17 Jun 2011

હું ખોલું કે તું ખોલે?

Posted by sapana

આપણી વચેનું બારણું હું ખોલું  કે તું ખોલે?
બારણા વચેની સાંકળું હું ખોલું કે તું ખોલે?

ભેદ આમ તો અકબંધ છે હ્રદયમાં ખાસ ખાસ
ઊડવા દે એને પાંજરું હું ખોલું કે તું ખોલે?

આંખમાં તો ચોમાસું ય વાટમાં  કે વરસી જાઉં
બોલ આંખનું આ બાંધણું હું ખોલું કે તું ખોલે?

લો થઈ ગયું છે એક પ્રેમનું તો  ગઝલાલય અહીં
આ કિતાબનું પૃષ્ઠ આપણું હું ખોલું કે તું ખોલે?

ધોધમાર વર્ષામાં ભલે હ્રદય ભીંજાઈ જાય
ભાન ક્યાં? છત્રીનું ઢાંકણું હું ખોલું કે  તું ખોલે?

દૂર દૂર સુધી કો’ એંધાણ ના એના આવવાના
સુનું આ પડેલું પારણું હું ખોલું કે તું ખોલે?

શ્વાસ સાથ છોડી ને જશે સમય આવ્યો દફનનો
તો કહે  કબરનું બારણું હું ખોલું કે તું ખોલે?

બંધ આંખનાં સપનાં કદી નથી હોતા એ સાચાં
બંધ  મારી આ પાપણું હું ખોલું કે તું ખોલે?

ગાલગા લગાગા ગાલગા લગાગા ગાલગાગા

સપના વિજાપુરા

૬-૧૬-૨૦૧૧

Subscribe to Comments

12 Responses to “હું ખોલું કે તું ખોલે?”

  1. બંધ આંખનાં સપનાં કદી નથી હોતા એ સાચાં
    બંધ મારી આ પાપણું હું ખોલું કે તું ખોલે?
    સુંદર ..

    દૂર દૂર સુધી કોઈ આશ ના એના આવવાની
    સુનું આ પડેલું પારણું હું ખોલું કે તું ખોલે?

     

    Daxesh Contractor

  2. દ્ક્ષેશભાઈ અહીં પારણું જ લીધું છે માં બનવાના ઓરતા અને આવનાર કદી ના આવે તો બાંધેલું પારણું ખોલવાની વાત છે

     

    sapana

  3. સરસ રચના,આ
    આપણી વચેનુ બારણુ હુ ખોલુ કે તુ ખોલે,
    અને સુનુ પડેલુ પારણુ , આ વાતો સરસ રીતે શબ્દો માં વ્યક્ત થઈ છે.
    દુખ દેખાય છે.

     

    urvashi parekh

  4. સુનું આ પડેલું પારણું હું ખોલું કે તું ખોલે?

    બંધ મારી આ પાપણું હું ખોલું કે તું ખોલે?

    સ્ત્રી સહજ કલ્પનો સુપેરે આલેખાયા છે,

    અભિનંદન !

     

    P Shah

  5. બહુ મસ્ત ,

    આપણી વચેનું બારણું હું ખોલું કે તું ખોલે?
    બારણા વચેની સાંકળું હું ખોલું કે તું ખોલે?

     

    mehul

  6. દફનનો સમય આવી ગયો હોય ત્યારે કબરનું બારણું આપણાથી શી રીતે ખોલાય? !
    જોક્સ એપાર્ટ .. ગઝલ ગમી.

     

    સુરેશ જાની

  7. ભાવાત્માક ગઝલ છેક અંદર સુંધી ડુબાડવા સક્ષમ છે.
    સુંદર ગઝલ..સપનાબેન.

    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  8. બહું જ સરસ !
    અરે, વાંચી, બારણુ મેં જ ખોલ્યું
    નજર અંદર મારી,
    સપના છબી પ્યારી,
    પણ, તું ના બોલી,
    હલાવતા તું જાગી,
    ભાઈ ચંદ્ર કહી હસી,
    ચંદ્રે તને બેન કહી,
    હવે, બારણું ખુલ્લુ રહે,
    અને, હ્રદયઝરણે સ્નેહ વહેતો રહે !
    >>>>>>ચંદ્રવદન્

    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Sapanaben…See you on Chandrapukar.

     

    DR.CHANDRAVADAN MISTRY

  9. ધોધમાર વર્ષામાં ભલે હ્રદય ભીંજાઈ જાય
    ભાન ક્યાં? છત્રીનું ઢાંકણું હું ખોલું કે તું ખોલે?

    વાહ દીદી, સરસ રચના છે….મજા આવી ગયી…..

     

    prashant

  10. સુન્દર ભાવ વ્યક્ત થયા છે.

     

    dilip

  11. ક્યા બાત હૈ…

     

    bhavesh bhatt

  12. સપનાજી…
    પ્રથમ અભિનંદન સુંદર રદિફ માટે અને એ અભિનંદનને બેવડાવી,
    રદિફ-કાફિયાને નિભાવવા ભાવ,તર્ક,વિષય,વિસ્તાર બધુંજ અભિવ્યક્તિને નિખાર આપવામાં જે રીતે ઉપયોગમાં લેવાયું- એનાં માટે….
    પ્રથમ ૨ શેર અને ત્રીજા શેર વચ્ચે નિયત કરતાં એક સ્પેસ વધુ જણાઈ…!

     

    ડૉ. મહેશ રાવલ

Leave a Reply

Message: