23 Apr 2011

મેહુલો

Posted by sapana


મિત્રો,


શિકાગોમાં અત્યારે વરસાદની ઋતુ ચાલી રહી છે…અને વરસાદને જોઈને  મલપતું કાવ્ય બની ગયું આશા છે આપને ગમશે…ઘણું કહેવું હતું પણ નથી કહેવાયું..થોડાંમાં જાજુ સમજવું…

સપના

ગરજતો ને વરસતો મેહુલો આવ્યો
તરસતોને તલપતો મેહુલો આવ્યો

કડકતી વીજ ડસતી વિજોગણને
ચમકતો ને કડકતો મેહુલો આવ્યો

છે ઘૂંઘટમાં નવેલી નાર શરમાતી
મરકતોને મલપતો મેહુલો આવ્યો

ધરા તરબોળ  થઈ છે પ્રેમમાં મેહથી
છલકતો ને ઢલકતો મેહુલો આવ્યો

લચે ફૂલો ને ભીંજાઈ કળીઓ પણ
લચકતો ને લપટતો  મેહુલો આવ્યો

નરમ ધરતી પહેરે ચૂંદડી લીલી
હરખતો ને અડકતો મેહુલો આવ્યો

વહાલો છે વહાલાં સમ એ ‘સપનાં’નો
લપકતો ને ઝપકતો મેહુલો આવ્યો

સપના વિજાપુરા

૪-૨૨-૨૦૧૧

Subscribe to Comments

11 Responses to “મેહુલો”

  1. વર્ષાના વધામણાં …. અહીં લોસ એન્જલસમાં પણ થોડા થોડા દિવસે પધરામણી થયા કરે છે.
    ધ્યાન દોરવાનું મન થાય છે … મલપતો કાફિયા બે વાર વપરાયો છે …

     

    Daxesh Contractor

  2. આભાર દક્ષેશભાઈ!
    સપના

     

    sapana

  3. સપનાજી સુંદર વસરાદના વધામણાનું પ્રેમાળ વિધાયક કાવ્ય…ગમ્યુ..
    ધરા તરબોળ થઈ છે પ્રેમમાં મે’ની… આ ન સમજાયું

     

    dilip

  4. સરસ, વરસાદની રમઝટ અને એના નર્તનનું કર્ણચિત્ર કાફિયામાં ઝીલાયું છે.

     

    himanshu patel

  5. ગમ્યું. કેટલાક શબ્દો બદલી એનું સુંદર બાલગીતમાં રૂપાંતર પણ થઈ શકે! સપનાબહેન, એમ કરો તો આ મૂળ ગીત પણ રહેવા દેજો.
    –ગિરીશ પરીખ

     

    Girish Parikh

  6. નરમ ધરતી પહેરે ચૂંદડી લીલી
    હરખતો ને અડકતો મેહુલો આવ્યો

    >>>>>>>>>>>>>>>>>>
    સપનાજી..બહાર વરસતા મેહુલાને નિહાળી…આ રચના ! સુંદર !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Inviting all to Chandrapukar !

     

    DR. CHANDRAVADAN MISTRY

  7. મલપતા મેહુલાને યથાર્થ રીતે વધાવતી અભિવ્યક્તિ.

     

    Pancham

  8. હરખતો ને અડકતો મેહુલો આવ્યો
    ………………..
    વરસાદ મેઘ મેહુલો કવિ હૃદયે સુંદર રીતે ઝીલ્યો.

    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  9. સરસ રચના. અહી ઈન્ડીયામાં કાળઝાળ ગરમીમાં પણ ભીજવી ગઈ.

     

    Manhar Mody ('mann' palanpuri)

  10. અહાહા….એકદમ મીઠું મીઠું

    સ્નેહા..

     

    sneha

  11. ઘણુઁ ગમ્યુઁ, શેર કરવા બદલ આભાર.

     

    D. N. SHAH.

Leave a Reply

Message: