5 Jun 2011

ડાયાસ્પોરા

Posted by sapana

પ્રથમ પિક્ચરમાં શ્રી બળવંતભાઈ જાની,સપના વિજાપુરા બીજા પિકચરમાં ડાબેથી શ્રીમતી મધુમતી મહેતા,શ્રી અશરફભાઈ ડબાવાલા,શ્રી બળવંતભાઈ જાની,સપના વિજાપુરા
ત્રીજા પીકચરમા ડાબી બાજુથી એક ભાઈ, બળવંતભાઈ જાની અને ભરતભાઈ ત્રિવેદી

 

નવાં નવાં મિત્રો મળ્યા ઘણાં
થઈ નવી વાતો, હસ્યાં ઘણાં
હતી ઘણી નાની દુનિયા છતાં
બ્લોગથી સપના સજ્યાં ઘણાં

ડાયાસ્પોરાનું નામ આવે અને શ્રી બળવંતભાઈ જાનીનું નામ ના આવે એ તો જાણે એમજ કહેવાય કે આકાશ કાળું ઘેઘૂર થયું અને વીજળી ચમકી અને મેઘરાજા ના આવ્યા..શ્રી બળવંતભાઈ જાની અને ડાયાસ્પોરા સાથે એટલે  ‘ દો બદન એક જાન’ જેવું  છે..
શ્રી બળવંતભાઈ જાની શિકાગોના આંગણે પધાર્યા અને ડો. શ્રી અશરફભાઈ ડબાવાલા અને ડો. શ્રીમતી મધુબેન મહેતાએ એમનું ફૂલ હાર લઈને સ્વાગત કર્યું. ગુરુવાર જેવાં પ્રતિકૂળ દિવસે આ કવિ દંપતીએ પોતાનાં ઘરનાં દરવાજા સાહિત્ય પ્રેમીઓ  માટે ખોલી નાખ્યા..અને બળંવતભાઈને મળવા માટે સાહિત્ય રસિકો ઉમટી પડ્યા..

ડો શ્રી બળવંતભાઈ નો ટૂકમાં પરિચય આપું તો એમને અન્યાય થવાનો ભય રહે છે..એટલે જો કોઈ ચૂક રહી જાય તો બળવંતભાઈની માફી માંગી લઉં છું.શ્રી બળવંતભાઈ જાનીએ પી એચ ડી કરેલ છે..અને એ ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના વાઇસ ચાન્સલર  હતા.અને હવે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના વિનયન શાખાના ડીન છે.ગુજરાતી ભાષા સાહિત્યના  પ્રોફેસરોના અધ્યક્ષ  છે.એમણે  હમેશા સાહિત્યમાં સંશોધન અને વિવેચનમાં અગ્રણ્ય સ્થાન લીધું છે.હાલમા એ ડાયાસ્પોરા સાહિત્યમાં સંશોધન કરીને એ વિષય પર ગ્રંથો લખી રહ્યા છે.શ્રી બળવંતભાઈ ગાર્ડી રિસર્ચ ઈન્સટીટ્યુટ ફોર ડાયાસ્પોરાના અભ્યાસમાં ઓનરરી ડાયરેકટર છે.ડાયાસ્પોરા એટલે વિદેશમાં વસતા સર્જકોના સર્જનો વિષે વિવેચન અને એના સર્જનની સાહિત્ય જગત પર થતી અસરનો અભ્યાસ..શ્રી બળવંતભાઈ જાનીએ યુરોપમાં જઈને ડાયાસ્પોરાનો અભ્યાસ કર્યો તો એમને ઘણાં સર્જકો અને એમના સાહિત્ય વિષે જાણવા મળ્યું..એનાં ઉપર એમણે ૧૬ જેટલાં ગ્રંથો લખ્યાં છે.યુરોપમાં એમણે શોધ કરી તો ૨૭ લેખીકાઓ છે.. 

આ ગ્રંથો સિવાય બીજા ૧૦૦ જેટલાં ગ્રંથો લખ્યાં છે જેમાં  મધ્યકાલીન સાહિત્ય, સંત સાહિત્ય, ભારતીય ચારણી સાહિત્ય અને લોક સાહિત્ય શામિલ છે.એમણે  ત્રણ મૌલિક પુસ્તકો પણ લખેલાં છે.એ સિવાય અમૂક ગ્રંથોનાં હિન્દી અંગ્રેજીમાં અનુવાદ પણ  કરેલ છે.આ સિવાય એ એક સાહિત્યના મોટા વિધ્વાન છે.મારું આ લખાણ ખાલી સૂરજ આગળ દિવો બતાવવા જેવું છે..અને એમની વિધ્વતાની વાતો લખવાં બેસું તો  શબ્દો પણ મળતાં નથી…એક જ વ્યકતીમાં આટલી કુશળતા એક સાથે મેં ક્યારેય જોઇ નથી..એમનાં જ્ઞાનનાં સુરજનાં કિરણોની ઝળહળથી હું અંજાયેલી છું..બસ એટલું જ કહીશ..

અને ગુરુવાર ૨૬ મે ૨૦૧૧ની એ કંકુવરણી સાંજ આવી અને અશરફભાઈ અને મધુમતીબેન મહેતાના નિવાસ સ્થાને સાહિત્ય રસિકનો મેળો ભરાયો..શ્રીમતી મધુમતી મહેતાએ કાર્યક્રમની બાગડોર સંભાળી..એમના સુકોમળ અવાજે એમણે શ્રી બળવંતભાઈ જાનીનો પરિચય આપ્યો.ત્યારબાદ શ્રી બળવંતભાઈ ..ડાયાસ્પોરા શું છે અને ગુજરાતી સાહિત્યમાં એનું મહત્વ અને આગળ જતા ઘણી ભાષાઓમાં ડાયાસ્પોરાનું સંશોધન થશે અને ભારતીય સાહિત્ય આ માટે કેટલો રસ લઈ રહ્યુ છે એના વિષે વાત કરી.. શ્રી બળવંતભાઈ  આ સંશોધનથી વિદેશમાં વસતા સાહિત્ય સર્જકોને દુનિયા સામે લાવવા માટે બીડુ ઝડપ્યું છે..અને અવિરત અને અથાક પ્રયત્ન કરી રહ્યા છે..આ સંશોધન સતત પ્રયાસ સમય અને ઉત્તમ મનોબળ માંગે છે જે શ્રી બળવંતભાઈમાં ભારો ભાર છે .બળવંતભાઈની વાણી અવિરત વહી રહી હતી અને સાહિત્ય પ્રેમીઓ એમાં ડૂબકી લગાવી રહ્યા હતાં..એમના સંશોધન વિષે થોડાં ઉદાહરણ આપીને પણ સમજાવ્યું.જેમાં દીપક બારડોલી તથા અદમભાઈ ટંકારવીની વાત પણ નીકળી..ડાયાસ્પોરાની સમજ પછી એમણે રમેશ પારેખ અને વિનોદ જોશીનાં કાવ્યોનનો રસાસ્વાદ કરાવ્યો…રમેશ પારેખની આગવી લાક્ષણિકતા પર ધ્યાન દોર્યું અને સમય સાથે બદલાતાં એમના કાવ્યો અને ગીતો સાંભળી મન ભાવ વિભોર થઈ ગયું અને સર્વ સાહિત્ય પ્રેમીઓને ભાવ વિભોર થતાં જોયા. રમેશ પારેખ પછી આવી આગવી કાવ્ય રચનાઓ વિનોદ જોશી પાસેથી મળી ..વિનોદ જોશી અને રમેશ પારેખના કાવ્યોનાં વિવેચન પછી કવિ સંમેલન થયો જેમાં શિકાગો વિસ્તારનાં  કવિઓએ ભાગ લીધો..અને બહાર ગામથી શ્રી ભરતભાઈ ત્રિવેદી પધારેલા..શિકાગોનાં કવિઓમાં  ડો અશરફભાઈ ડબાવાલા , શ્રીમતી મધુબેન ,મહેતા સપના વિજાપુરા ,ભરતભાઈ દેસાઈ અને અબ્દુલ વહીદ” સોજ’ હતા.સર્વ એ સ્વરચીત  રચના સંભળાવી અને છેલ્લે મધુબેને અશરફભાઈની એક ગઝલ ગાઈને કાર્યક્રમની પૂર્ણાહૂતી કરી..રાત્રે બાર વાગ્યાં સુધી કાર્યક્રમ ચાલ્યો પછી મધુબેનની યજમાનગીરી માણી છૂટાં પડ્યા..અને હું ખૂલી આંખે સપનાં જોતી ઘરે આવી કે બળવંતભાઈના ડાયાસ્પોરાના સંશોધનમાં કદીક મારું નામ પણ આવશે?!!!

નીચે એમના થોડાં પુસ્તકોના નામ મૂકું સાથે મેળવવા માટેનું સરનામું પણ મૂકું છું વિદેશમા રહેતાં ભાઈ બહેનોએ આ પુસ્તકો વસાવી એનો અભ્યાસ કરવો જોઈયે.

૧) રજનીકાંત જે મહેતાના ડાયાસ્પોરા નિબંધો

૨)અદમ ટંકારવીની ડાયાસ્પોરા કવિતા

૩)ડાયાસ્પોરા સારસ્વત

૪)ચારણી બારમાસી કવિતા

૫) સ્વર્ગ ભૂલાવું શામળા..

ઘણું મોટું લીસ્ટ છે .

પ્રાપ્ત કરવા માટેનું સરનામું

શ્રી બાબુભાઈ હાલચંદ શાહ
નિશાળ પોળમ,ઝવેરીવાડ
રીલીફ રોડ, અમદાવાદ ૩૮૦૦૦૧

સપના વિજાપુરા
૬-૪-૨૦૧૧
આ લેખના સર્વ હક લેખીકાના છે

 

Subscribe to Comments

17 Responses to “ડાયાસ્પોરા”

  1. સરસ અહેવાલ. મારા જેવા સાહિત્ય ક્ષેત્રના અજ્ઞાની માટે ઘણી માહિતી આપવા માટે આભાર.
    ફોટાઓની નીચે વ્યક્તિઓની ઓળખ આપી હોત તો. મારા જેવા , જે કોઈને પણ ન જાણતા હોય તેમને ઠીક રહેત.

     

    સુરેશ જાની

  2. સપનાબેન…પહેલા તો ખુબ ખુબ આભાર કે તમે આ સુંદર માહિતી આપી..અને દરેક્નો પરિચય કરાવ્યો….ફોટાઓ પણ સરસ અને આપ પણ જાજરમાન લાગો છો…અને આપને આ બધુ ત્યાં રહી માણ્વા મળે છે… આપ નસીબદાર છો…. સારા મેળાવડા પરદેશમાં પણ કરો છો…. અને આમ ફોટા સહિત ની માહિતી આપતા રહેશો……. અભિનંદન…

     

    Narendra Jagtap

  3. સપનાબેન…પહેલા તો ખુબ ખુબ આભાર કે તમે આ સુંદર માહિતી આપી..અને દરેક્નો પરિચય કરાવ્યો….ફોટાઓ પણ સરસ અને આપ પણ જાજરમાન લાગો છો…અને આપને આ બધુ ત્યાં રહી માણ્વા મળે છે… આપ નસીબદાર છો…. સારા મેળાવડા પરદેશમાં પણ કરો છો…. અને આમ ફોટા સહિત ની માહિતી આપતા રહેશો……. અભિનંદન…

     

    Narendra Jagtap

  4. સપનાબેન, સરસ અહેવાલ વાંચી આનંદ. ના જાણેલું જાણવા મળ્યું. ફોટાઓ નીચે નામો વાંચી સૌને મળ્યા સમાન જાણ્યા !
    હવે સપનાબેન તમોને અને તમારા વાંચકોને “ચંદ્રપૂકાર્” પર પધારવા આમંત્રણ છે.આવશોને ?
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    See you all on Chandrapukar !

     

    DR. CHANDRAVADAN MISTRY

  5. સપના દીદી,
    અહેવાલ વાંચી ઘણો આંનદ થયો. આપ સહુ ને ફોટા માં મળ્યા એટલે રૂબરૂ જેંવું જ લાગ્યું…

    આવી ને આવી તમે પ્રગતિ કરતા રહો તેવી મારી હાર્દિક શુભેચ્છા….

     

    prashant

  6. મારા જેવા સાહિત્યના જીવને અત્યંત પ્રિય એવો કાર્યક્રમ યોજવા બદલ અશરફ્ભાઈ તથા મધુબહેનને, અને અહેવાલ આપવા બદલ સપનાબહેનને અભિનંદન. I wish I were in Chicago!
    બળવંતભાઈને મારા શબ્દપૂર્વક, હૃદયપૂર્વક અભિનંદન તથા વંદન. કૃષ્ણલાલ શ્રીધરાણી વિશેના એમના અદભુત વ્યાખ્યાનનો અહેવાલ ‘ગુજરાત ટાઈમ્સ’ (www.gujarattimesusa.com) ના જૂન ૩, ૨૦૧૧ના અંકમાં પૃષ્ઠ છ પર વાંચ્યો.
    બળવંતભાઈને http://www.girishparikh.wordpress.com બ્લોગ પર ‘ગુજરાતી સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ કઈ રીતે મળે?’ વિશેની નવ લેખોની મારી લેખમાળા વાંચવા વિનંતી કરું છું. પ્રથમ લેખની લીંકઃ
    http://girishparikh.wordpress.com/2010/08/24/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%ab%80-%e0%aa%b8%e0%aa%be%e0%aa%b9%e0%aa%bf%e0%aa%a4%e0%ab%8d%e0%aa%af%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%aa%a8%e0%ab%87-%e0%aa%a8%e0%ab%8b%e0%aa%ac/
    એક બીજી વાતઃ કોણ જાણે કેમ, ‘ડાયાસ્પોરા’ શબ્દ મને ગમતો નથી! એ માટે યોગ્ય અને પ્રેરક શબ્દ પ્રયોજવો જોઈએ.
    કવિતાજગતનો ‘અછાંદસ’ શબ્દ પણ મને ગમતો નહોતો. એ માટે મેં ‘મુક્તકાવ્ય’ શબ્દ પ્રયોજ્યો છે. (અંગ્રેજીમાં એ માટે સરળ શબ્દ છેઃ free verse).
    સપનાબહેનઃ બળવંતભાઈને આ પોસ્ટ ઇ-મેઇલ કરવા વિનંતી કરું છું.
    –ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા
    E-mail: girish116@yahoomail.com

     

    Girish Parikh

  7. ઉપરની પોસ્ટમાં મારું ઇ-મેઇલ એડ્રેસ સુધરવા વિનંતીઃ
    girish116@yahoo.com જોઈએ.

     

    Girish Parikh

  8. સપનાજી,

    તમે અમને અહીં ભારતમાં બેઠા બેઠા શિકાગોના કાર્યક્રમોનો લાભ આપો છો તે એક ઉમદા કાર્ય કરો છો. શ્રી બળવંતભાઈ જાની વિષે જાણી ખુબ ગૌરવ થયું. અમારા હ્રદયપૂર્વકના અભિનંદન શ્રી બળવંતભાઈને પહોંચાડશો.

     

    Manhar Mody ('mann' palanpuri)

  9. સપનાજી શીકાગોમાં બળવંતભાઈનૂ આગમન અને આપ સહુ ત્યાંના સરજકોનું મળવું ને ડાયસ્પોરિક ચર્ચા આનાથી આપણી ગુર્જરી અવશ્ય હરખાતી હશે સચવાય છે તે વાતની ખુશી છે આપનું નામ ‘ડાયસ્પોરા’ માં આવે તેવી શુભેચ્છા. આપે સુંદર અહેવાલ આપ્યો છે.
    http://leicestergurjari.wordpress.com/
    http://geetgunjan.wordpress.com/

     

    dilip

  10. સપનાજી, એક ડાયસ્પોરિક સર્જક તરીકે અહેવાલ મોકલવા બદલ અને પ્રતિભાવ આપવા બદલ આપનો આભારી છું ..આપની ..આવી વતનથી દૂર કારાવાસમાં ..આ રચના ડાયસ્પોરિક અનુભૂતિ ને સુપેરે અભિવ્યક્ત કરે છે અમારે ત્યાં પણ વિપુલભાઈ ડાયાસ્પોરાના કાર્યમા કાર્યરત છે..

     

    dilip

  11. અહેવાલ અને માહિતી વિતરણ માટે આભાર.

     

    Pancham Shukla

  12. ‘શિકાગો લેન્ડમાં ગુજરાતી ભાષા વૈભવ’ નામનો ગ્રંથ તૈયાર કરવાનું સપનાબહેનને હું સજેશન કરું છું. આ ગ્રંથ તૈયાર કરવા તથા પ્રગટ કરવા માટે યોગ્ય સ્પોન્સોર જરૂર મળી રહેશે એમ માનું છું. આ અંગે વધુ વિચારો http://www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ કરવા પ્રયત્ન કરીશ.
    –ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા
    E-mail: girish116@yahoo.com

     

    Girish Parikh

  13. ખૂબ સ રસ અહેવાલ્

     

    pragnaju

  14. Sapanaben,
    You have written very well. Details were impressive. I am glad that you wrote this. Thank you.
    madhumati Mehta.

     

    sapana

  15. આભાર સુરેશભાઈ,ગિરીશભાઈ,ચંદ્રવદનભાઈ,પંચમભાઈ,પ્રજ્ઞાજુબેન દિલીપભાઈ પ્રશાંત,નરેન્દ્રભાઈ અને મધુમતીબેન..આપસર્વનો ખૂબ ખૂબ આભાર આપ પધાર્યા અને આપના અમૂલ્ય પ્રતિભાવ આપ્યા.
    સપાના

     

    sapana

  16. ‘સપના વિજાપુરાને ‘શિકાગો લેન્ડનો ગુજરાતી ભાષા વૈભવ’ ગ્રંથ તૈયાર કરી પ્રગટ કરવાનું સજેશન’ લેખ http://www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ કરી દીધો છે. વાંચવા વિનંતી.

     

    Girish Parikh

  17. સાહિત્યના ઉપવનનાં પુષ્પોની મજા સમ માહિતી માણી.સપનાબેન
    આપના સાહિત્ય પ્રત્યેના લગાવનો સર્વને લાભ મળે છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

Leave a Reply

Message: