલ્પ જ્ઞાનને રજુ કરવાની તક મળી છે..
    આભાર અને સ્ત્રીની આંતરીક સમાજ વ્યવસ્થાને પડાકરતી આપની રચના માટે અભીનંદન…

     

    રાજ પ્રજાપતિ

  12. “સ્ત્રિ વગર નો પુરુસ ”
    આ વિસ્ય પર તુરન્ત કૈ લખિ ને આ મૈલ ઇદ પર મૈલ કરિ સકો ?
    આભર્
    મુસફિર્…

     

    Musafir

  13. sapnaben apka kavya ne mane dil ne spsi gayu 6

     

    dharmendra sing zala

Leave a Reply

Message: