5 Mar 2011
વફાદારી
મિત્રો,
हर कब्रसे ‘मुल्ला’ यहीं आवाज़ आती है
आगाज़ कोई भी हो अन्ज़ाम यहीं है!!
આજ આ ગઝલ મારી પ્રિય મિત્રને અર્પણ કરું છું. લખવા બેઠી ત્યારે હતું કે આમ લખીશ તેમ લખીશ..પણ શબ્દો રુંધાયાં છે..ડૂસકાં અટકી ગયાં છે..હું ભારતનાં પ્રવાસે ગઈ એ પહેલાં આબેદાની સાથે વાત કરીને ગઈ હતી.અને હું ભારતથી આવી એટલે મને સંદેશો મળ્યો કે આબેદા હોસ્પીટલમાં છે એને સારું નથી હું આવી એજ દિવસે હોસ્પીટલ ગઈ આબેદાને બેભાન પડેલી જોઈ મને આઘાત લાગ્યો.દુઆ કરવા લાગી પણ ડોકટરે આશા છોડી દીધી.લાઇફ સપોર્ટ કાઢી નાખ્યો અને આબેદા ગઈ કાલે આ ફાની દુનિયા છોડી ગઈ.
આમતો દુનિયામાં લાખો લોકો રોજ મરે છે..ઇરાક પાકિસ્તાન પ્લેસ્ટાઈન એ સીવાય ઘણાં કુદરતી મોતે પણ મરે છે.પણ જેનાં ઘરમાં મોત આવે છે એ ઘર પર આસમાન તૂટે છે..આબેદાના ઘર પર આસમાન તૂટ્યું.મને શબ્દો નથી મળતા.આજે જ્યારે ્કબ્રસ્તાનમા લાખો મણ માટીની નીચે એને દબાતા જોઈ એક આહ નીકળી..હવે આબેદા રુહ નથી ..સામાન બની ગઈ જેને લોકો કબરમાં મૂકે અને માટી નાખી દે..અલ્લાહ એના આત્માને શાંતિ આપે અને જન્નતમા આલા દરજ્જા આપે..અને ઘર વાળા અને મિત્રોને દુખ સહન કરવાની તાકાત આપે..
सुने जाते न थे तुमसे मेरे दिन रातके शिकवे
कफन सरकावो मेरी बेजुबानी देखते जाओ..
આ ગઝલમાં ભૂલો હોય તો સુધારવા મિત્રોને પ્રાર્થના..
જિંદગી સાથે તે ગદ્દારી કરી
મોતની સાથે વફાદારી કરી
સૌ સગાં જોતા રહી ગ્યાં તાકતા
છોડવા દુનિયા તેં તૈયારી કરી
જોર ક્યાં ચાલે ખુદા તારી ઉપર
રૂહ લેવામાં તે મુખત્યારી કરી
સાથ વરસોનો તું છોડી જાય છે
એકલા થૈ ગ્યાં અમે કારી કરી
હાર માની છે તબીબોએ હવે
હાથ જોડી આજ નાદારી કરી
જિંદગી આ કેટલી ટૂંકી છે પણ
કેટલી તે તારી ને મારી કરી..
લો હવે ‘સપના’થઈ છે એકલી
રાતભર જાગી ને બેદારી કરી..
સપના વિજાપુરા
તમારી મિત્રના અવસાનથી તમારા જેટલી જ વેદના ઉપસે છે.And i am sorry to hear that.
himanshu patel
March 7th, 2011 at 3:45 ampermalink
ઈન્ના લિલ્લહે વૈન્ન ઍલૈહે રજેઊન્
May Allah(s) shower His mercy on the deceased, place her in high place in paradise and grant patience to her friends and family.
Aamin
M. Usman Baki
March 7th, 2011 at 4:39 ampermalink
કેટલી ‘સપના’ તારી મારી કરી..
એક વાર ફરી છે ‘સપના’ એકલી
– આ બે મિસરામાં છંદ તૂટે છે….
વિવેક ટેલર
March 7th, 2011 at 6:38 ampermalink
જિંદગી આ કેટલી ટૂંકી છે પણ
કેટલી ‘સપના’ તારી મારી કરી
બહુ સરસ ફિલોસોફેી-વણી લીધી .
Harnish Jani
March 7th, 2011 at 1:42 pmpermalink
हर कब्रसे ‘मुल्ला’ यहीं आवाज़ आती है
आगाज़ कोई भी हो अन्ज़ाम यहीं है!!
सुने जाते न थे तुमसे मेरे दिन रातके शिकवे
कफन सरकावो मेरी बेजुबानी देखते जाओ..
बोहॊत सुन्दर शाइरी
आशिक़ों के दिल की आवाज़
सारे झगड़े थे ज़िन्दगी के अनीस
जब हम ही न रहे तो कुछ बखेड़ा न रहा
Kalimullah
March 7th, 2011 at 4:21 pmpermalink
सुने जाते न थे तुमसे मेरे दिन रातके शिकवे
कफन सरकावो मेरी बेजुबानी देखते जाओ..
સપનાજી, અંતરથી નીકળેલી આ ગઝલ પહોંચી જ હશે તેના સ્ુધી તમારા મિત્રના પરલોક ગમને એજ પ્રાર્થના જે આપે કરી….
અલ્લાહ એના આત્માને શાંતિ આપે અને જન્નતમા આલા દરજ્જા આપે..અને ઘર વાળા અને મિત્રોને દુખ સહન કરવાની તાકાત આપે..અને ધીરે ધીરે દુઃખ ચાલ્યુ જાય તેજ પ્રાર્થના…
વિવેકભાઈ કહે ત્યાં જ છંદતૂટે છે..
Dilip
March 7th, 2011 at 4:42 pmpermalink
السلام عليكم و رحمة الله و بركاته
Peace be upon you and Allah’s mercy and blessings.
સાથ વરસોનો તું છોડી જાય છે
એકલા થૈ ગ્યાં અમે કારી કરી
હાર માની છે તબીબોએ હવે
હાથ જોડી આજ નાદારી કરી
વધુ ગમી
pragnaju
March 7th, 2011 at 4:53 pmpermalink
‘ઈન્નાલિલ્લાહે વૈઇન્ન ઇલયહે રાજેઊન’
અલ્લાહ જલ્લેજલલહુ મર્હુમ બહેન આબિદાની બાલ બાલ મગફિરત ફરમાવે .એમના કુટુંબીજનો અને આપને સબ્રે જમીલ અતા ફરમાવે. ગઝલમાં આપની વેદના ઘુંટાય છે.
Wafa
March 7th, 2011 at 7:39 pmpermalink
.લાઇફ સપોર્ટ કાઢી નાખ્યો અને આબેદા ગઈ કાલે આ ફાની દુનિયા છોડી ગઈ…
આટલું જાણી.ાંખમાં આંસુઓ..
અને…..
એક વાર ફરી છે ‘સપના’ એકલી
તે રડીને રાત બેદારી કરી..
સપના તારા કવ્યના અંતીમ શબ્દો !
બધા જ કાવ્ય-શબ્દોમાં તારા હ્રદયના ઉંડાણમાંથી પૂકાર હતી…એ જ ખરી અંજલી એક મિત્રને !
>>ચંદ્વવદન
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Hope to see you & your READERS for the New Post” Swarth VagarNu Jivan”
DR. CHANDRAVADAN MISTRY
March 7th, 2011 at 8:36 pmpermalink
આભાર્ વિવેકભાઈ અને દિલીપભાઈ સુધારી લીધું છે.
સપના
sapana
March 8th, 2011 at 7:50 ampermalink
સપનાજી,…
રાત જાગી ને બેદારી કરી……. અહીં એક ગુરુ ખુટે…..
રાતભર જાગીને બેદારી કરી.
છોડવા દુનિયા તે/ તેં..અનુસ્વાર
Dilip
March 8th, 2011 at 9:05 ampermalink
રૂહ લેવામાં તે મુખત્યારી કરી
તે વધારાનો છે..અહી..
Dilip
March 8th, 2011 at 1:44 pmpermalink
આભાર દિલીપભાઈ!
sapana
March 8th, 2011 at 2:06 pmpermalink
હેલો સપનાજી આપના બ્લોગ પર આમ આવવું સામાન્ય નથી ઘટના ;આજે કઈંક વિશેષ સંદેશ લઈને આવી છું.. આનાચીઝ નું નમ ઉષા છે. અમ્ને દિલીપજી એ આપનો રેફ્રન્સ આપ્યો.. આ ય એક જોગનુજોગ છે. અહીં હિન્દુસ્તાન માં જ રહું છું અને અત્યારે રાત્રીનો એક વાગ્યો છે.. કદાચ આજ આપણી ઓળખની ઘડીઓ હશે..ખેર! હું આપની વિપત્તિની ઘડીઓમાં સહભાગી થવા આવી છું. પ્રેમ અને લાગણી બે ચીજ એવી છે કે તે હરહંમેશ સાથે રહે છે..મને એક મિત્ર જ સમજજો. મારી પ્રભુને એજ પ્રાર્થના છે કે તે આપને અને આપની નીકટતમ મિત્ર આબેદાની આત્માને શાંતિ અને આપને સાંત્વન અર્પે…એક ભાવના અને લાગણીનો એક સહેલાબ ઊઠ્યો છે અંતરમાં; અંતર વલોવાઈજાય છે.. છતાં પ્રભ્નો સાથ છે એને વિનંતી કરું છું કી આપને અ કારમી વિદાય સહન કરવાને ખૂબખૂબ શ્ક્તિ અને શાંતિ આપે..ૐશાંતિ ૐશાંતિ..ૐશાંતિ..ફરીવાર અચૂક મળવા આવીશ..હિમ્મ્તે મડદા તો મદદે ખુદા..આત્મીય સખી ઉષા.
ushapatel
March 8th, 2011 at 8:48 pmpermalink
I have all my sympathy to the family of Abeda ben May Allah grant peace to the departed and place in the best place in heaven. Sapana your kavya is the best condolence to your friendYou did your wafadari the best way you could.
shenny Mawji
March 13th, 2011 at 4:02 pmpermalink
મોતનો ગમ જેણે અનુભવ્યો હોય એ જ જાણે..
ક્યારેક શબ્દો સરે ને ક્યારેક માત્ર આન્સુ ખરે….
Lata Hirani
March 14th, 2011 at 11:45 ampermalink
પરમ કૃપાળુ પ્રભુને પ્રાર્થના છે કે તે આપને અને આપની અંતરંગ મિત્ર આબેદાની ચિરવિદાય સહન કરવાની શક્તિ આપે , અને તેના આત્માને શાંતિ અને અર્પે.
Paru Krishnakant
March 15th, 2011 at 9:03 ampermalink
ખૂબ લાગણી સભર ગઝલ સાથે મિત્રને અપાયેલી હાર્દિક અંજલી!
સુધીર પટેલ.
sudhir patel
March 17th, 2011 at 6:14 ampermalink
સપનાબેન..વાત ખુબજ સદમાભરી છે. જેની સાથે આપણો સંબંધ લાગણીથી
જોડાયેલ હોય તેની વસમિ વિદાય દિલને કઠે જ છે.મિત્રતાની આ ભાવથી
સભર ગઝલ સાથે આપે આપેલી અંજલિમાં ભાગીદાર છીએ.
રમેશ પટેલ(આકાશદીપ)
Ramesh Patel
March 17th, 2011 at 6:48 pmpermalink
ખુદા આપ્ના મિત્રની રુહ ને શન્તિ અને સદગતિ આપે …!
Chetu
March 20th, 2011 at 3:50 pmpermalink
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો..
કાલે હતા અમ સાથમાં રે,
આજે તમારી પાસમાં શ્રીનાથજી (કોઇ પણ નામ ઇશ્વરને આપો)
આ વિષયમાં એક ચિંતન.. @http://minabenpthakkar.blogspot.com/p/blog-page_14.html
આશા છે આપને શાતા મળે અને એ રૂહને આરામ..
P U Thakkar
March 23rd, 2011 at 6:07 pmpermalink
ખરેખર અદભુત ….
jignesh navadiya
June 29th, 2011 at 9:48 pmpermalink