હાયકુ

સખા તમને
પધારવા દિલમાં
આમંત્રણ છે


રાત દિવસ
વિરહમાં બળવા
આમંત્રણ છે

બારણે ટેકો,
રસ્તો તાંકવાને
આમંત્રણ છે

દર્દ હોયતો
આંખે ચોમાસુ થવા
આમંત્રણ છે.

તોડીને દિલને,
વીણવા ટૂકડાઓ
આમંત્રણ છે

રાત પડેને,
સપના બની આવ
આમંત્રણ છે

સપના વિજાપુરા

8 thoughts on “હાયકુ

 1. deepak

  સપનાબેન,

  શુ વાત છે, હાઈકુ પણ લખવા લાગ્યા? 🙂

  ખુબજ સરસ પ્રયાસ છે, પણ હાઈકુની કવિતા પહેલીવાર જોઈ

 2. JIGNESH

  દર્દ હોયતો
  આંખે ચોમાસુ થવા
  આમંત્રણ છે.

  ખરેખર દિલથે લખ્યુ હો……

  પન કેમ હૈએકુ નિ વન્ઝર કરલ ચે?

  ના ગમ્યુ

 3. M. Usman Baki

  રાત પડેને,
  સપના બની આવ
  આમંત્રણ છે

  Little change here!

  રાત પડેને,
  સપના બની આવવા
  આમંત્રણ છે

 4. Harsh

  પીધુ જો હરી
  સ્નેહસુધા ડર શો
  તક્ષક ડંસો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.