9 May 2011

મધર્સ ડે

Posted by sapana

વ્હાલાં મિત્રો ,
આજ માત્રુ દિન નિમીત્તે આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છા…માત્રુ દિનની શુભેચ્છા દરેકને આપી શકાય …અહીં આ જગતમાં તમે આવ્યા એટલે તમે પુરુષ હોકે સ્ત્રી એક ઉદરમાં જન્મ પામ્યા છો અને એ તમારી માતાનું ઉદર છે…એટલે ..માત્રુ દિન બધાં એ ઉજવવો જોઇએ..જો કે આમ તો તો હર દિન માત્રુ દિન હોવો જોઈએ ..પણ કોઈ એક દિવસ પસંદ કરીને માતાને માન આપવું હોય તો એમાં કાંઇ ખોટું નથી…કોઈ રોજ રોજ માં ને I love you mom એવું નથી કહેતા હોતાં કોઇ દીકરો કે દીકરી માં ને ફૂલો લાવીને માને ગળે લાગીને ..I love you so much..you are my world!!કહે તો..બસ માંની આંખોમાં અશ્રુઓની ધાર થઈ જાય..આજ મારી સાથે આમ જ બન્યું ..અને દિલમાં ખુશીના ઝરણા ફૂટી ગયાં.. અને દિલમાં થી દુઆઓ નીકળી ગઈ..આમ તો ચોવીસ કલાક મા નું કામ બાળકો માટે દુઆઓ કરવાનું છે… આ પ્રસંગે મને એક બીજી મા યાદ આવી ગઈ…જે અત્યારે આ દુનિયામાં દેહ સ્વરુપે નથી ..પણ એનો આત્મા મારી સાથે જ..મારી મા…!!

 

મધર્સ ડે છે
બા એડ્રેસ આપો ને
કાર્ડ મોકલું

તું  ત્યાં આરામ ખુરશીમાં બેઠી છો

તારાં જૂનાં ધોયેલાં સાડલાની

મહેકથી આ ઓરડો મહેકી રહ્યો છે

મારું હર્યુ ભર્યુ ઘર જોઈને તું મરકી રહી છે

તારા ખડબચડાં હાથ મારા માથાં પર મૂકીને

સુંવાળો આશીર્વાદ આપી રહી છે..

તું જ્યાં ક્યાંય પણ છે

હું મારામાં તારી હાજરી અનુભવું છું

અને આપણી મુલાકાત થશે…જરૂર થશે..

પણ ક્યારે એ મને ખબર નથી..

પણ આટલું હું જરૂર જાણું છું કે

એ સમય  દૂર નથી,

દર વરસે મધર્સ ડે આવે ત્યારે..

હું મારાં જીવનનું એક વરસ ઓ કરું

આપણાં બન્ને વચેનું અંતર

એક વરસ ઘટીને ઓછું થાય..

સપના વિજાપુરા

૫-૮-૨૦૧૧

Subscribe to Comments

9 Responses to “મધર્સ ડે”

 1. દર વરસે મધર્સ ડે આવે ત્યારે..

  હું મારાં જીવનનું એક વરસ ઓછું કરું

  આપણાં બન્ને વચેનું અંતર

  એક વરસ ઘટીને ઓછું થાય..

  સપના વિજાપુરા

  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>.>>>>>
  સપના…માતાની યાદ તમારી….અને મારી માતા પણ યાદ આવી ગઈ…એ છે પ્રભુધામે પણ એ તો છે મારા હૈયામાં !
  સરસ પોસ્ટ !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  New Post on Chandrapukar..Inviting all !

   

  DR. CHANDRAVADAN MISTRY

 2. હ્રદયસ્પર્શી…

  “‘હું મારાં જીવનનું એક વરસ ઓછું કરું
  આપણાં બન્ને વચેનું અંતર
  એક વરસ ઘટીને ઓછું થાય..””

  કશીક નવી વાત..કલ્પના ગમી ગઈ.

   

  devika

 3. તું ત્યાં આરામ ખુરશીમાં બેઠી છો
  તારાં જૂનાં ધોયેલાં સાડલાની
  મહેકથી આ ઓરડો મહેકી રહ્યો છે….
  ગુજરાતી કવિતામાં માની એક નવી ઇમેજ પ્રાપ્ત થઈ,ક્યારેક ક્યાંક એનો
  ઉલ્લેખ જરુર થશે.મધર્સ ડે નિમિત્તે યાદકારક કાવ્ય આપવા બદલ આભાર
  ાને મધર્સ ડે મુબારક…

   

  himanshu patel

 4. સરસ પ્રાસંગિક કાવ્ય.

   

  Pancham Shukla

 5. મધર્સ ડે છે
  બા એડ્રેસ આપો ને
  કાર્ડ મોકલું
  હું મારાંમાં તારી હાજરી અનુભવું છું
  અને આપણી મુલાકાત થશે…જરૂર થશે..

  તારા ખડબચડાં હાથ મારા માથાં પર મૂકીને
  સુંવાળો આશીર્વાદ આપી રહી છે..

  સપનાજી, ખુબ જ હ્રુદયશ્પર્શી…મા વિષે હાઈકુ અને કાવ્ય શ્પર્શી ગયા લઈ ગયા સંતાનને મા સુધી…આન્ય સબંધ બાંધેલ પણ આ મળેલ છે..અન્ય તુટે પણ માત્રુભાવનો ઝરણ સ્રોત કદી ન ખૂટૅ..

  દરવાજે સારે બંધ કર ઠુકરા દિયા સભીને
  ઓ લાલ મેરે આજા કહ ગૌરવ બઢા દિયા
  સ્ંસારમેં સબસે જિયાદા મા તુમ હો મહાન
  ઈસિલીયે ઓ મા તુઝે બારબાર પ્રણામ ….
  મમતામયી કરુણામયી
  ઓ માત્રુરુપ મહેશ્વરી..

   

  dilip

 6. માતૃદિનના અભિનંદન
  સર્વે માતાઓને અને માતૃહ્રુદયવાળાઓને

   

  pragnaju

 7. હું મારાંમાં તારી હાજરી અનુભવું છું

  અને આપણી મુલાકાત થશે…જરૂર થશે..

  પણ ક્યારે એ મને ખબર નથી..

  પણ આટલું હું જરૂર જાણું છું કે

  એ સમય દૂર નથી,

  દર વરસે મધર્સ ડે આવે ત્યારે..

  હું મારાં જીવનનું એક વરસ ઓછું કરું

  એક એક શબ્દ હૃદયમાંથી લાગણીઓ વડે ઝબોળીને આપે લખ્યા છે.
  Happy mothers’Day.

  Ramesh Patel(Aakashdeep)

   

  Ramesh Patel

 8. મધર્સ ડે છે
  બા એડ્રેસ આપો ને
  કાર્ડ મોકલું …

  touching ..

   

  Daxesh Contractor

 9. સરસ ભાવ અભિવ્યક્તિ. હાં છેલ્લે વર્ષોનુ અંતર ઘટે, એ નવો વિચાર.
  સરયૂ

   

  saryu

Leave a Reply

Message: