22 Mar 2011

મોત

Posted by sapana


મિત્રો,

આજે ફરી એક દુખદ સમાચાર સાથે આવી છું. દુખોનાં છટકાવ નથી હોતાં દરિયા હોય છે..છેલ્લાં બે ત્રણ મહિનાથી અલ્લાહને આરામ નથી અને મને પણ…પણ હું અલ્લાહ પર વિશ્વાસ રાખું છું કે એજ મારાં બધાં દુખ દૂર કરશે…આજે મારાં મોટાં જીજાજીના મૃત્યુનાં સમાચાર મળ્યા..મારી મોટી બહેન મગજથી સુન્ન થઈ ગયેલાં મારાં વ્હાલા જીજાજીને લઈને એક હોસ્પીટલથી બીજી હોસ્પીટલમાં ફરતી હતી..કે કોઈ થોડાં શ્વાસ ઉછીના આપે અને મોતનો વિકરાળ પંજો ફરી વળ્યો.મારી સાવિત્રી જેવી બહેન સત્યવાનને ના બચાવી શકી..આ મુકતક સાથે આવી છું..આપની પાસે..આમ તો મારું મગજ પણ આજ સુન્ન છે..પણ..

મોત તારા હાથમાં બસ અંત છે
જિંદગી તો બસ ઘડી ભર સંગ છે
એક પળમાં  લૂટી લે છે સર્વસ્વ
છૂટતા જો શ્વાસ ફીકા  રંગ છે…

સપના વિજાપુરા

Subscribe to Comments

20 Responses to “મોત”

 1. ઈન્ન લિલ્લાહે વઇન્ન ઇલયહે રાજેઉન(પ્રત્યેક વસ્તુ અલ્લહના તરફથી છે અને અલ્લાહ પ્રતિ એણે પ્રયાણ કરવાનું છે.) કુલ્લો નફસીન ઝાએકતુલ મૌત(દરેક આત્માએ મૃત્યુનો સ્વાદ ચાખવો પડશે)
  રબ્બુલ કરીમ મર્હુમની બાલ બાલ મગફિરત ફરમાવે.અને આપને આપની મોતી બહેન સર્વે કુટુંબી જનોને સબ્રે જમીલ અતા ફરમાવે. આપનાં આ દુ:ખમાં દુ:ખી અને દિલથી ભાગીદાર છીએં. અલ્લાહ આપને આપની બહેન સર્વે કુટુંબને હિમ્મત અતા ફરમાવે(આમીન) —દુઆગો
  મુહમ્મદઅલી વફા

   

  Wafa

 2. સપનાબેન,
  આ પોસ્ટ વાંચી, તમારા જીજાજીના અવસાનના સમારા જાણી, ખુબ જ દીલગીરી.
  અને આશ્વાશનરૂપે લખું છું…..
  જીજાજી તો ખુદા પાસે,
  જીજાજી તો મોટી બેનની પાસે,
  છે બેનના હૈયામાં,
  છે સપનાના હૈયામાં,
  જે જન્મયા તેને એક દિવસ જવાનું,
  ગયાનું દર્દ જરૂર દીલમાં રહેવાનું,
  ખુદાની દુઆઓ સાથે હવે જીવવાનું,
  યાદ એમની કરી, અંજલી આપી જવવાનું !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Please revisit Chandrapukar for the New Posts !

   

  DR. CHANDRAVADAN MISTRY

 3. હજરત મહંમદે આ વિશે કહ્યું છે કે, ‘આપણે મોત પ્રત્યે બેપરવાઇ ધરાવીએ છિએ, પણ મોત આપણાં પ્રત્યે બેપરવાઇ ધરાવતું નથી.’… … ‘જેઓ આજે ધરતીની સપાટી ઉપર ચાલે છે, એક દિવસ તેને ધરતીની નીચે દફન થઇ જવું પડશે.’
  ردو « …ઈશ્વરને પ્રાર્થના કે એમને જન્નત અતા કરે

  માલી આવત દેખકે કલીયોં કરી પુકાર। ફૂલફૂલ તુમ ચુન લો, કાલ હમારી બાર॥ – કબીર

   

  pragnaju

 4. આપના જિજાજી ના આત્માને, ખુદા સદગતિ આપે એવી પ્રર્થના..!!

   

  Chetu

 5. સપનાજી, આપના જીજાજી ના પરલોક ગમને આપને પરિવારને ખુબ જ દુ; આવી પડ્યું..ત્યારે અંતઃકરણ પૂરવક અંજલિ..આગમન ગતિ અને ગન્તવ્યનો માર્ગ બધાનો એક જ છે જીવનમાં ભલે..સબંધી દૂર હોય..હિન્દુ -મુસ્લીમ-ખ્રિસ્ત રસ્તા..ભલે અલગ હોય તેનું કેમ ગુમાન્.. પણ્ અને દુઃખ બધાને સરખા જ્આ ધરતી પણ બધાની જ બધાએ એક દિ જવાનું જ છે. આપના જીજાજીના આત્માને અંજલિ..

   

  dilip

 6. ઈન્ના લિલ્લાહે વ ઈન્ના એલયહે રાજેઊન

  અમારા મુસા પરિવાર વતી ખિરાજે અકીદત પેશ કરતાં અમે પાક પરવરદિગાર આગળ માસુમીન (અ.સ.)ના વસીલાથી દુઆ ગુજારીએ છીએ કે મરહુમની રૂહને જન્નતમાં આલા દર્જ્જો એનાયત થાય અને આપ સર્વે કુટુંબીજનોને સદમો સહન કરવાની નેક તૌફિક મળી રહે. (આમીન)

  આપનું આત્મલક્ષી મુક્તક જિંદગી અને મોતને સુપેરે સમજાવીને દિલને ઢંઢોળી ગયું..

   

  Valibhai Musa

 7. સદગતના આત્માને ઈશ્વર શાંતિ આપે એ જ પ્રાર્થના.

   

  himanshu patel

 8. ભગવાન તેમના અત્માને ચીરશાંતી પ્રદાન કરે,
  તમને અને તમારા કુટુંબ ને આ અસહ્ય આઘાત સહન કરવાની શક્તી આપે,
  તેવી પ્રભુ પાસે પ્રાર્થના. અમે તમારી સાથેજ છીયે.
  શાંતી રાખશોજી.

   

  urvashi parekh

 9. ઇન્નાલિલ્લાહે વ ઇન્નાએલયહે રાજેઉન.

  બહેન ખુદા આપના જીજાજી ને જન્નત નસીબ કરે અને તમારી બહેન તમને અને તમારા પરિવાર પર આવી પડેલ આ અણધાર્યા આઘાત ને સહન કરવાની તાકત આપે|

   

  razia mirza

 10. પ્રભૂ એમના આત્માને શાંતી બક્શે-અને તમારા કુટુંબને દુખ સહન કરવાની તાકાત આપે.

   

  Harnish Jani

 11. સપનાજી,

  આપના જીજાજીના સ્વર્ગવાસથી આપને દુંખ થાય તે સ્વાભાવિક છે.કારણકે આપણે માનવ જાત છીયે. મોહમાયાના બંધનોથી જકડાયલા છીયે. આપણે બધા જ જાણીયે છીયે કે જવાનું તો બધાને જ છે છતાં કોઇ સ્વજનની વિદાય દુઃખદાયી હોય છે. પરમક્રુપાળુ પરમાત્મા આપને, આપનાં બહેનને અને સૌ કુટુંબીજનોને આ કારમો આઘાત સહન કરવાની શક્તિ અને સમજ આપે અને દિવંગત આત્માને શાશ્વત શાંતિ આપે એજ પ્રાર્થના. આમીન

  આપનું મુક્તક આપના હ્રદયની વેદનાનું ધ્યોતક છે.

