16 May 2011

આદિલ મન્સૂરી ગઝલ મહોત્સવ

Posted by sapana

વ્હાલાં મિત્રો ,
શિકાગો ખાતે  શિકાગો આર્ટ સર્કલ દ્વારા   શ્રી આદિલ મન્સૂરીના ૭૫ વર્ષનાં જ્ન્મદિવસ નિમીત્તે યોજાયેલ આદિલ મન્સૂરી ગઝલ મહોત્સવ મે મહીનાની સાતમી તારીખે ઈ.સ ૨૦૧૧ ના થયો…આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભારતથી શ્રી વિવેકભાઈ ટેલર અને શ્રી રઈશ મનીયાર પધારેલા..ન્યુ જર્સીથી શ્રી આદિલ મન્સૂરીના પત્ની શ્રીમતી બિસમીલ્લાહબેન મન્સૂરી પોતનાં પતિને શબ્દાંજલી આપવાં પધારેલાં .શિકાગો આર્ટ સર્કલના ધોરી નસ જેવા શ્રી અશરફભાઈ ડબાવાલા તથા તેમનાં પત્ની મધુબેન મહેતા એ આ પ્રોગ્રામ આયોજીત કરેલ અને શિકાગો આર્ટસર્કલનાં ઘણાં કવિઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધેલો..જેમાં ભરત દેસાઈ, અબ્દુલ વહીદ’સોઝ’,કમલેશ શાહ અને સપના વિજાપુરા શામિલ હતાં..
એલ્ક ગ્રોવ વિલેજ હાય સ્કુલનો હોલ ખચાખચ ગુજરાતીઓથી ભરાઈ ગયો હતો..રંગ બે રંગી કપડાંમાં ગુજરાતણો અને ગુજરાતીઓના ચહેરા ઉપર સાહિત્યનો લહાવો લેવાનો ઉમંગ હતો..અને જ્યારે રઈશભાઈએ કાર્યક્રમની ડોર હાથમાં લીધી તો શ્રોતાઓને સાહિત્ય સીવાય હાસ્ય રસનો પણ લહાવો મળ્યો.રઈશભાઈના સ્વભાવ મુજબ રમૂજી રીતે પ્રોગ્રામની શરૂઆત થઈ..ભરતભાઈ દેસાઈને પહેલો મોકો મળ્યો એમણે જુસ્સાથી પોતાની આગવી શૈલીમાં પોતાની બે ગઝલ સંભાળાવી બધાંને મંત્રમુગ્ધ કર્યા હતા.ત્યારબાદ મેં એક અછાંદસ અને એક ગઝલ સંભળાવી લોકોને વિસ્મીત કર્યા હતા.પછી બિસ્મિલ્લાહબેને પોતનાં પતિની યાદમાં એક ગમગીન ગઝલ સંભળાવી લોકોની આંખો છલકાવી દીધી હતી..કમલેશભાઈ અને ‘સોઝ’ સાહેબે પોતાની બબ્બે રચના સંભળાવીને શ્રોતાઓને આકર્ષી રાખ્યાં હતાં ત્યારબાદ  મધુબેન ની કાઠીયાવાડી ભાષામાં શબ્દોની રમઝટ બોલી હતી..અને હવે આવ્યા સૌરાષ્ટ્રના કવિવર શ્રી અશરભાઈ જેમનું એક પુસ્તક ‘ધબકારાનો વારસ’ ભાવનગર યુનીવર્સીટીમાં કોર્સ તરીકે લેવાયું છે એમણે કાઠીયાવાડીમાં ગઝલનું પઠન કરી લોકોનાં મન મોહી લીધાં હતા..

હવે શિકાગોના અતિથિનો પઠનનો સમય હતો .પહેલા આપણાં નેટ જગતના લાડકવાયા શરમાળ અને ગંભીર વિવેકભાઈ જેમનાં હાલમાં બે સંગ્રહ બહાર પડ્યા છે ‘ગરમાળો’ અને ‘શબ્દો છે શ્વાસ મારાં’.એમણે ગઝલ અને ગીતનું પઠન કરી શ્રોતાઓના હૈયાઓને જીતી લીધાં..વિવેકભાઈ મૃદુભાષી અને  મધૂર વચની છે..એમનાથી મહેફિલમાં ચાર ચાંદ લાગી ગયાં..રમૂજી રઈશભાઇએ તો પહેલેથી જ શ્રોતાઓના દિલ જીતી લીધાં હતા કાર્યક્રમનું સંચાલન એટલી સરળ અને રમૂજી રીતે કર્યુ કે અંત સુધી રઈશભાઈને સાંભળતાં થાકતાં ન હતા અને હાસ્યનાં ફુવારાઓ હાયસ્કુલનાં હોલમા ઊડી રહ્યા હતા..એમણે પોતાની ગઝલ તથા હઝલ સંભળાવી લોકોને આનંદીત કરેલા..બ્રેકમા શ્રી ખંડ ઊંધીયું અને પરોઠા ખાઈ તાજા માજા થઈ ફરી બે કલાકની શબ્દોની રમઝટ બોલી..

આ કાર્યક્રમમાં શ્રી આદિલ મન્સૂરી પણ પધારેલા!! જી હા આદિલજી..!!ટેકનોલોજી અને વિડિઓની કરામતથી શ્રી આદિલજીને અમે ગઝલ પઠન કરતાં સાંભળ્યાં..ત્યારે ખરેખર મારી આંખની ભીનાશ હું ના છૂપાવી શકી. .

બીજે દિવસે શ્રી રઈશભાઈ મણિયાર,અશરફભાઈ ડબાવાલા,મધુબેન મહેતા,ભરતભાઈ દેસાઈ અને અન્ય શિકાગો આર્ટ સર્કલના સભ્ય અને બીજાં અન્ય સાહિત્ય રસિક મારાં ઘરે પધારેલા.રઈશભાઈએ પ્રોજેક્ટર ઉપર ગઝલ કેવી રીતે બનાવવી અને છંદનો ઉપયોગ કેવી રીતે કરવો તથા લઘુ ગુરુની સમજ આપી હતી..શ્રી રઈશભાઈ સાચાં સાહિત્યપ્રેમી છે એની ઓળખ ત્યારે થઈ જ્યારે દોઢ કલાક સુધી કોઈ પણ સ્વાર્થ વગર કવિતાનાં જિજ્ઞાસુ લોકોને જ્ઞાન આપ્યું..આવાં ગુજરાતી ઉપર માન થયાં વગર ના રહે.. લંચ પછી ફરી ગઝલનો અને ગીતનો દોર ચાલુ થયો..મારૂ ઘર કવિતાઓથી ગુંજી ઊઠ્યું..આ માટે હું અશરફભાઈનો હ્ર્દયપૂર્વક આભાર માનું છું..અને સાથે મારાં પતિ શ્રી શરીફ વિજાપુરાનો પણ જે મને  લખવા માટે પ્રોત્સાહન આપે છે. શિકાગો ખાતે આવાં કાર્યક્રમ થતાં રહેશે એવી અપેક્ષા સાથે વિરમું છું.

સપના વિજાપુરા
૫-૧૫-૨૦૧૧

Subscribe to Comments

15 Responses to “આદિલ મન્સૂરી ગઝલ મહોત્સવ”

 1. સપનાબેન,
  તમે કાર્યક્ર્મનું બહુ સરસ રીતે વર્ણન કર્યું છે. એવું લાગ્યું કે જાણે તમે બધા મારા ઘરે પણ આવી ગયા અને કવિતાઓ સંભળાવી.

  ખુબ ખુબ અભિનંદન.
  – હિરેન (ઝગડાખોર)

   
 2. વાહ…સપનાંજી,
  આખોય કાર્યક્રમ જાણે તમારી સાથે બેસીને માણતા હોય એવું લાગ્યું…
  સ-રસ અને સ-વિસ્તર અહેવાલ આપ્યો સમગ્ર કાર્યક્રમનો.
  આભાર અને અભિનંદન.

   

  ડૉ. મહેશ રાવલ

 3. ખુબ ખુબ આભાર સપનાજી. તમે તો અમને શિકાગોની સફર કરાવી દીધી.આખો કાર્યક્રમ ઘેરબેઠા માણ્યો.

   

  Manhar Mody ('mann' palanpuri)

 4. સરસ અહેવાલ સપનાબેન. અમને રૂ-બ-રૂ કરી દીધાં. ઑડિયો/વીડિયો રેકોર્ડિંગ થયા હોય તો એ પણ માણવા ગમશે.

   

  Pancham Shukla

 5. વિસ્તારપૂર્વક સુંદર અહેવાલ બદલ ધન્યવાદ
  બને તો
  બીજા અહેવાલમા યુ-ટ્યુબ પર વિડીયો બતાવશો

   

  pragnaju

 6. પછી બિસ્મિલ્લાહબેને પોતનાં પતિની યાદમાં એક ગમગીન ગઝલ સંભળાવી લોકોની આંખો છલકાવી દીધી હતી
  >>>>>>>>>>>>……….>>>>>>>>>>>>…….>>>>>>
  સપનાબેન્ આટલો સુંદર અહેવાલ વાંચી જાણે એ કાર્યક્રમમાં હાજરી આપી હોય એવું જ લાગ્યું.
  ગુજરાતી સાહિત્ય ને તમે સૌ દીપાવતા રહો એવી આશા.
  >>ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting ALL to Chandrapukar !

   

  DR. CHANDRAVADAN MISTRY

 7. સપનાબહેનઃ
  નમસ્તે.

  તમારા અહેવાલમાં “આ કાર્યક્રમમાં શ્રી આદિલ મન્સૂરી પણ પધારેલા!!” વાળો ફકરો વાંચતાં આંખો ભીની થઈ. નીચેનું મારું મુક્તક યાદ આવ્યું:

  અમર આદિલને સદા યાદ કરીએ
  ‘આદિલના શેરોનો આનંદ’ લઇએ
  ગઝલ-મહફિલો જામતી હોય જ્યાં જ્યાં
  આદિલનો આત્મા સદાકાળ ત્યાં ત્યાં.

  ‘આદિલના શેરોનો આનંદ’ મારું પુસ્તક છે જે થોડા દિવસોમાં ગુજરાત ફાઉન્ડેશન પ્રગટ કરશે.

  કવિ ત્રીપુટીનો કાર્યક્રમ હવે કેલિફોર્નિયામાં છે. એ કાર્યક્રમનો અહેવાલ લખવાનું નક્કી કર્યું છે.

  –ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા
  તા.ક. ‘આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન’ પુસ્તક વિશે વધુ માહિતિ મેળવવા મને girish116@yahoo.com સરનામે ઇ-મેઇલ કરશો.

   

  Girish Parikh

 8. ‘આદિલના શેરોનો આનંદ’ પુસ્તક મેં બિસમીલ્લાહબહેન મન્સૂરીને અર્પણ કર્યું છે. એમણે પુસ્તકમાં ‘આવકાર’ પણ લખ્યો છે. આદિલના સૌ ભાવકોને પુસ્તક વિશે વધુ માહિતિ મેળવવા મને girish116@yahoo.com સરનામે લખવા વિનંતી કરું છું.
  –ગિરીશ પરીખ

   

  Girish Parikh

 9. કાર્યક્રમનેી વિગ વાંચતા એવું લાગ્યુ કે અમો પણ કાર્યક્રમમાં હાજર હતાં.
  તમને મળેલી સુંદર આવી સુંદર તક..રઈશભાઈને તમારેી મહેમાન્ગીરી માણી.આનંદ થયો,

   

  vishwadeep

 10. આભાર !

   

  વિવેક ટેલર

 11. શિકાગોની આ મહેફિલ આજીવન યાદ રહેશે… આ મહેમાનગતિ અને આ શ્રોતાગણ અદભુત હતા…

   

  વિવેક ટેલર

 12. સુંદર અહેવાલ, આદિલ મહોત્સવ અને ભાષાકીય સતપ્રવ્રુત્તિ માટૅ ..આપને અભિનંદન

   

  dilip

 13. આદરણીયશ્રી. સપનાબેન

  ખુબજ સરસ વર્ણન આપે કર્યુ જાણે

  અમો પણ આપની સાથે સહભાગી બન્યા ન હોય તેવો અહેસાસ

  થયો

  ” આદિલને આ ” દિલ ” પ્રેમ કરશે સદાય,

  તમને મારા કોટિ કોટિ વંદન.”

  કિશોર પટેલ

   

  Dr.Kishorbhai Mohanbhai Patel

 14. સરસ… !

   

  Pinki

 15. સપનાબેન, કાર્યક્રમ નો કે ઘરનો કે બન્ને, ઓડેીયો કે વિડેીયો હોયતો આપનાઁ બલોગ માઁ પોસ્ટ કરવા વિનઁતેી, મને તે માઁણવુઁ ગમશે, આભાર.

   

  D. N. SHAH.

Leave a Reply

Message: