22 Dec 2010

મોક્ષ

Posted by sapana


મુક્ત થયું મન

આકાશ તરફ ઊડ્યું મન

એકજ માર્ગ છે મુક્તીનો મોક્ષનો

લવ લગાઉં હું તારાં પર

હું આવરણો ઉતારું મોહનાં

અને ઝંઝાળો દુનિયાની ત્યાગું

બંધનો બધાં તોડું

એક પંખીની જેમ ઊડું નિલગગનમાં

હાડ માંસમાં અટવાયેલું મન

પંખી બની ઊડી જાય

નથી થાક નથી દર્દ

નથી તૂટેલા શરીરનો કારાવાસ

એ મન ઊડ્યું આકાશ..

સપના હવે શરીર નથી

એ છે ફકત આત્મા

ચાલ્યો પરમાત્મા વિલીન થવા

સપના  વિજાપુરા

Subscribe to Comments

10 Responses to “મોક્ષ”

 1. મુક્તીની ભાવનાનુ સરસ અછાંદસ.

   

  himanshu patel

 2. એ મન ઊડ્યું આકાશ..

  સપના હવે શરીર નથી

  એ છે ફકત આત્મા

  ચાલ્યો પરમાત્મા વિલીન થવા………………….

  સપના,આજની પોસ્ટ વાંચી.
  સુંદર રચના !
  મારા બ્લોગ પર “મોહ ત્યાગ”ની વાત..ાને અહી પણ એનો ઉલ્લેખ વાંચી જાણે પળભાર થયું “સપના અને ચંદ્ર” વિચારધારા એક જ છે !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Thanks for your visits/comments on Chandrapukar !

   

  DR. CHANDRAVADAN MISTRY

 3. હાડ માંસમાં અટવાયેલું મન પંખી બની ઊડી જાય …

  મૃત્યુનું સુંદર રૂપક વર્ણન.

   

  Daxesh Contractor

 4. એક ચીંતનભર્યું કાવ્ય. ખૂબ જ સુંદર.
  રમેશ પટેલ(આકાશદીપ)

   

  Ramesh Patel

 5. સરસ રચના. મન ને ખુબ ગમી.
  અભીનન્દન સપનાબેન.

   

  urvashi parekh

 6. મૃત્યુ પહેલાં મૂક્તિ આ શૂભ ભાવના છે સુંદર વૈરાગ્યભાવ વાળું અછાંદસ કાવ્ય
  સપના હવે શરીર નથી
  એ છે ફકત આત્મા
  ચાલ્યો પરમાત્મા વિલીન થવા…
  ઊડ્જો બસ મૂક્ત ગગને મુક્ત મનથી ઊડ્જો…
  આવજો બસ નવજીવનને લઈને પાછા આવજો
  શુભેચ્છા..

   

  unterdeep

 7. મુક્ત થયું મન
  આકાશ તરફ ઊડ્યું મન
  સરસ
  છંદમાં ના હોય તો યે છે ગઝલ વ્હાલી મને,
  મુક્ત’મન’ના ભાવ પ્રગટાવી ગઈ,સારુ થયું.
  એ મન ઊડ્યું આકાશ..

  સપના હવે શરીર નથી

  એ છે ફકત આત્મા

  ચાલ્યો પરમાત્મા વિલીન થવા
  સુંદર અનુબ્જૂતિ

  આનંદમય કોશ પર બીજું આવરણ બુદ્ધિનું છે. એની સાથે તાદાત્મ્ય કરવા પર આપણે સમજીએ છીએ કે આપણને આ જ્ઞાન છે અને આ જ્ઞાન નથી. આના પર મ ન નું આવરણ પડવા પર આપણે સુખી, દુઃખી, ક્રોધી આદિ અનુભવ કરીયે છીએ. એના પર ફરી પ્રાણમય કોશનું આવરણ હોવાથી આપણે ભૂખ, તરસ, ચાલવું, ફરવું વગેરેનો અનુભવ કરીયે છીએ. અન્નમય કોશ એના પર અંતિમ આવરણ છે. એમાં સ્થિત થઈને આપણે જાડા, પટલા, રોગી, સ્ત્રી-પુરુષ, બ્રાહ્મણ-શુદ્ર વગેરે સમજીએ છીએ. આત્માના અજ્ઞાનમાં આ બધા ત્રુટિપૂર્ણ અનુભવ થાય છે, જેમ જમીન પર પાનના આવરણ હટાવવા પર ઘાસ દેખાવા માડે છે, એ પ્રકારે આ કોશોથી પરિચ્છિન્ન આત્માનું અનુસંધાન કરવું જોઇએ.

  मदीयं शरीरं मदीयाः प्राणाः, मदीयं मनश्च मदीया बुद्धिः
  मदीयं ज्ञानमिति स्वेनैव ज्ञायते,
  तद्यथा मदीयत्वेन ज्ञातं, कटककुंडल गृहादिकं, स्वस्माद् भिन्नं,
  तथा पञ्च कोशादिकं, स्वास्माद् भिन्नं
  मदीयत्वेन ज्ञातमात्मा न भवति ।

   

  pragnaju

 8. અધ્યાત્મની ઝાંખી કરાવતી રચના. ખુબ સરસ, સપનાજી. અભિનંદન.
  ઉર્વશીજીએ ટાંકેલો મારી એક ગઝલનો શેર બરાબર બંધ બેસતો આવે છે આ રચના માટે.

  છંદમાં ના હોય તો યે છે ગઝલ વ્હાલી મને,
  મુક્ત ‘મન’ ના ભાવ પ્રગટાવી ગઈ,સારુ થયું.

   

  Manhar Mody ('mann' palanpuri)

 9. મુક્તિની ભાવનાને ખૂબ સુંદર રીતે રજૂ કરતું અછાંદસ!
  સુધીર પટેલ.

   

  sudhir patel

 10. અંતિમ લક્ષ્યના સંધાનની વાત સર્વકાલિન ખોજના વિવિધ પ્રતીકો દ્વારા સરસ સ્ફુટ થઈ છે.

   

  Pancham Shukla

Leave a Reply

Message:

 


Warning: Invalid argument supplied for foreach() in /homepages/1/d487227804/htdocs/wp-includes/script-loader.php on line 2781