   

  Manhar Mody ('mann' palanpuri)

 12. Assalamu Alaikum,
  Sis. banuben and Shareefbhai:
  Inna Lillahe we Inna Elaihe Rajeoon
  We pray to Allah(s) to shower His mercy on the deceased, forgive his all short comings, grant him Jannatul Firdaus and give patience to all family members in this time of great loss.
  Usman and Farida

   

  sapana

 13. kudarat aa dukh sahevani aapne takat aape avi prarthna

  krushna dave

   

  sapana

 14. Dear Sapanaben & all family members,
  Innalillahe-alehe va rajeoon…….
  Salam.
  Our heartiest condolence to our family members and we pray to all mighty Allah to grant him a chosen place in the Heaven,Inshaallah.
  Take care..
  Khudahafiz
  Akbarali Musa

   

  sapana

 15. ઐય મોત,
  હજારો શક્યતાઓ ઓઢી
  તારી સોડમાં સૂતી જીંદગી,

  પણ સળવળી ઉઠી, શા માટે ?
  બસ, એક જ નિશ્ચિત શક્યતા
  તારી ઉપસ્થિતીની ઐય મોત?
  ખલાસ, ખેલ ખતમ !!
  અને-
  ચૂર ચૂર છે સપના–
  મોત તારા હાથમાં બસ અંત છે
  જિંદગી તો બસ ઘડી ભર સંગ છે
  એક પળમાં લૂટી લે છે સર્વસ્વ

   

  P U Thakkar

 16. ખુબ જ દીલગીરી…આ વિપદાની પળોમાં અનુભવાય છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

   

  Ramesh Patel

 17. આપના જિજાજી ના આત્માને ખુદા જન્નત બક્ષે અને આપ સૌ કુટુંબીજનોને આઘાત સહન કરવાની શક્તિ આલે એવી દુઆ!

  સુધીર પટેલ.

   

  sudhir patel

 18. બહેન સપનાજી; આપની પોસ્ટ વાંચીને હ્ર્દય દ્રવી ઊઠ્યું..આશ્વાસન માટેના ય શબ્દો જડતા નથી..પણ હ્ર્દય જરૂર ભારોભાર વેદના અનુભવે છે.હું એક વીક માટે બહાર હતી માટે સોરી આપના આઘાતમાં સહભાગી બનવા માં વિલંબિત થઈ છું; તે બદલ મને માફ કરશોજી.. ભાવના અને લાગણીઓના પ્રવાહને ભલા કોઈ રોકી શક્યું છે ખરું? એના માટે શબ્દો પણ વામણા ક્યારેક સાબિત થાય એવી આ વેળાએ હું પરમકૃપાળુ પરમાત્મા, પરવરદિગાર, એક જ તે રુહને શુકુન બક્ષે એવી મારી અંત:કરણપૂર્વકની પ્રાર્થના અને આપની મારા આશ્વાસનના બે બોલરૂપે…જાનેવાલે કભી નહીં આતે..જાનેવાલેકી યાદ આતી હૈ..દિલ એક મંદિર હૈ..હમ યાદોં કે ફૂલ ચઢાયેં ઔર આંસુ કે દીપ જલાયે.. યાદ તો અમર હૈ….આપને અને આપની બહેન અને પરિવારજનોને આ આઘાતને સહન કરવા શક્તિ બક્ષે એવી પરમકૃપાળુ પરવરદિગાર પરમાત્માને હ્રદયપૂર્વકની પ્રાર્થના..ઉષા

   

  ushapatel

 19. આજે એકસાથે તમારી બધી પોસ્ટ જોઉ છુ…

  ઇશ્વર તમને આ દુખ સહન કરવાની શક્તિ આપે..

   

  Lata Hirani

 20. like it very much, thanks for share to us, thanking you.

   

  D. N. SHAH.

Leave a Reply

Message: