11 Feb 2011

આબુ

Posted by sapana



મિત્રો,

આ રચના આબુમાં સનસેટ પોઈન્ટ પર બેસી લખી છે ..આપનાથી દૂર છું પણ શબ્દોથી
નજીક છું.આપણી શબ્દોની સંગત રહેશે..

પૂર્વ માથી અચાનક નીકળેલ
ધીરે ધીરે આસમાનમાં ઊંચે ચડતો
ઇશ્વરનાં હુકમને બઝાવતો
અને ગિરીમાળામાં થઈને
સૂર્યાસ્તનાં સ્થળે પહોંચતો
પાછું વળી વળીને જોતો
વિસ્મયથી વિચારતો હતો
હશે કોઈ સ્વર્ગનો ટુકડો
સ્વર્ગથી છૂટૉ પડ્યો..
ઈશ્વરે હસીને પૂછ્યું
તે સ્વર્ગ જોયું છે કદી?


સપના વિજાપુરા

Subscribe to Comments

3 Responses to “આબુ”

  1. પ્રક્રુત્તિના સાનિધ્યમાં આપના કવિ ઉરેથી નીકળેલી એક ઉત્તમ ભાવ કૃતિ.
    આમ ભાવને રમાડતા પ્રવાસને માણતા રહેશો.અભિનંદન.
    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  2. તો…મેં પણ હસીને ઈશ્વરને કહ્યું….
    આ આબુની પાસે બેસી, નિહાળુ છું
    આકાશને મળતા જાણે સુર્યને ભટે,
    આવા શાંત વાતાવરણમાં જાણે સ્વર્ગ મુજને મળે !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Sapanaben….Hope to see you soon for this New Post & OLD POSTS you missed while away in India !

     

    DR. CHANDRAVADAN MISTRY

  3. સ..ર…..સ………..

     

    Lata Hirani

Leave a Reply

Message: