ધરતીનો છેડો ઘર


મિત્રો,

ભારતની યાત્રા કરીને આવી..તો મારાં હમસફર મારાં જીવન સાથીને મળવા મન ખૂબ ઉત્સુક હતું..વલીભાઈ મને મળવા આવેલા અને અચાનક આ પંક્તિઓ સુઝી ગઈ..મે એમને ત્યાં જ આ પંક્તિઓ સંભળાવી..અને ઘરે આવીને આ ગઝલ પૂરી કરી…મારાં પતિને આ ગઝલ સપ્રેમ ભેટ કરું છું..કદાચ એમાં ચમત્કૃતી નહીં દેખાય પણ સ્નેહ ભરપૂર છે…મારં પુત્ર માટે પણ વાત્સલ્ય છે..તમારા બન્નેની ખૂબ જ  યાદ આવી …


ઘર ઘર ઘર ધરતીનો છેડો ઘર છે
મન મન મન પ્રિયને મળવા તત્પર છે

યાદોનાં દીપક સળગે છે દિલમાં
તર તર તર મારી આંખો પણ તર છે

અંતર ઘટતા ધીરે ધીરે આ તો
ઘટ ઘટ ઘટ ઘટના નાં આ અવસર છે

છે સંબંધો નાજુક ફૂલો જેવાં
નવ નવ નવ દિલમાં ચાહત નવતર છે

સ્મરણ તારું મનને મીઠું કરતું
મધ મધ મધ જેવો  છોરો જીગર છે

‘ સપના’ જો જે અટકે ના તારાં શ્વાસ
પળ પળ પળ  તેનું આંખોમાં દર  છે

સપના વિજાપુરા
૨/૨૭/૨૦૧૧

16 thoughts on “ધરતીનો છેડો ઘર

 1. dilip

  સપનાજી, મન મન મન્..આપ નવતર પ્રયોગ ગઝલમાં લઈ આવ્યા..માણવી ગમે તેવી આ ગઝલ છે. રચનામાં આપે કહ્યું તે સબંધોની વાત્ છે અને જીવન પણ તે જ ભાવથી હર્યુ ભર્યુ રહે તે શુભેચ્છા..

  ઘર ઘર ઘર ધરતીનો છેડો ઘર છે
  મન મન મન પ્રિયને મળવા તત્પર છે
  અંતર ઘટતા ધીરે ધીરે આ તો
  છળ છળ છળથી મન આ પર છે/….અહીં છંદ તૂટે..
  છે સંબંધો નાજુક ફૂલો જેવાં
  નવ નવ નવ દિલમાં ચાહત નવતર છે

 2. Valibhai Musa

  Sapnaben,

  Salaam.

  I exactly remember this burden line (Ghar Ghar Ghar Dhartino Chhedo Ghar Chhe) you had recited in Mini Mushayara at our home. Mr. Sureshbhai Jani, Mr. Kirit Trivedi, yourself and all my family members had been the participants in the event.

  Your Gazal ‘Dharatino Chhedo Ghar’ is subjective and that is why it is live.Our Beloved ones are valued high when they are away from us.

  Repetitions of certain words thrice sound nicely and make a very good rhythm.

  Congratulations.

  With Warm regards,

  Valibhai & family

 3. સુરેશ જાની

  ઘર ઘર ઘર
  મન મન મન
  તર તર તર
  છળ છળ છળ
  નવ નવ નવ
  મધ મધ મધ
  પળ પળ પળ

  લય લય લય

  રદિફ કાફિયાની ચીલાચાલુ રફ્તારથી અલગ આ લય ગમી ગયો.
  હું પાછો આવ્યો ત્યારે મનેય આમ જ થ્યું;તું

 4. DR. CHANDRAVADAN MISTRY

  આ નવી રીત…અને દિલીપભાઈ..વલીભાઈ..અને સુરેશભાઈએ એમના વિચારો લખી વધાવી લીધી….સુંદર !
  આજે હું આવ્યો..વાંચી ખુશ છું !
  યાદ કોઈ મનમાં રાખે,
  યાદ કોઈ શબ્દોમાં પ્રગટાવે,
  એ જ શબ્દો કોઈ વાંચે
  કોઈક વાંચી, મનમાં રાખે,
  કોઈક ફરી શબ્દોમાં કહે,
  પણ મન કે શબ્દોમાં ચંદ્ર રહે !

  Sapana..Nice Post !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  See you again on Chandrapukar !

 5. pragnaju

  સ્મરણ તારું મનને મીઠું કરતું
  મધ મધ મધ જેવો છોરો જીગર છે
  ખૂબ સરસ
  ઓછા શબ્દોમાં અધિક આશય વ્યક્ત કરવાની
  ક્ષમતાને અર્થગૌરવ કહેવાય છે

 6. Daxesh Contractor

  સુંદર પ્રયોગશીલ ગઝલ .. પુનરાવર્તનને કારણે ઉત્પન્ન થતો લય ગઝલને વધુ આસ્વાદ્ય બનાવે છે.

 7. manav

  સરસ ગઝલ..

  “ધરતીનો છેડો ઘર” એક ગુજરાતી ફિલ્મ પણ છે..

 8. Narendra Jagtap

  સપનાબહેન …ઉરમાંથી જે સ્વંયભુ ઉર્મિઓ નિકળી તે ખરેખર દિલને સ્પર્શે છે… અને આપની રચનામાં ઉમળકો વર્તાય છે … બસ એને નિહાળવા કાવ્યચક્ષુ જોઇએ….

 9. sudhir patel

  લાગણીમય લયાત્મક ગઝલ!
  સુધીર પટેલ.

 10. Ramesh Patel

  ધરતીનો છેડો ઘર..આપણે એકલા નીકળીએ ત્યારે સ્વજન અને ઘરની
  હૂંફની કિમત મનને ઘેરી વળ છે. આપના દરેક શબ્દ ઘરની સુગંધની
  વાત કહેવા માગે છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 11. Pancham Shukla

  ઘર ઘર ઘર કે મન મન મન જેવા પુનરુક્તિ પામતા શબ્દોથી કૃતિ રણક્યા કરે છે.

  આમેય સાચી કવિતા ચમત્કૃતીથી નહિ પણ કવિના કોઈ અકથ અને અકળ અનુભવ/સંવેદનમાંથી ઉદ્ભવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.