10 Jun 2011

મૂંગું રુદન

Posted by sapana

મને મૂંગું રુદન સંભળાયું

હું મારાં લાકડાંનાં પલંગમાંથી ઊભી થઈ

લાકડાંનાં ફ્લોર પર ચાલતી

રસોડાનું લાકડાંનું બારણું ખોલી,

લાકડાંનાં કેબીનેટમાંથી ચશ્મા કાઢી

મારી લાકડાંની રેલિંગ પકડી

અને હું લાકડાંની બાલ્કનીમાં ધસી ગઈ

મે શું જોયું ત્યાં..

કદાચ કોઈનું શબ પડ્યું હતું

લોકો ટોળે વળી વાતો કરતા હતા

મોટી ઈમારતો બનાવવા ઊંડાં પાયા ખોદી નાખે

એટલે વૃક્ષનાં મૂળ કપાય જાય

અને વૃક્ષોને પોષણ  ના મળે..

એટલે વૃક્ષ નબળું પડે અંતે પડી જાય

ટોળું હસતું હસતું વિખેરાઈ ગયું..

અને હું લાકડાંનાં બારણાંનો સહારો લઈ

અધ મરેલા એ વૃક્ષનું મૂંગું રુદન

અને બેઘર બનેલા પંખીઓની ચિચિયારી સાંભળી રહી…

સપના વિજાપુરા

Subscribe to Comments

6 Responses to “મૂંગું રુદન”

  1. ભાવ છલકતી એક ઉત્કૃષ્ટ રચના. ખૂબ જ ગમી.

    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  2. આપણા ભારત દેશમાં ટ્રેનમાં ફરતા ગાયકો પાસેથી ઘણીવાર સાંભળવા મળતી એક કવ્વાલી ‘દેખ તમાશા લકડીકા’ યાદ આવી ગઈ જેમાં લકડીનો ઉપયોગ જન્મથી માંડીને મરણ સુધી કેવી રીતે થાય છે તેનું સરસ શબ્દોમાં નિરૂપણ અરેલું છે.સપનાબેન તમે વ્રુક્ષની વ્યથાને વાચા આપીને પ્ર્યાવરણ પ્રત્યેનો તમારો પ્રેમ સરસ રીતે દર્શાવ્યો છે.

     

    Manhar Mody ('mann' palanpuri)

  3. તમારી અવલોકન કલાને અને સંવેદનાને સો સલામ. આંખો અને મન ખુલ્લાં રાખીએ તો બધે સંવેદનાઓ છલકાયેલી પડી છે.
    ——————
    જો કે, વાસ્તવિકતામાં જીવનનો આધાર જેમ પ્રેમ છે; તેમ જ હિંસા પણ છે. આ કડવું, કઠોર સત્ય છે.

    ઘાસ જોઈ મને થયેલું આવું દર્શન વાંચશો?

    જીવનનું સૌદર્ય શું અને જીવનની ક્રુરતા શું , એ બધાં સત્યો તમને હવે સાવ નગ્ન રીતે સમજાઈ ગયાં છે. સત્ય બહુ જ કડવું હોય છે; સત્ય બહુ જ અસહ્ય હોય છે; સત્ય બહુ જ કઠોર હોય છે – એ સત્ય સમજી તમારા સત્યશોધનના ધખારા પર પુર્ણ વીરામ મુકવું કે કેમ તેવું તમે વીચારતા થઈ જાઓ છો.
    અને …. આ મામલામાં વધુ ઉંડા ઉતરવા કરતાં ‘ આજની ઘડી રળીયામણી’ ના તમને મળેલાં મહામુલ્ય રત્ન જેવાં જીવનસુત્ર અને જીવનશૈલીમાં તમારો વીશ્વાસ હવે દ્રઢ બની ગયો છે.

    http://gadyasoor.wordpress.com/2008/02/06/life-3/

     

    સુરેશ જાની

  4. સપનાબહેન…ખરેખર સરસ રચના એક વ્રુક્ષ આજે જે બોલી નથી શક્તું તમે એને વાચા આપી … અને એ અમે સમજી શક્યા….આપે રજુ કરેલા વ્રુક્ષના મુંગા રુદનને…..

     

    Narendra Jagtap

  5. મુંગુ રુદન સાંભળવા ને સમજ્વા સંવેદનશેીલ હ્રદય જોઇએ .. આપે સરસ વાચા આપેી આ રચના દ્વારા…

     

    chetu

  6. અને હું લાકડાંનાં બારણાંનો સહારો લઈ
    અધમરેલા એ વૃક્ષનું મૂંગું રુદન
    અને બેઘર બનેલા પંખીઓની ચીચયારી સાંભળી રહી…

    સંવેદનથી ભરી ભરી કૃતિ.

     

    Pancham Shukla

Leave a Reply

Message: