30 Jun 2011

શ્રધ્ધા ના જગાડે

Posted by sapana

પ્રભાતે સૂર પંખીનાં જગાડે
અજાને શંખ મંદિરનાં જગાડે

ગયો વિશ્વાસ મિત્રોનાં ભરોસે
કોઈ દિલમાં ભરોસા ના જગાડે

અતીતો મૂકી આવી ખૂબ પાછળ
કે મનમાં વેદના કોઈ ના જગાડે

જરા ઠંડી પડી છે આગ દિલની
એ ચિનગારી હવા દઈ ના જગાડે

પ્રકૃતિમાં મને ઇશ્વર મળે છે
કદી મસ્જીદ શ્રદ્ધા ના જગાડે

હશે પાષાણનાં એવા હ્રદય પણ
કે ભૂખ્યાં જોઈ દયા પણ ના જગાડે

 

મહોબત પાક છે એની માનજે તું
મળે દોસ્તોથી,ઈર્ષા ના જગાડે

લો સપના સરી છે આજ શમણે
કહો કોઇ પ્રભાતે ના જગાડે

ગહેરી ઊંઘમાં સપના છે આજ
કહો ફરિસ્તાને એને ના જગાડે

 

સપના વિજાપુરા
૬-૨૧-૨૦૧૧

Subscribe to Comments

18 Responses to “શ્રધ્ધા ના જગાડે”

  1. ઊંડા ભાવ જગતને સાચા શબ્દના મોતીથી શણગારી ,એક
    અલગારી દુનિયામાં રમતા અંતરને આપે રજૂ કર્યું છે.

    અભિનંદન ચીંતનમય ગઝલ માટે…સપનાબેન.

    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  2. અતીતો મૂકી આવી ખૂબ પાછળ
    કે મનમાં વેદના કોઈ ના જગાડે
    વિચારો અને અનુભવની ગહેરાઈમાં ઉતારી દેતી ગઝલ આ શેર ખૂબ સરસ છે.

     

    himanshu patel

  3. મક્તાનો શેર ખુબ જ સરસ છેઃ
    ગહેરી ઊંઘમાં સપના છે આજ
    કહો ફરિસ્તાને એને ના જગાડે…વાહ્………..

     

    devika dhruva

  4. સરસ .

    અતીતો મૂકી આવી ખૂબ પાછળ
    કે મનમાં વેદના કોઈ ના જગાડે

     

    Pancham Shukla

  5. ‘ભૂતકાળની યાદો સરી ગઈ હોય એટલી સરસ ઉંઘ આવી ગઈ છે.’ – એમ કોક માને તો….
    એ ઉંઘ નહીં, સાચી જાગૃતિ છે. સતત આમ જ જાગતા રહો. અંતરનો આનંદ જે કશી બહારની ઘટના કે વ્યક્તિ પર આધાર નથી રાખતો, તે તમને હમ્મેશ રહે એમ મળી જશે.
    – અનુભવ વાણી
    આ જ સંદર્ભમાં…
    હાલોકન વાંચવા નમ્ર વિનંતી …
    http://gadyasoor.wordpress.com/2011/06/22/halokan/

     

    સુરેશ જાની

  6. સપનાબહેન …છેલ્લા 3 શેર ખુબ જ સરસ …ગઝલજેવું સ્વરુપ ધરાવતી સરસ રચના…

     

    Narendra Jagtap

  7. ગહેરી ઊંઘમાં સપના છે આજ
    કહો ફરિસ્તાને એને ના જગાડે

    ખૂબ સરસ

     

    Bharat Chauhan

  8. પ્રકૃતિમાં મને ઇશ્વર મળે છે
    કદી મસ્જીદ શ્રદ્ધા ના જગાડે
    ખુબ જ સુન્દર અર્થ્સભર બોધક ગઝલ…આપ લૈ આવ્યા..

     

    dilip

  9. સુંદર ભાવસભર ગઝલ!
    સુધીર પટેલ.

     

    sudhir patel

  10. પ્રકૃતિમાં મને ઇશ્વર મળે છે
    કદી મસ્જીદ શ્રદ્ધા ના જગાડે

    સ..ર… સ…

     

    Lata Hirani

  11. પ્રકૃતિમાં મને ઇશ્વર મળે છે
    કદી મસ્જીદ શ્રદ્ધા ના જગાડે
    >>>>>>>>>>>>>………………….>>>>>>>>>>>>>>>
    સપનાબેન,
    આ તો ખુબ સુંદર..ખુબ જ ગમી !
    જ્યારે હ્રદયમાંથી “પ્રભુ-પ્રેમ” ઝરે ત્યારે શબ્દો પણ શબ્દો ના રહે પણ એ જ “હ્રદય્”બની જાય છે !
    >>>>ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Now back to USA from UK…A New Post “Prabhudhanthi Jagmaa Pachha Faryaa”..Inviting you to read it !

     

    DR. CHANDRAVADAN MISTRY

  12. હ્રદય જ્યારે નિખાલસ બને ત્યારે જ ઇશ્વર મલે ..

     

    chetu

  13. કહો ફરિસ્તાને એને ના જગાડે…

    વાહ !
    ‘ગહેરી’ નીંદમાંથી ન જાગવાની વાત ગમી.
    આખી રચના સરસ છે.

     

    P Shah

  14. સપનાજી, ગહેરા મનોમંથનના નિચોડરૂપે નીપજેલી હોય તેવી સરસ ગહન રચના.

     

    Manhar Mody ('mann' palanpuri)

  15. ઉંડા સંવેદનની આ રચના સુન્દર રહી, થૉડી ચુસ્તતા જળવાય તો ગઝલ સાથે હાથ મેળવે તેવી છે..આ વિશેષ ગમ્યું..
    જરા ઠંડી પડી છે આગ દિલની
    એ ચિનગારી હવા દઈ ના જગાડે

     

    ashok jani 'anand'

  16. આદરણીયશ્રી. સપનાબહેન

    આપનો સુંદર બ્લોગ છે,

    કાવ્યની રસધારા સુંદર વહેવડાવો છો.

    તે જાણીને ખુબજ આનંદ થયો બહેન

    મને પ્રેરણાના શબ્દો કાવ્યધારામાં વહેવડાવ્યા

    તે બદ્લ આપનો આભારી છું.

    ડૉ.કિશોરભાઈ પટેલ

     

    Dr.Kishorbhai Mohanbhai Patel

  17. એક પણ પંક્તિ ને અળગી ના જ કરી શકાય.. ખુબજ ભાવવાહી રચના છે દીદી…

     

    chandralekha rao

  18. પ્રકૃતિમાં મને ઇશ્વર મળે છે
    કદી મસ્જીદ શ્રદ્ધા ના જગાડે

    ખુબ સરસ …

     

    munira

Leave a Reply

Message: