ડરતો નથી

કોઈનો વિશ્વાસ પણ પડતો  નથી
છે જખમ એવો કે એ ભરતો નથી

કોણ લે મનની વ્યથા? કોને પડી?
ખોટનો ધંધો કદી કરતો નથી

જે પહોંચી જાય ઉંચે ટોચ પર
એ જમીં ઊપર  નજર કરતો નથી

લઈ  જજો  મારો જનાજો મસ્જિદ 
એ ચહેરો જો રડે ગમતો નથી

પાપથી એનું હ્રદય કાળું થયું
એ ખુદાથી પણ હવે ડરતો નથી

સાંભળું છું છે હિસાબ મર્યા પછી
અર્થ એ માણસ કદી મરતો નથી!!!

યાદનો કાંટો ફસાયો છે હ્રદય
એકલો દિલ વિણ એ નીકળતો નથી

સાત સપના હું સજું  સંગીતમય
તાર એ દિલનો તો ઝણઝણતો નથી

સપના વિજાપુરા

૮-૮-૨૦૧૧

15 thoughts on “ડરતો નથી

 1. ભરત ત્રિવેદી

  કોણ લે મનની વ્યથા? કોને પડી?
  ખોટનો ધંધો કદી એ કરતો નથી

  ‘એ’ એટલે કોણ ? એ પ્રશ્ન થાય ને જવાબ માટે થોભી જવું પડે એટલું થાય એટલે ગઝલ સાર્થક ! સાચું ને? ગઝલ સરસ બની છે, સપનાબેન.

 2. Narendra Jagtap

  સાંભળું છું છે હિસાબ મર્યા પછી
  અર્થ એ માણસ કદી મરતો નથી!!!

  યાદનો કાંટો ફસાયો છે હ્રદય
  એકલો દિલ વિણ એ નીકળતો નથી……..

  સરસ માર્મિક ગઝલ

 3. dilip

  સાંભળું છું છે હિસાબ મર્યા પછી
  અર્થ એ માણસ કદી મરતો નથી!!! જીવનનું સાતત્ય કહ્યુ આ શેરમાં, તત્વ ગ્યાન ય્ક્ત (ગઝલ ગમી.. ધંધો કદી એ.., એ- ગુરુ -અહી વધારે છે..
  તાર એ દિલનો તો ઝણઝણતો નથી..અહી એક લઘુ -તો- પછી.. ખૂટે છે..વ્યથા-લગા નહી થાય !!)

 4. DR. CHANDRAVADAN MISTRY

  સાત સપના હું સજું સંગીતમય
  તાર એ દિલનો તો ઝણઝણતો નથી

  સપના વિજાપુરા
  સપનાબેન,
  પોસ્ટ ગમી.
  ગઝલો બનતી રહે…ચંદ્ર એવું કહે !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting all to my Blog !

 5. Jagadish Christian

  સર્વાંગ સુંદર ગઝલ થઈ છે. ગઝલનો મિજાજ કાયમ રહ્યો છે આખી ગઝલ દરમ્યાન.

 6. urvashi parekh

  સરસ રચના,
  સપનાબેન્,સરસ લખો ચ્હો.ગમે છે.
  કોણ લે મનની વ્યથા,આને સામ્ભળુ છુ હીસાબ વાળી વાત સરસ.

 7. Ramesh Patel

  પાપથી એનું હ્રદય કાળું થયું
  એ ખુદાથી પણ હવે ડરતો નથી

  સાંભળું છું છે હિસાબ મર્યા પછી
  અર્થ એ માણસ કદી મરતો નથી!!!
  એક મનનીય ગઝલ હૃદયને સ્પર્શી જતી. સપનાબેન..સાચે જ
  માનવીય સંવેદનાને આપે કળામય વાચા આપી દીધી.
  રમેશ પટેલ(આકાશદીપ)

 8. Devika Dhruva

  યાદનો કાંટો ફસાયો છે હ્રદય
  એકલો દિલ વિણ એ નીકળતો નથી

  વાહ્..ક્યા બાત હૈ !! સરસ..સરસ્.

 9. અશોક જાની 'આનંદ'

  સરસ ગઝાલ બની છે, વજન બરબર સચવાયું છે…જો કે કોઇક શે’રમાં અર્થ ઉઘાડ ઓછો થાય છે.

 10. munira

  લૈ જજો મારો જનાજો બસ મસીદ
  એ ચહેરો જો રડે ગમતો નથી

  પાપથી એનું હ્રદય કાળું થયું
  એ ખુદાથી પણ હવે ડરતો નથી

  ગમેી ગયુ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.