6 Jul 2011

રડવાનું

Posted by sapana

ભીનું કવર
પારસલ આવ્યું છે
આંસુંનું ફરી

કોઈની કિસ્મતમાં ફરવાનું
કોઇની કિસ્મતમાં રડવાનું

લેણાદેવી એવી જીવનથી
કોઈને હરપળ બસ મરવાનું

બાવળ વાવ્યા તો કંટક મળ્યાં
જેવું વાવ્યું  એવું  લણવાનું

આંસું  તગતગતું પારા જેવું
આંખોમાં રહીને એ તરવાનું

 

કોઈ કારણ હો કે ના તો પણ
તારે ને મારે બસ લડવાનું

મ્હોબત ને ભય મિત્રો પુરાના
કોઈ રીસે ના કાયમ  ડરવાનું

દુનિયા માંગી લો ઈશ્વર પાસે
બદલામાં બસ શ્રીફળ ધરવાનું

ચાહતમા એવું શું મીઠું છે?
પ્રેમીને  જ્વાળામાં બળવાનું.

માણસનાં તળમાં ડોકાય જુઓ
નિર્દય કોઈ પ્રાણી મળવાનું

દિવસો ઓછાં બાકી જીવનનાં
મારે ખૂબ બાકી છે લખવાનું

ફૂલો વ્હાલા માળીને  ખૂબ
એના ભાગે તો બસ ખરવાનું

તારું મળવું ક્યાં છે દુશવાર
ખૂલી આંખે સપને સરવાનું

સપના વિજાપુરા
૭-૪-૨૦૧૧

Subscribe to Comments

19 Responses to “રડવાનું”

  1. માંગી લો દુનિયા ઈશ્વર પાસે
    બદલામાં બસ શ્રીફળ ધરવાનું
    …………….
    દિવસો ઓછાં બાકી જીવનનાં
    મારે ખૂબ બાકી છે લખવાનું

    માળીને વ્હાલા ફૂલો જીવથી
    એના ભાગે તો બસ ખરવાનું

    તારું મળવું ક્યાં છે દુશવાર
    ખૂલી આંખે સપને સરવાનું

    સપના વિજાપુરા

    આ ગઝલમાં માનવીય લાગણીઓનો વરસાદ આપે ઝીલી લીધો છે.
    સુંદર ગમી જાય તેવી ગઝલ.

    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  2. ભીનું કવર
    પારસલ આવ્યું છે
    આંસુંનું ફરી

    સુન્દર

     

    Daxesh Contractor

  3. શ્રીફળ ધરવાનું
    બાકી છે લખવાનું
    બસ ખરવાનું
    સપને સરવાનું
    >>>>>>>>>>>>>>>>>>>………….>>>>>>>>>>>>>>
    સપનાબેન…આ છે એક સરળ અને સુંદર ગઝલ !
    થોડા શબ્દોમાં ઘણા જ ઉંડાણનું કહ્યું !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Avjo Chandrapukar Par..navI ane Juni Posto maate !

     

    DR. CHANDRAVADAN MISTRY

  4. લાગણીથી તર-બતર ગઝલ, સપનાબહેન અભિનન્દન..!!
    ક્યાંક છંદ થોડો કથળતો લાગ્યો..વળી બીજા કફિયા સાથે
    ‘કહેવાનું ‘ એક દોષ સર્જે છે એમ મારુ માનવુ છે.

     

    ashok jani 'anand'

  5. અશોકભાઈ મને પણ એ લાઇન કઠતી હતી પણ મને એમકે બોલચાલ ની ભાષા તરીકે ચાલી જાય કેવાનું એમ ઉચ્ચાર સાથે પણ મે લાઇન કાઢી નાંખી આભાર આપનો પધારવા માટે અને સૂચન માટે

     

    sapana

  6. તમારો તુરન્ત પ્રત્યુત્તર મળ્યો, એક નમ્ર સુચન…
    તમે ગઝલની ખુબ નજીક છો જરાક મહેનત કરી મઠાર્યા પછી
    રચના પોસ્ટ કરો તો એ રચનાનો આનંદ તમને પણ વધારે મળશે..

     

    ashok jani 'anand'

  7. હશે

     

    સુરેશ

  8. બદલામાં બસ શ્રીફળ ધરવાનું…
    આ વાત વધુ ગમી.
    એક સુંદર ભાવવાહી રચના !
    અભિનંદન !

     

    P Shah

  9. બોલચાલની ખૂબ નજીક રહી આ ગઝલની ભાષા.
    આંસું પણ છે પારાની જેવું
    આંખોમાં રહીને એ તરવાનું
    પારા પછીનો ‘ની’ લય તોડે છે, પણ આંસુનું સામિપ્ય પારા સાથે ગમ્યું..

     

    himanshu patel

  10. સરસ રચના અભિનંદન

     

    Bharat Chauhan

  11. ભીનું કવર
    પારસલ આવ્યું છે
    આંસુંનું ફરી

    — ખુબ જ સુંદર છે.

     

    Preeti

  12. દુનિયા માંગી લો ઈશ્વર પાસે
    બદલામાં બસ શ્રીફળ ધરવાનું..

    બહોત અચ્છે… ક્યા બાત હૈ…

     
  13. સરસ રચના છે…છેલ્લે ખુલી આંખના સપના આવી ગયા…. બહુ સરસ …અને હા હાઇકુ ઘણુ ગમ્યુ…

     

    Narendra Jagtap

  14. માળીને વહાલાઁ ફુલો જીવથી,
    બસ એના ભાગે તો બસ ખરવાનું…..સુઁદર રચના…..

     

    chandralekha rao

  15. ભીનુંકવર
    પારસલ આવ્યુ છે,
    આંસુનું ફરી…. સુંદર હાયકુ….

     

    chandralekha rao

  16. હૃદયસ્પર્શી ગઝલ…………
    માળીને વ્હાલા ફૂલો જીવથી
    એના ભાગે તો બસ ખરવાનું

     

    dilip

  17. સુંદર !

     

    વિવેક ટેલર

  18. ખુબજ સુંદર રચના … મજા આવિ

     

    prashant somani

  19. ઍક થેી એક ઉત્તમ્!
    ટમ્ને દાદ દેવિ પદ્સે,
    ઊસ્માન્

     

    M. Usman Baki

Leave a Reply

Message: