આંસું

હોઠોને મૂકી

આ સ્મિત ઊડીને

ક્યાં જતું હશે?

માનો યા ના માનો

એ આંખોનાં દરિયામાં

ઊતરીને ખારું પાણી બની

આંખોમાં આંસું થઈને

વહેતું હશે!!

સપના વિજાપુરા

18 thoughts on “આંસું

 1. pragnaju

  સ રસ
  આંસુ આવે છે આંખોમાં અમારી,
  જ્યારે જ્યારે યાદ આવે છે તમારી.

 2. himanshu patel

  હોઠની મીઠાસ આંસુની ખારાસમાં ફેરવાય તે ભાવ પલટો સરસ વ્યક્ત થયો છે.

 3. P Shah

  સરસ !
  સ્મિતની સફરની વાત ગમી.
  એક તારું સ્મરણ થવું ને
  હોઠ પરથી સ્મિતનું ઊડવું.

 4. Dilip

  સરસ અછાંદસ, સપનાજી…
  આંખથી ગાલે સરેલું આંસૂ મુજ
  પ્રીતનું એક ગીત થૈ ગાતું હશે
  શુભ છે ખારાશ નીકળી જાય ત્યાં
  આંખથી અમૃત ઉભરાતું હશે
  -દિલીપ ગજજર

  http://leicestergurjari.wordpress.com/2011/03/03/અંજલિ-ગુજરાતને-ગોધરા-હત્/

 5. Ramesh Patel

  વેદનાને સરસ રીતે સાગરના ઊડાણે ડૂબાડી.
  રમેશ પટેલ(આકાશદીપ)

 6. sapana Post author

  Very good posts. keep writing it is getting better and better.

  – Rekha Sindhal

 7. shenny Mawji

  Well said ,the combo of simit and ansoo is well placed I always like to read your post

 8. mehul

  સરસ,હોઠોને મૂકી
  આ સ્મિત ઊડીને

  ક્યાં જતું હશે?

  માનો યા ના માનો

  એ આંખોનાં દરિયામાં

  ઊતરીને ખારું પાણી બની

  આંખોમાં આંસું થઈને

  વહેતું હશે!!

 9. masuma merchant

  બાનુ લખતી રેજે દુઆ સાથે – માસુમા

 10. jitendra patel

  લાગણીઓના વરાળથી વાદળ બની,

  સંવેદનાની સરવાણી સરકાવતી સડક બની

  ઝાકળબિંદુ સમું એક સરોવર બની

  બે પાપણનાં પાલવમાંથી પ્રસરતું

  હદયનાં હાલનાં હસ્તાક્ષર બની

  ટપકતું પાણીનું એક બુંદ એ આશુ

  હોય ભલે ખારું, પણ એજ દર્દ ખરુ

  નાં કોઈ ભાષાનું તે મોહતાજ

  નાં કોઈ સમયનું તે સરતાજ

  તેતો છે માનવ મનનું અમૃતબિંદુ

  માણો ભલે તમે તેને આશુ

  પણ છે તેનું મહત્વ ખાશું

  સપના તમારું આ આશુ

  સમજાવે છે જીવન પાશુ

 11. jitendra patel

  દુનિયામાં ખુશી એમને નથી મળતી, જે પોતાની શરતો પર જીંદગી જીવે છે પરંતુ તેને મળે છે જે બીજાના સુખની ખાતર પોતાની જીંદગીની શરતો બદલી નાખે છે.

  “જીંદગી એવી ના જીવો કે કોઈ ફરીયાદ કરી જાય, જીંદગી એવી જીવો કે કોઈ ફરી.. યાદ કરી જાય.. !!!!”

  “તમારા શ્વાસ ના અંહી પડઘા રહી ગયા, આંસુ વહી ગયા ને ડાઘા રહી ગયા. અંત લાવ્યો તમે અલ્પવિરામ મૂકીને, અમે પૂર્ણવિરામ મૂકીને પણ અધૂરા રહી ગયા”

  જીન્દગી જાણે કૅટલા વણાંક આપે છે!
  દરેક વણાંક પર નવા સવાલ આપે છે,
  શોધતા રહીયે આપણે જવાબ જીન્દગી ભર,
  જવાબ મળે તો જીન્દગી સવાલ બદલી નાંખે છે!

  જોડે ચાલવુ એ “શરુઆત” છે, જોડે રહેવુ એ “પ્રગતી “છે.
  જોડે જીવવુ એ “જીદંગી” છે, જોડે મરવુ એ “પ્રેમ” છે.
  પણ અલગ રહીને પણ જોડે રેહવુ એજ “દોસ્તી” છે

  મન મુકી તારા પર વરસવાનું મન થાય..
  ભીંજ્વી તને ખુદ ભીંજાવાનુ મન થાય..
  હાથમાં રાખી હાથ નજીક બેસવાનું મન થાય..
  ને તારા જ સ્પર્શ થકી મહેંવાનું મન થાય..
  તારા જ રંગે રંગાવાનું મન થાય..
  ને પછી,તારામાં જ ભળી જવાનું મન થાય..
  ફક્ત તને એક ને જ પામવાનું મન થાય..
  ને માઋ તારે કારણે જ મને જીવવાનું મન થાય…..

  હર શ્વાસમાં તારી યાદ મૂકું છું,
  મારાથી વધુ વિશ્વાસ તારામાં મૂકું છું,
  સાચવજે મારા આ વિશ્વાસને જતનથી,
  મારા શ્વાસને તારા વિશ્વાસમાં મૂકું છું….

  મારા હાથની હથેળીની રેખાઓ ને જોઇને…
  એક જ્યોતીષી એ કહ્યુ હતું કે…
  સર્વ સુખ લખાયેલા છે… તારી હથેળી માં..
  છતાં યે…હું… તુજને પામી ના શક્યો…
  કદાચ મારો વિરહ લખ્યો હશે તારી હથેળી માં…!!!

  સંબંધોના હસ્તાક્ષર કોઇ ઊકેલી નથી શકતું,
  એમા જોડણીની ભૂલ કોઇ શોધી નથી શકતું,
  ખુબ સરળ હોય છે વક્યરચના,
  પણ પુર્ણવીરામ કોઇ મુકી નથી શકતું

  “દુઃખમાં રડી લેવાની પણ મઝા અનેરી હોય છે,
  હારેલી જીંદગી જીવવાની પણ મઝા અનેરી હોય છે.
  કીનારા પર વહાણ હંકારનારાઓ તમને શું ખબર,
  તૂફાન માં કશ્તી ગુમાવવાની પણ મઝા અનેરી હોય છે.
  તમામ ઉમર જેને પામવાની તડપ હોય પરંતુ,
  તેને મેળવીને ગુમાવાની પણ મઝા અનેરી હોય છે.
  બે હાથ વડે ઝીંદગી ઉલેચનારાઓ એટલું પણ જાણો કે,
  છેલ્લા શ્વાસે હથેળી ખાલી જોવાની પણ મઝા અનેરી હોય છે.”

  તમને જોય ને મુખડુ મલ્કાય ગયુ…, દીલ પણ ખુશી થી હરખાય ગયુ… ઊંડા દરીયા જેવુ હ્રદય હતુ મારુ… પણ તમારી એક દોસ્તી ના ટીપે છલકાય ગયુ..

  એક એવું ઘર મળે આ વિશ્વમાં જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું.એક એવું આંગણું કે જ્યાં મને કોઇપણ કારણ વગર શૈશવ મળે..

 12. jitendra patel

  છેલ્લે જે કોમેન્ટ છે તે ભુલથી પોસ્ટ થયેલ છે તો માફ કરશો તે મારી રચના નથી, તે જાણ માટે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.