મિત્રો આજે અમદાવાદ આવી તો આ અછાંદસ સુઝ્યું..કાંકરીયા તળાવ વિષે એક ઈતિહાસીક બનાવ પણ જાણવાં મળ્યો.
એહમદ શાહ બાદશાહે આ તળાવ બનાવેલ..આ તળાવનું મૂળ નામ ‘હોઝે કુતુબ’ હતું જેનો અર્થ જ્ઞાનનું સરોવર થાય છે.બાદશાહ જહાંગીર અને બેગમ નૂરજહાં અમદાવાદ પધાર્યા અને એમનાં રહેઠાણ માટે નગીનાવાડી બનાવમા આવી એ એકજ રાત રોકાયા હતાં.બેગમ સવારે ચાલવા નીકળ્યાં તો રસ્તામા કાંકરા ખૂબ હતાં ..બેગમે હસીને કહ્યુ કે અહીં ખૂબ કાંકરા છે તો હોઝે કુતુબનું લાડકવાયું નામ પડ્યુ..કાંકરિયા.આ મહિતી’ગુજરાતની તમદ્દુની તવારીખ”માંથી પ્રાપ્ત થઈ છે…કાંકરિયા તળાવ વઝુ કરવા માટે બનાવામાં આવેલ ..લોકો વઝુ કરીને પાછળ જે ઇદગાહ છે ત્યાં નમાઝ પડવા જતાં.
અઝાનની અવાજો
મંદિરનો ઘંટારવ
શીદીસૈયદની જાળીને
કાંકરિયાની પાળ
રીક્ષાઓની વણજાર
અજાણ્યા ચહેરા
અજાણ્યો સંસાર
સાબરમતી વિશાળ
એક બાદશાહે સપનું જોયું ને
બની ગયુ અમદાવાદ..
‘સપના’નું રળિયામણું ગામ.
સપના વિજાપુરા
અજાણ્યો સંસાર
સાબરમતી વિશાળ
એક બાદશાહે સપનું જોયું ને
સપના વિષે સુંદર અભિવ્યક્તિ..
સપનાબહેનઃ મારા મૂળ વતન અમદાવાદ વિશેનું મુક્તકાવ્ય (અછાંદસ નહીં કહું!) ગમ્યું. અમદાવાદ વિશે તમે રીસર્ચ કરી છે. અમદાવાદનું મૂળ નામ કર્ણાવતી હતું?
–ગિરીશ પરીખ
આજે જાન્યુઆરી ૧૨, ૨૦૧૧ ને બુધવાર — આજે છે સ્વામી વિવેકાનંદનો જન્મદિન. (એ ૧૮૬૩માં જન્મ્યા હતા.) સ્વામી વિવેકાનંદે અમેરિકા આવતાં પહેલાં ભારતની યાત્રા કરેલી — એ વખતે એમણે અમદાવાદની યાત્રા પણ કરેલી.
–ગિરીશ પરીખ
મોડેસ્ટો કેલિફોર્નિયા
બની ગયુ અમદાવાદ..
‘સપના’નું રળિયામણું ગામ.
સપના વિજાપુરા
અમદાબાદના તળાવ વિષે માહિતી આપી તે ગમી !
હજુ ભારતમાં જો છો ?
ચંદ્રપૂકાર પર ત્યાંથી નજર ફેંકી, શબ્દોરૂપી પુષ્પોથી એની શોભા વધાર્શો !
Dr. Chandravadan Mistry (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Hope you have a safe return to USA !
આ કાંકરીયા અત્યાર સુધી બધા માટે ખુલ્લુ હતુ. તેને ડેવલપ કરીને અસાધારણ રળીયામણું બનાવવમાં અત્યારના ગુજરાતના નાથનો સિંહફાળો રહ્યો છે. ટિકિટ માત્ર રૂપિયા ૧૦/- છે. મારુ બચપણનું ઘર કાંકરીયાની તદ્દન સમીપે હતું. ઘણી સંધ્યાઓ અહીં પસાર કરી છે. કાંકરીઆ જઇને છેક મધ્ય રાત્રી સુધી ટહેલતા બેસતા. એક તબક્કે જીવનનો જ એક ભાગ બની ગયેલું હતુ. આજે પણ મહિને એકાદ-બે વખત રાત્રે ચાલવા જવાનું બને છે. એ યાદો કંઇક સ્ફૂરાવે છે…
સુંદર સુ રળીયામણું,
વિશાળતાની સુગંધ પ્રસારવતું,
કાળી ભમ્મર રાત્રી રંગીન બનાવતું,
ધીમું સરી જતું સંગીત રેલાવતું,
અને વાતા પવનના એ માહોલમાં,
પવિત્ર અને પૂજ્ય દિલને બનાવતુ,
સુંદર સુ રળીયામણું, ઓ કાંકરીયા..
તારી નિરવ શાંતિમાં શાતા પામતા જીવો,