અધૂરી

અંદર કાંઇક તૂટ્યું ફૂટ્યું
વરસોથી સાચવી રાખેલ
સ્ત્રીત્વ પળમાં સરકી ગયું
અધૂરી રહી ગઈ એ
ઉદરમાં વણજન્મેલા
બાળકનાં ઉંહકારા
હવે નહીં સંભળાય
હવે વણજન્મેલા એ
બાળકને ઉદર પર
હાથ ફેરવી નહીં સુવાડે
ડોકટરના કાઢેલા
બધાં ફાઈબ્રોઈડસ
અને વણજન્મેલા
બાળકો હવે એક બરણીમાં
બંધ છે.
બરંણી તરફ એકીટશે તાકતી એ
વણજન્મેલાં બાળકોનાં
ઉહકારા સાંભળશે.
સપના વિજાપુરા

9 thoughts on “અધૂરી

 1. chetu

  હૈયામાંથેી એક આહ નિકળેી ગઇ સપનાબેન ..!
  ફાઈબ્રોઈડસ
  અને વણજન્મેલા
  બાળકો …! હ્રદય દ્રાવક ..!!!!

 2. pragnaju

  બરંણી તરફ એકીટશે તાકતી એ
  વણજન્મેલાં બાળકોનાં
  ઉહકારા સાંભળશે.
  અપરિપક્વ વ્યક્તિની કરુણ ઘટનાની હ્રુદયદ્રાવક અભિવ્યક્તી.
  પરિપક્વ અને અપરિપક્વ વ્યક્તિ વચ્ચેનો મુખ્ય ભેદ એ છે કે પરિપક્વ મનુષ્યના વ્યક્તિત્વમાં લાગણી, બુદ્ધિ, ભાવના, વ્યવહાર વગેરે વિવિધ ઘટકો વચ્ચે પૂરેપૂરી સંવાદિતા ને સુમેળ સધાય છે, જ્યારે અપરિપક્વ મનુષ્યના વ્યક્તિત્વમાં કોઈ એક જ તત્વ બેકાબૂ બની જઈને વ્યક્તિત્વના બીજા તત્વોને દાબી દે છે. અથવા તો વ્યક્તિત્વનાં જુદાં જુદાં અંગો વચ્ચે વિસંવાદ કે વિરોધ સર્જાય છે. માણસની ઉંમર એનાં વર્ષોથી નહિ, પણ એની માનસિક પરિપક્વતાથી ગણાય છે. જે મરી ચૂકેલા ભૂતકાળની કે વણજન્મેલા ભવિષ્યની જંજીરોમાં જકડાયા વિના વર્તમાનમાં જીવે છે.

 3. Narendra Jagtap

  ખુબ જ અસરકારક રજુઆત….અને વેધક રજુઆત…માત્રુત્વના ઝંખનની ગજબ ભાવનાત્મક રજુઆત

 4. Dilip

  સપનાજી આપની રચનાથી કવિની એક પંક્તિ યાદ આવી ગઈ,
  विद्वानेव विजानन्ति..नहीं वन्ध्या विजानाति गुर्वीप्रसव वेदनाम ..
  એક વિદ્વાન બીજા વિદ્વાન ને સમજી શકે..બાળક અવતર્યું ન હોય તે પ્રસવની પીડાથી બેખબર હોય છે..પરંતુ જેને માતૃત્વ અનુભવ છે તે સ્ત્રીત્વ, તત્વ, સર્જનાત્વ, છૂટી ગયાની કાળજું કંપાવનારી દારુણ વ્યથા અભિવ્યક્ત થઇ છે.
  ઉદરમાં વણજન્મેલા..બાળકનાં ઉંહકારા…હવે નહીં સંભળાય…જગતને निस्वार्थ સર્જન આપી माँ धरती જેમ દુઃખ સહેતી જાય તેવી શક્તિ પણ સ્ત્રીને પરમાત્માએ આપી હોય છે ..
  धरती कि तरह हर दुःख सह ले ….
  -દિલીપ

 5. DR. CHANDRAVADAN MISTRY

  મને સમજાયું તેમ……
  “ફાઈબ્રોઈડ ઉટરસ” અને “હીસ્ટ્રેકટોમી”નો ઉલ્લેખ ા રચનામાં છે.
  સ્ત્રી શરીરનો એક ભાગ અલગ થાય ત્યારે જે “વેદના”હોય તે ફક્ત સ્ત્રી જ સમજી શકે છે.
  જે ભાવે તમે લખ્યું એને હું જાણી શક્યો કે નહી તેની મને ખબર નથી પણ આવી જ ઘટનાઓને સમજવા “હ્રદય” જોઈએ !
  ડDR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Sapana…In India & still you visited my Blog & posted a Comment,…..THANKS !
  Safe Journey back to USA..Hope to see you on Chandrapukar.

 6. Manhar Mody ('mann' palanpuri)

  સ્ત્રીત્વ અને માત્રુત્વની લાગણીઓ પુરુષોના પુરુષત્વને પણ હચમચાવી દે એવી રજૂઆત શબ્દોમાં જાન રેડે છે.

 7. saryu parikh

  સપના,
  થોડી રચનાઓ વાંચી. સરસ ભાવ અભિવ્યક્તિ. તમારી સખી વિષેની રચના વિશેષ ગમી.
  સરયૂ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.