9 May 2009

હિંચકો

Posted by sapana

હું મારાં

બગીચાનાં હિંચકાઉપર બેસીને,

સૂરજને આથમતો જોઉં છું.

મારી જમણી તરફની

જગ્યા ઉપર હાથ

રાખીને જોઉં છું.

ત્યાં તું નથી.

અગણિત સૂરજો

જીવનનાં આથમી ગયાં.

હું હજી હિંચકા ઉપર બેસી,

જમણી તરફ

તારું અસ્તિત્વ શોધું છું.

તું ત્યાં નથી.

હું હંમેશ

જમણી બાજુ

ખાલી રાખીશ.

કદાચ તું આવે તો?

સપના

Subscribe to Comments

9 Responses to “હિંચકો”

  1. સરસ કવિતા

     

    Lata Hirani

  2. સ-રસ અછાંદસ !

     

    Urmi

  3. સુંદર ….

     

    વિવેક ટેલર

  4. તીવ્ર વિપ્રલંભ શૃંગાર (ઉત્કટ વિરહ)ની અભિવ્યક્તિ.

     

    Pancham Shukla

  5. Thanks Panchada for visiting my site and gave me good comment.pls do come again.

     

    sapana

  6. એ આવશે…એવો દ્રઢ વિશ્વાસ..!
    સુંદર અભિવ્યક્તિ.

     

    સુનિલ શાહ

  7. આભાર સુનીલભાઈ

     

    sapana

  8. ખુબજ સરસ

     

    BHARAT SUCHAK

  9. ખૂબ જ સરસ !
    ખાલી હીંચકો મનમાં ખાલીપો સર્જે છે.
    તમારી રચના મનને સ્પર્શી જાય છે.

    હીંચકા ઉપર એક હાઈકુ રજુ કરૂ છુ
    મારી આ રચના તમને જરૂરથી ગમશે.

    યાદો ભરેલો,
    ખીચોખીચ ને, છતાં
    હીંચકો ખાલી.

    મારા બ્લોગ પર આવવા તમને ભાવભીનું આમંત્રણ છે.
    મારા બ્લોગની લીંક છે

    http://www.aagaman.wordpress.com

    મયુર પ્રજાપતિ

     

    Mayur Prajapati

Leave a Reply

Message: