20 Jun 2011
દીકરી
મિત્રો,
આપ સર્વને ફાધર્સ ડે મુબારક..જેનાં ફાધર જીવીત છે, એમને મારી ખૂબ ખૂબ દુઆ અને જેનાં ફાધર પરલોક પધારી ગયાં એમના માટે મારી આ ગઝલ…
સપના
કોણ ફેરે હાથ માથે, કોણ બોલે દીકરી
ભાઈ ની હું બેનડી પણ ધાર રૂએ દીકરી
કોણ જોશે વાટડી કે દીકરી મુજ આવશે
કોણ આવે જાય ઉંબર હાશ આવે દીકરી
કોણ છાતીયે લગાવે ને રડાવે દીકરી
કોણ લાવે થાળ મોતીનાં હસાવે દીકરી
કોણ હૈયાથી દુઆ માંગે ને માંગે જિંદગી
શીશ ઝૂકાવી ને આશીર્વાદ માંગે દીકરી
આપની “સપના’ કહો કે ‘બાનિયો’ પપ્પા હવે
લો કબર પર એ દુઆ માંગે ને માંગે દીકરી
અહીં બાનિયોનો કૉઇ અર્થ નથી પપ્પા એ નામથી મને બોલાવતાં
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
સપના વિજાપુરા
૬-૧૯-૨૦૧૧


દર્દભરી લાગણી સભર હ્ર્દયને સ્પર્શતી ગઝલ.
રમેશ પટેલ(આકાશદીપ્)
Ramesh Patel
June 20th, 2011 at 1:05 ampermalink
Very touching. enjoyed your poem.
shenny Mawji
June 20th, 2011 at 2:08 ampermalink
Happy Father’s Day!
ખૂબ લાગણીસભર ગઝલ માણી.
સુધીર પટેલ.
sudhir patel
June 20th, 2011 at 2:21 ampermalink
ઘર આખાને એકતાંતણે બાંધતી,
દીકરા કરતા સવાઈ દીકરી થાતી.
Bharat Chauhan
June 20th, 2011 at 4:02 ampermalink
શીશ ઝૂકાવી ને આશીર્વાદ માંગે દીકરી
આપની “સપના’ કહો કે ‘બાનિયો’ પપ્પા હવે
લો કબર પર એ દુઆ માંગે ને માંગે દીકરી
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>.>>.>>>>>>>>સપનાબેન્ પિતાજી સાથે નિહાળ્યા…પિતાજીની યાદમાં પ્રગટ રકરેલી સુંદર ગઝલ વાંચવાનો લ્હાવો લીધો.
“હેપી ફાધ્ર્સ ડે” કહેતા, હું યાદ કરું છું એમને અને તમોને..અને તમારા સંતાનની યાદમાં એને પણ “HAPPY FATHER`S DAY” !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Inviting ALL to my Blog !
DR. CHANDRAVADAN MISTRY
June 20th, 2011 at 4:50 ampermalink
વાહ્,સુન્દર ગઝલ…
ઉચ્ચ તખ્તો મેળ્વ્યો છે, દિકરી નો બાપ છુ
શુ દરજ્જો મેળ્વ્યો છે, દિકરી નો બાપ છુ.
વહાલ જરતી આંખમા થી પહોંચતો જે સ્વર્ગ લગ,
એ જ રસ્તો મેળ્વ્યો છે, દિકરી નો બાપ છુ.
-ભાવેશ ભટ્ટ
bhavesh bhatt
June 20th, 2011 at 5:57 ampermalink
sanatkumar Dave DEAR SAPNAJI AAPNU TAU NAAMAJ ” S A P N A ‘ CHHE NE..VERY NICE POEM AM PROUD I GOT A YOUNGER SISTER LIKE U…THAT TOO KUMBH RASHI….OF MINE…..GBU JSK BHAI NI AASHISH…
sapana
June 20th, 2011 at 6:37 ampermalink
DrHitesh Modha ભીનાશ છવાય જાય તેવી ગઝલ .
sapana
June 20th, 2011 at 6:25 pmpermalink
Vasant Shah ખુબ સુંદર – દીકરી ને વ્હાલ નો દરિયો માટે જ કહ્યું છે… એક દીકરી જ આટલું હૃદયસ્પર્શી લખી શકે…. સુંદર શ્રદ્ધાંજલિ …. સપનાબેન
sapana
June 20th, 2011 at 6:26 pmpermalink
Prashant Somani wah didi.. thx. to dedicate to us.
sapana
June 20th, 2011 at 6:26 pmpermalink
Harshadkumar Somaiya BAHU SARAS SAPANA JI…Thank you…and belated wishes to you too
sapana
June 20th, 2011 at 6:27 pmpermalink
સુંદર ગઝલ.. આ ભાવના દીકરી અને તેના પિતા સારી રીતે સમજી શકે.
ફાધર્સ ડે પર પિતાને અદભૂત અંજલિ…!!
અશોક જાની 'આનંદ'
June 20th, 2011 at 7:03 pmpermalink
ભાવવાહી ગઝલ ,જેવી તસ્વીર..યાદ છે જ્યારે સરજાઈ..
dilip
June 25th, 2011 at 12:48 pmpermalink
આપે સુંદર બ્લોગ બનાવેલ છે, તે બદલ સૌ પ્રથમ અભિનંદન
આ પંક્તિ મને ખુબજ ગમી ગઈ
” કોણ છાતીયે લગાવે ને રડાવે દીકરી
કોણ લાવે થાળ મોતીનાં હસાવે દીકરી.”
ડૉ.કિશોરભાઈ પટેલ
Dr.Kishorbhai Mohanbhai Patel
June 25th, 2011 at 5:28 pmpermalink
તમારી રચના રડાવી ગઈ સપના બેન
razia mirza
June 28th, 2011 at 3:04 pmpermalink
એક હેતાળ પિતાની હું દીકરી છું,
ને એવાજ હેતાળ દીકરી ના પિતાની પત્ની છું….મેં ખુદ અનુભવ્યું એ હેત અને હવે નજરે નિહાળું પણ છુઁ….ખુબખુબ આભાર …. આટલી સુંદર રચના આપવા બદલ્………
chandralekha rao
July 8th, 2011 at 11:48 ampermalink
દિકરી ના હોત તો પુરૂષને કોણ રડાવી શક્યુ હોત ..અને દિકરી ના હોત તો ..વ્હાલ… નામનો શબ્દ પણ અવતર્યો ના હોત…
…………………….
દિકરી વિશે લગભગ તો લેખકો અને ચિંતકોએ ઘણુ બધું લખ્યુ છે હવે કોઇ ફરી નવુ લખવા જાય તો એમ જ લાગે કે કોઇનું ઉંઠાતરી કરીને લખ્યુ છે….
… દિકરી … વિશે મારે જયારે જ્યારે લખવાનો અવસર આવ્યો છે મને એકાદ વાર તો એવુ લાગે છે કે દિકરીને સાસરે મોક્લવાની આખી પ્રથા ખોટી છે ..દિકરીને વળાવવાનો જે પ્રસંગ છે તે જે બાપે દિકરી વળાવી હશે તે વર્ણવી શકે છે…..
દિકરી ને વ્હાલ નો દરીયો ગણાવાય છે ..પણ દરીયો તો ખારો હોય છે ..આમ તો દરીયો જથ્થાના પર્યાય તરીકે છે પણ દિકરી એક મીઠુ સરોવર હોય છે… કોઇ દિકરીએ ..ક્યારેય માંગ્યુ નથી પણ લોકો આજે પણ બીજાની દિકરીને વહુ બનાવીને માંગતી કરી દે છે.
હિમાલય જેવો પર્વતાધિરાજને જ્યારે દિકરીને વિદાય આપવી હશે ત્યારે કેટલુ ઓગળવું પડ્યુ હશે… આજે તે ટુકડાઓમાં વહેચાય ગયેલો આપણે જોઇએ છીએ.. હિમાલયને પણ ટુકડા કરી દે તેવી વ્હાલપ સરોવર જ્યારે જમીન ખાલી કરે ત્યારે આંસુઓ પણ અવળા ચડતા હોય છે….. દરેક પરણિત પુરૂષે એક દિકરીના બાપ તો હોવું જ જોઇએ… જો દિકરી એટલે શું અને દિકરીની વ્હાલપ એટલે શુ તે જાણવુ અને માણવું હોય તો… …………
બાનિયો……તમારી આ રચના બ્લોગની બધી રચનાઓ કરતા સૌથી વધુ શ્રેષ્ઠ છે અભિનંદન …. સપનાજી આભાર…
રાજ પ્રજાપતિ
August 14th, 2011 at 5:27 pmpermalink
અતિ સુન્દર
jitu mehta
October 2nd, 2011 at 11:58 ampermalink