એ લોકો

એ લોકોને પડી નથી

એ કેવા દેખાય છે

એમને  લિપસ્ટિક  નથી   લગાવવી

એમને મેઇકઅપ ના લપેડામાં રસ નથી

એમને સૂટ અને ટાઈ નથી પહેરવાં

એમને ડિઝાઇનર કપડાં  પહેરવાં નથી

એમને ડિઝાઈનર શુઝ જોઈતા નથી

એમને  બોડી ઓડરની  પડી નથી

એમને મોટાં મોટાં ઘરની પડી નથી

કે એની સજાવટની પડી નથી

એમ ના ઘર કેવા દેખાય એમને પડી નથી

એમને કોઈની સાથે રસાકસી નથી

એ દુનિયાની દોડમાં કોઈની સાથે રેઇસમાં નથી

મોંઘી મોંઘી રેસ્ટોરાન્ટ જવાની એમને જરૂર નથી

એમને  પ્રેમની જરૂર નથી

એમને સુખ દુખની લાગણી થતી નથી

એ લોકો કદી ‘સપના’ જોતા નથી

એ છે એ લોકો

જે ફ્કત ને  ફકત ઈશ્વરનાં આદેશ પર

કબરમાંથી માટીવાળાં કફન સાથે ઊભા થઈને

નત મસ્તકે હરોળમાં ઊભાં છે

એ લોકો કુદરતનાં ફેંસલાની રાહ જુએ છે

એ લોકો જે આપણી વચ્ચે હવે નથી..

સપના વિજાપુરા

૪-૨-૧૧

15 thoughts on “એ લોકો

 1. pragnaju

  સચોટ વાત્
  એમને પ્રેમની જરૂર નથી
  સુખ દુખની લાગણી નથી થતી..
  એ લોકો કદી ‘સપના’ જોતા નથી
  એ છે એ લોકો………………
  વિચાર આવે…આપણે પણ ???

 2. urvashi parekh

  સરસ રચના.
  જે આપણા વચ્ચે નથી.તેઓ માટેની સંવેદના સરસ રીતે શબ્દો માં મુકાઈ છે.

 3. dilip

  એ લોકોને નથી પડી….
  કોઇને કોઇની નથી પડી
  બહુ સરસ…

 4. Ramesh Patel

  આ જગતમાં આવી સફરની વાત પણ સામે સરકતી જોવા મળે.
  સરસ રીતે વેદનાઓ ઝીલી…સપનાબેન.

  રમેશ પટેલ(આકાશદીપ)

 5. sapana

  પ્રિય લતાબેન
  એ લોકો એટલે જે લોકો આપણી વચે નથી..પ્રભુને પ્યારા થયા છે..
  સપના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.