4 May 2011

ચકો-ચકી

Posted by sapana


એક હતો ચકો અને

એક હતી ચકી

ચકી લાવી પીઝાનો રોટલો

ચકો લાવ્યો ચીઝ ને સોસ,

બન્ને એ મળી બનાવ્યો પીઝા,

ફેમેલી રૂમમાં કોફી ટેબલ પર

ગોઠવાયો પીઝા

ડ્રેનો તરીકે આવી કોક

કાચો પાકો પીઝા ગળે ઉતાર્યો

કોક પી પીને..ડિનર થયું પૂરું

હવે ઝપાઝપી થઈ રીમોટ માટે

એક્ને જોવા ન્યુઝ અને બીજીને સીરયલ

ચકી રીસાઈને ભાગી ગઈ પોતાનાં રૂમમાં

અહીં  હોય છે ‘પોતાનાં’ રૂમ..’આપણાં’ હોતાં નથી..

લેપટોપ ખોલી ચકી બની ગઈ કોયલ

નીચે ચકો લેપટોપ ખોલી બની ગયો પોપટ..

ફેસબુકમા થવા લાગી રસમય ગોષ્ટી..

“કેમ છો, કોયલજી?”

“મજામાં,પોપટજી..”

જમ્યા કોયલજી?”

“હા હા જમ્યાને”

શું જમ્યા?

આજ તો ભરેલા રીંગણ.પૂરી શ્રી ખંડ

દાળ ભાત, કઠોળ..કચુંબર…”

“વાહ,વાહ કોયલજી મોંમા પાણી આવી ગયું

તમારાં પતિ ભાગ્યશાળી છે…

“હા જુઓને અમે અમેરિકામા રહીએ

પણ ખાવા તો બરાબરજોઈએ  હા..અમારાં એમને ના ચાલે..”

પોપટજીનું હૈયું વલોવાઈ ગયું..

સારું સારું અમે તો આજે કાચો પાકો પીઝા ખાધો.”

અરે હોય નહીં..સાચે જ?

“હા હા સાચે જ..”પોપટનાં જાણે આંસું નીકળી આવશે..

ચાલો પોપટજી,ઊંઘ આવે છે

નાઈસ ટોકીંગ ટુ યૂ..હા મળતા રહેશો.”

“ચાલો કોયલજી શુભરાત્રી..”

ચકીએ લેપટોપ બંધ કર્યુ

ચકાએ લેપટોપ બંધ કર્યુ

બીજે દિવસે…

સવારે ચા બની ચકો ચકી વધેલો પીઝા લઈ જોબ પર ઊપડ્યા…

આજનાં દિવસનાં રૂટીનમાં કોઈ ફરક ન હતો..

અરે ના ના…ચોક્કસ  ફરક હતો..આજે પીઝા ને બદલે ટાકોઝ હતા..

આમ છતાં  ચકો ચકી હેપીલી લીવ એવર આફટર..

ખાધું પીધૂને રાજ કર્યુ..

આંબે આવ્યા મોર ને વાર્તા કહેશું પોર..

સપના વિજાપુરા
૦૫/૦૩/૨૦૧૧

Subscribe to Comments

13 Responses to “ચકો-ચકી”

  1. પશ્ચિમની જીવન પધ્ધતિની મઝાની પૅરડી

     

    pragnaju

  2. બહુ સરસ- લેપટોપ ને અંદર લાવ્યા તે ગમ્યું.

     

    Harnish Jani

  3. ખાધું પીધૂને રાજ કર્યુ..

    આંબે આવ્યા મોર ને વાર્તા કહેશું પોર..
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    સપનાબેન્ આ તો બાળવાર્તાની જેમ જ કાવ્યજેવી ચકા/ચકીની કહાણી.
    હવે તો એક વર્ષ બીજી વાર્તા માટે વાટ જોવી પડશે !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    See you on Chandrapukar for the New Post !

     

    DR. CHANDRAVADAN MISTRY

  4. બહુ મજાની વાત,
    ાને સરસ રીતે કહેવાઈ છે.
    ઘણી ગમી.

     

    urvashi parekh

  5. બહુ મજાની વાત.
    સરસ રીતે કહેવાણી છે.
    ઘણી ગમી.

     

    urvashi parekh

  6. વાહ વાહ આજને ઉજાગર કરી …એક વાત કહું તમને દેશ પ્રેમ અંદરો દર સતાવી રહ્યો છે… આ આપના કાવ્ય માં વ્યંગ છે તે સમજાય છે….મેરા ભારત મહાન….

     

    Narendra Jagtap

  7. ત્રીજો આવ્યો અમદાવાદી
    સાથે લાવ્યો ભાઈબંધ એક
    ——————————
    ‘ફેસબુક ‘
    http://dhavalrajgeera.wordpress.com/2011/05/04/facebook/

     

    સુરેશ જાની

  8. આજના જમાનાની સુંદર તાસીર. મજા પડી ગઈ ,આ સુંદર વ્યંગ કવનથી.

    આવી રચનાઓ અલગ તરી આવે છે…ખૂબ ખૂબ અભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  9. ખુબ જ રસાળ અને ગમી ગઈ આ ચક અને ચકીની કવિતા કાયે પુરી થઈ ખબર જ ના પડી..સુંદર છે…

     

    dilip

  10. ખુબ જ રોચક રીતે આધુનિક રજુઆત..આજે આપના શહેરમાં ભવ્ય મુશાયરો હશે જેમાં આપ ભાગ લેશો…આપને શુભેચ્છા.

     

    dilip

  11. 🙂

     

    Pinki

  12. વાહ ભાઈ વાહ

     

    અશોક પુરોહિત

  13. ઘણુઁ ગમ્યુઁ, શેર કરવા બદલ આભાર.

     

    D. N. SHAH.

Leave a Reply

Message: