હ્રદયથી દુઆ નથી નીકળતી
છે ડૂમા સદા નથી નીકળતી
છે આ રોગ પ્રેમનો વરસોથી
હા એની દવા નથી નીકળતી
જઈ પ્રેમ હું કરુ એને પણ
નજરથી હયા નથી નીકળતી
કરે બેવફાઈ લોકો હર પળ
અહીં તો વફા નથી નીકળતી
ચમન જ્યારથી ગયાં છે છોડી
હવે બાદે સબા નથી નીકળતી
રમતમાં તો કેટલાં દિલ તૂટ્યાં
હા એની અદા નથી નીકળતી
ભલે બસ મરી મરી જીવીશુ
ખુશીથી કઝા નથી નીકળતી
કરે છે ગુનાહ ‘સપનાં તોડી
એ નામે સજા નથી નીકળતી
સપના વિજાપુરા
૭-૧૯-૨૦૧૧
છે આ રોગ પ્રેમનો વરસોથી
હા એની દવા નથી નીકળતી
પ્રેમ અને તેમાંથી ઉપજતી અનેક સ્વરુપ વેદનાની તરબતર અભિવ્યક્તિ…
ભલે બસ મરી મરી જીવીશુ
ખુશીથી કઝા નથી નીકળતી
ક્યા બાત હૈ! બહુત ખુબ…સુંદર શે’ર..
છે આ રોગ પ્રેમનો વરસોથી
હા એની દવા નથી નીકળતી
બહુ અર્થસભર છે કેટલીક પંક્તિઓ…. શુભેચ્છા
ખુબ સરસ ગઝલ્…
ખુબ ગમી ગઝલ, ઉર્દૂ કાફિયા સાથે ઓર જામે છે
સંવેદનાને શબ્દો કે ગઝલમાં વહેડાવી માનવીય હૃદયની
ચેતનાને આપ થડકાવી જાઓ છો. સુંદર ગઝલ.
રમેશ પટેલ(આકાશદીપ)
ખુબ સરસ ગઝલ્…બહુ અર્થસભર છે કેટલીક પંક્તિઓ…. શુભેચ્છા..સપનાબેન લખતા રહે ને અમને લ્હાવો મળતો રહે..!!!
ગઝલ અને ચિત્ર બંને ખુબ જ સુંદર્..
આખી ગઝલમાં ઉર્દુ કાફિયાની કરામાત ગમી. સુંદર ગઝલ માટે અભિનંદન.
સુંદર વિભાવનાથી ભરેલી ગઝલ.
જો કે તમારી જગ્યાએ હુ હોઉ તો રદીફ ‘નથી નીકળતી ‘ને બદલે ‘નીકળતી નથી’ વાપરત જેથી છંદની પ્રવાહિતા વધી જાત…. ‘લગાગા લગા’ના બે આવર્તન.. !!
જઈ પ્રેમ હું કરુ એને પણ
નજરથી હયા નથી નીકળતી
ખુબ સરસ્!