19 May 2011

રડતું રહે

Posted by sapana

મિત્રો
આ ગઝલ શ્રી વિવેકભાઇ ટેલરની એક ગઝલ પરથી સ્ફૂરી  છે..એમની ગઝલના મત્લાની પંકતીઓ અહીં મૂકું છું..વિવેકભાઈ ગુસ્તાખી માફ!!ભૂલ ચૂક સુધારવા વિનંતી!!


જગત જ્યારે જ્યારે કનડતું રહે છે
મને કંઇક મારામાં જડતું રહે છે

એક શમણું આંખને નડતું રહે
મારૂ કાજળ આંખથી દડતું રહે

ચાંદની રોતી રહી  છે રાતભર
એ જ જળ ઝાકળ બની પડતું રહે

વીજના ચમકારથી કંપે છે એ
આ હ્રદયનું સસલું ફડફડતું રહે

રોજ પીઠાંમાં છે સીક્કાની ખનક
એક ભૂખ્યું બાળ ત્યાં રડતું રહે

સ્પર્શ પણ અસ્પૃશ્ય હોતા હોય છે
ને હ્ર્દય અસ્પૃશ્યને અડતું રહે

ફૂલનાં ‘સપનાં’ છે કંટકની વચે
છો નડે શમણું કો’ પણ જડતું રહે

સપના વિજાપુરા

૫-૧૮-૨૦૧૧

Subscribe to Comments

14 Responses to “રડતું રહે”

  1. સપના બેન,
    સરસ મજાની ગઝલ છે.

     
  2. સરસ ગઝલ લખાઈ છે.કાફીયા છેક સુધી બરાબર નિભાવ્યા પછી મક્તામાં જ….. ?

     

    Manhar Mody ('mann' palanpuri)

  3. સરસ ગઝલ્..

     

    dilip

  4. સરસ.

     

    urvashi parekh

  5. આભાર મનહરભાઈ!!

     

    sapana

  6. આભાર હિરેનભાઈ, મનહરભાઈ,દિલીપભાઈ ઉર્વશી આપનાં પ્રોત્સાહન માટે!!
    સપના

     

    sapana

  7. સરસ ગઝલ્
    ટેલરન ગુસ્તાખી માફ

     

    pragnaju

  8. તમારી રીતે ગઝલ સરસ લખાઈ છે.આ વધારે ગમ્યુ.
    એક શમણું આંખને નડતું રહે
    મારૂ કાજળ આંખથી દડતું રહે

     

    himanshu patel

  9. સપના બેન..ભાવોને ઝીલી ને સ્પર્શી જાય તે રીતે ગઝલમાં
    ઢાળવાની ખૂબી આપની દરેક રચનામાં તરવરે છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  10. સરસ ગઝલ!
    સુધીર પટેલ.

     

    Sudhir Patel

  11. રોજ પીઠાંમાં છે સીક્કાની ખનક
    એક ભૂખ્યું બાળ ત્યાં રડતું રહ

    સરસ મઝાની ગઝલ …. સરસ કલ્પનાઓ

     

    Narendra jagtap

  12. ફૂલનાં ‘સપનાં’ છે કંટકની વચે
    છો નડે શમણું કો’ પણ જડતું રહે
    >>>>>>>>>>>>…………………>>>>>>>>>>>>>>
    સપનાબેન,
    રચના ગમી..
    આ ઉપરના શબ્દોમાં અનેક મિત્રતા તમ જીવને વહે !
    >>ચંદ્રવદન્
    DR. CHANDRAVADAN
    http://www.chandrapukar.wordpress.com
    Chandrapukar Par Avjo !

     

    DR. CHANDRAVADAN MISTRY

  13. વાહ્…

     

    bhavesh bhatt

  14. ઘણુઁ ગમ્યુઁ, શેર કરવા બદલ આભાર.

     

    D. N. SHAH.

Leave a Reply

Message: