17 Dec 2010

આશુરા

Posted by sapana


મિત્રો,
આજે હું આપને ટૂંકમા 1400 વરસ પહેલાં બનેલા એક દુ:ખદાયી પ્રસંગની માહિતી આપીશ..

1400 વર્ષ પહેલાં ઇમામ હુસૈન.(અ.સ)ને તથા એમનાં ખાનદાનનાં કેટલાક સભ્યોને દુ:ખદાયી રીતે શહીદ કરવામાં આવેલા.ફકત એટલાં માટે કે તેમણે  સત્ય ,ન્યાય અને શાંતિને સ્થાપવાની કોશિશ કરી.
ઈમામ હુસૈન અ.સ પયગંબર મહમદ અ.સ ના નવાસા હતા.અને ઇમામતનાં ત્રીજા ઇમામ હતાં.  જુલ્મી શાસકોએ  ઇમામ અ.સ ને ત્રાસ આપવામાં બાકી ના રાખ્યું. યજીદ જે મઆવિયાનો દિકરો હતો. જુલ્મી શરાબી અને સત્તાનો દિવાનો હતો. તે સતત ઇમામ હુસૈનને હુકુમત થકી ત્રાસ આપતો હતો. તેણે ઇમામ હુસૈનને બયત કરવા આમંત્રણ આપ્યું. બયત કબુલ કરવી  એટલે એની મરજી પ્રમાણે ના જુલ્મી, અન્યાયી અને ભ્રષ્ટાચારી શાસનનો સ્વીકાર. પણ ઇમામ હુસૈનને એ મજૂર ન હતું.
યજીદે ઇમામ હુસૈનને કરાર કરવા માટે  મહેમાન તરીકે  બોલાવ્યા. ઇમામ હુસૈન પોતાનાં કુટુંબ કબીલા સાથે કરબલા જવા નીકળ્યા. યજીદ સાથે  વાતચીત કરવાં ગયા. એ જમાનામાં ઊંટો પર મુસાફરી થતી હતી. ઈમામ હુસૈન બીજી મહોરર્મએ(ઇસલામીક કેલેન્ડરનો પહેલો મહિનો ) કરબલા પહોચ્યાં અને યજીદના મહેમાન બનવાને બદલે એનાં લશ્કરે ઇમામ હુસૈનને ઘેરી વળ્યા.

યજીદે ફરમાન કર્યુ કે જો ઇમામ હુસૈન મારી બયત કબુલ ના કરે તો એમનુ સર ઉડાવી દો અને મારી પાસે લાવો. ઇમામ હુસૈન જો બયત કરે તો  મહમદ પયગંબરનો સાચો સંદેશો લોકો સુધી ના પહોચત. ઇમામ હુસૈન બયત કરવાં ના કહી અને લડાઈની તૈયારી ચાલુ થઈ. યજીદનું લશ્કર ૪૦,૦૦૦ થી એક  લાખ સૈનિકોનું હતું એવું ઠોસદાર સબૂત સાથે માનવામાં આવે છે.   ઇમામ હુસૈન પાસે કુલ મળીને ૧૩૦ સૈનિકો હતાં. જેમા ૧૦ વરસના બાળકોથી માંડીને ૯૦ વરસના વૃદ્ધ પણ હતાં. આ હતું ઇમામ હુસૈનનુ લશ્કર.

સાતમી મહોરર્મથી યજીદે ઇમામ અને એમના સાથીઓ  ઉપર પાણી બંધ કર્યુ. ઇમામના સૌથી નાનાં પુત્ર અલી અસગર છ મહીનાના હતા જે એમની સાથે હતા. જેઓ પાણી વગર અને ખોરાક વગર ત્રણ દિવસ રહ્યા. આ લશ્કર સચ્ચાઈ માટે અને હક માટે લડવા તૈયાર હતું. ભૂખ્યુ ને તરસ્યું. ! આ યુધ્ધમાં શહાદત  નક્કી હતી..પણ ઇમામને એ મંજૂર હતું પણ શરાબી અને ભ્રષ્ટાચારીના હાથમાં ઇસ્લામની બાગડોર સોપવી એ મંજૂર ન હતું.

દસમી મહોરર્મ આવી . આશુરા! સવારનો સૂરજ ઉગ્યો. આવી સવાર પહેલાં ક્યારેય ઉગી નથી અને કદી  ઉગશે પણ નહી. આ  જંગ હતી અસત્યની સામે સત્યની, અન્યાયની સામે ન્યાયની ભ્રષ્ટાચારની સામે પ્રમાણીકતાની અને જુલમની સામે દયા અને સબરની. સવારની અઝાન થઈ. ફઝરની અને ઝોહરની નમાઝ સુધીમાં ઇમામનાં સાથીદારો જેની સંખ્યા પચાસ ગણવામાં આવે છે શહીદ થઈ ગયા. આ બધાં ભૂખ્યાં ને તરસ્યાં શહીદ થયા. ઝોહરની નમાઝ બાદ ઘરનાં બધાં પુરુષો  જેમાં  ભાઈ,ભાણિયા, ભત્રીજાઓ  પુત્રો તથા મિત્રો શહીદ થયા. અંતમાં ઇમામ હુસૈન એકલા રહી ગયા. 57 વર્ષના ઇમામ બહાદૂરીથી લડ્યા પણ જાલીમોએ એમને તીરોથી છલની કરી નાખ્યા. અને ગરદન પર ખંજર ચલાવી એમના મસ્તકને ધડથી જુદું કરી દીધું. આમ દરેક શહીદના મસ્તકને ધડથી અલગ કરી નેજા પર લટકાવવવામાં આવ્યા.

આશુરાનો દિવસ પૂરો થયો. કરબલાના રણની તપતી જમીન ઉપર મહમદ સ.અ. ના ખાનદાનની લાશો રઝળતી રહી કફન વિના! સૂરજ આથમી ગયો. સૈનિકો તંબુઓ તરફ ધસી ગયા. સ્ત્રીઓનાં દુપટા ખેંચી લીધાં અને તંબુઓમાં આગ ચાંપી.

ઇમામ હુસૈનનો સંદેશ હતો કે અસત્ય અને અન્યાય સામે ઝૂકવું નહી. આતંકવાદનો વિરોધ કરવો.ચાહે તેની કિંમત જિંદગીથી પણ ચૂકવવી  પડે. અંતમા સત્યનો હમેશા વિજય થાય છે એનો આ એક ઉમદા દાખલો છે કે ઇમામ હુસૈનના રોઝા ઉપર લાખોની સંખ્યામા દુનિયાભરના  લોકો દર્શન(ઝિયારત) કરવા કરબલા(ઈરાક) જાય છે. જ્યારે એ જમાનાની અરબસ્તાનની સલ્તનનના  ગવર્નર યઝીદનું  કોઇ નામ નિશાન નથી. આમ છતાં કેટલીક જગ્યાએ આજના જમાનામાં યજીદ જેવા આતંકવાદીઓ ઇસ્લામને બદનામ કરી રહ્યા છે એ દુ:ખદ વાત છે.

આશુરા=૧૦ મો દિવસ અહીં દસમો દિવસ મોહરર્મ મહીનાનૉ દસમો દિવસ

નવાસા = દોહિત્ર= મહમદ સ.અ ના દીકરીનાં દીકરા

બયત કબુલ કરવી=એની મરજી પ્રમાણે ચાલવું

સત્યમેવ જયતે..

નીચે ભારતના મહાનુભાવો ઇમામ હુસૈન વિષે કહે છે ..

મહાત્મા ગાંધીજી કહે છે ” અન્યાય થતો હોય છતાં જીત કેવી રીતે મેળવવી એ હુસૈન પાસેથી શીખ્યો છું. ” ઇસ્લામ તલવારથી નહીં પણ હુસૈનનની કુરબાનીથી વિકાસ પામ્યો છે.

જવાહરલાલ નેહરુ: “ઇમામ હુસૈન (અ.સ.)નું બલિદાન તમામ જૂથો અને સમુદાયો માટે છે, જે સચ્ચાઈના માર્ગનું ઉદાહરણ છે.”

રવીન્દ્રનાથ ટાગોર: “ન્યાય અને સત્યને જીવંત રાખવા માટે, લશ્કર અથવા શસ્ત્રોને બદલે, જીવનની કુરબાની આપીને સફળતા પ્રાપ્ત કરી શકાય છે, બરાબર તે જ ઇમામ હુસૈન (અ.સ.)એ કર્યું હતું.

ડૉ. રાજેંદ્ર પ્રસાદ “ઇમામ હુસૈન (અ.સ.)નું બલિદાન માત્ર દેશ કે રાષ્ટ્ર પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે સમગ્ર માનવજાતના ભાઈચારાની વારસાગત સ્થિતિ છે.”

ડૉ . રાધાક્રિષ્નન : જો કે ઇમામ હુસૈન (અ.સ.) એ લગભગ 1300 વર્ષ પહેલા પોતાનો જીવ આપ્યો હતો, પરંતુ તેમનો અવિનાશી આત્મા આજે પણ લોકોના હૃદય પર રાજ કરે છે.”

સ્વામી શંકરાચાર્ય : “હુસૈન (અ.સ.)ની કુરબાનીએ જ ઇસ્લામને જીવંત રાખ્યો છે નહીંતર આ દુનિયામાં ઇસ્લામનું નામ લેનારું કોઇ બચશે નહીં.

શ્રીમતી સરોજિની નાયડુ : “હું મુસ્લિમોને અભિનંદન આપું છું કે તેમની વચ્ચેથી, હુસૈન (અ.સ.) એક મહાન માનવીનો જન્મ થયો, જેને તમામ સમુદાયો દ્વારા સંપૂર્ણ રીતે પુનરાવર્તિત અને સન્માનિત કરવામાં આવે છે.

સપના વિજાપુરા

Subscribe to Comments

15 Responses to “આશુરા”

  1. આજે “કાવ્ય” કે “ગઝલ” પોસ્ટરૂપે નિહાળી નહી.
    આજે આ પોસ્ટ વાંચી, ખુબ જ આનંદ થયો.
    “ાસત્ય” સામે ઝુકવું નહી, અને સત્યનો માર્ગ હંમેશા લેવો…આ જ સંદેશ છે !
    હુસૈન ના મરા, ના મરેંગા
    એ તો આજ બી અમર હૈ !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Sapana Thanks for your VISITS/COMMENTS on Chandrapukar !
    Inviting your READERS too !

     

    DR. CHANDRAVADAN MISTRY

  2. My Dear sister Sapana,

    I like your today’s presentation on the eve of Ashura. Hazarat Imam Husain & his family members have sacrifieced themselves for the humanity. This is the day of their rememberance! May Allah give courage & strength to all mankind to fight injustice and terrorism & spread the message of love, peace & harmony! Afterall, that was the mission of our Imam which too him from Madina to Karbala.

    yusuf

     

    yusuf vahora

  3. સપનાજીના બ્લોગના વાંચકો જોગ…..

    મારા બ્લોગ – “વિલિયમ્સ ટેલ્સ” ના એક લેખ “ચોરસ દુનિયા – ૪ (ઝિંદાને શામ – Syria)” માંનાં કેટલાક વિચારકોનાં અવતરણો નીચે આપું છું, જેનાથી ફલિત થશે કે આશુરાની કરૂણ ઘટના સમગ્ર માનવજાતને સ્પર્શતી ઘટના છે, કોઈ વર્ગ કે સમુદાય પૂરતી સીમિત નથી.

    “એડવર્ડ ગીબન (Edward Gibbon) નામના અંગ્રેજ ઈતિહાસકારે નોંધ્યું છે કે હજરત ઈમામ હુસૈન (અ.સ.) તથા તેમના વફાદાર સાથીઓને શહીદ કરવા ઉપરાંત તેમનાં સ્ત્રીસભ્યો અને બાળકો ઉપર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો છે તે તમામ દૃશ્યોનાં વર્ણનો ભવિષ્યનાં અગણિત એવાં હજારો વર્ષો સુધી કઠોર દિલના વાંચકોનાં દિલોમાં પણ સહાનુભૂતિ જગાડ્યા વગર રહેશે નહિ.”

    “અન્ય એક ખ્યાતનામ ઈતિહાસકાર અલ-બિરૂની લખે છે કે “માનવજાતના ઈતિહાસમાં આવો ઘોર અત્યાચાર કોઈએ જોયો નહિ હોય.” થોમસ કાર્લાઈલ, ડો. કે. શેલ્ડરકે, પંડિત જવાહરલાલ નહેરુ, મહાત્મા ગાંધી, સરોજિની નાયડુ, ડો. રાજેન્દ્રપ્રસાદ અને જગતભરની કેટલીય બિનમુસ્લીમ મહાન વિભૂતિઓએ કરબલાના કરૂણ બનાવ, હજરત ઈમામ હુસૈન (અ.સ.) અને તેમના અઝીઝોની શહાદત અને વિશેષે તો આશુરા પછી સ્ત્રીઓ અને બાળકો ઉપર થએલા જુલ્મોને અનુલક્ષીને પોતપોતાના વિચારો અને અભિપ્રાયો જે આપ્યા છે તે સઘળા હું મારા સંક્ષિપ્ત લેખમાં વિગતે આપી શકવા અસમર્થ છું.”

    આખો આર્ટિકલ વાંચવા નીચેના લિંકે ક્લીક કરો

    http://musawilliam.wordpress.com/2009/12/22/%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AA%B8-%E0%AA%A6%E0%AB%81%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AB%AA-%E0%AA%9D%E0%AA%BF%E0%AA%82%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%AE-s/

    અંતે, સપનાબહેનને ધન્યવાદ કે આશુરાના આ દિવસને અનુલક્ષીને આપે મુક્તસર જે ચિતાર આપ્યો છે તે ગાગરમાં સાગર સમાન છે..

    શરીફભાઈ અને સપનાબેનને આજના શોકમય દિવસે મારા અને મારાં કુટુંબીજનો તરફથી ખિરાજે અકીદત પેશ કરીને અત્રેથી વિરમું છું.

    દુઆગીર,

    વલીભાઈ મુસા

     

    Valibhai Musa

  4. सपना जी एक बेहतरीन पोस्ट के लिए शुक्रिया.

     

    s.m.masum

  5. સાચો ધર્મ ટકવનારા આવા બલિદાનો થકેી જ દુનિયામાઁ ધર્મનેી ધજા હજુ ફરકે છે. આ ઘટના સમગ્ર વિશ્વને જગાડનારી કહી શકાય. ઈમાન હુસેન અને એના પરિવારના બલિદાનને સદાય યાદ રાખવા માટે આ દિવસે એમની કથા ફરીને યાદ કરી 1400 વર્ષો પછી ય વંચાય છે તે બતાવે છે કે એમનું બલિદાન નિષ્ફળ નથી ગયું.

    સપનાબેન, એક નમ્ર વિનંતિ કે નવાસા, બચત અને આશુરા જેવા શબ્દોના અર્થ મૂકશો તો વાંચકો વધારે સારી રીતે સમજી શકશે.

     

    Rekha Sindhal

  6. સપનાબહેન …ખુબ ખુબ અભિનંદન તમે સારી માહિતી આપી ,આજે માનવધર્મ જ મહાન છે…અને કોઇ પણ ધર્મ અહિંસા આચરવાનુ તો કહેતો જ નથી..છતા ઇમામહુસેન અને તેમના સાથીઓને અન્યાય સામે લડતા લડતા શહિદ થવુ પડ્યુ તે ઘણીજ દ:ખદ ઘટના છે…આજે પણ ત્રાસવાદીઓને નાથવા તે મોટી સમસ્યા સમગ્ર વિશ્વ સમક્ષ આવી ઉભી છે તે અતિદુખદ છે..પ્રસંગોપાત આવા લેખ આપી માહિતી પ્રદાન કરશો તે ગમશે…કુશળ હશો…અસ્તુ

     

    Narendra Jagtap

  7. Atul Jani (Agantuk)

  8. આ શોકપર્વથી સહુને આંતરદર્શન તરફ દોરી જાય છે. ઈતિહાસ અને અવતરણોથી પોસ્ટ માહિતીસભર અને ઉપયોગી બની છે.

     

    Pancham Shukla

  9. સત્ય અને અસત્ય, ધર્મ અને અધર્મ, નીતિ અને અનીતિની એ લડાઇમાં હજરત ઇમામ હુસેન ને ૭૨ સાથીઓ પણ યઝદીના વિશાળ લશ્કરને ભારે પડયા.ઇમામ હુસેનની આ શહાદતના શોકમાં મોહરમ માસમાં શોક પાળે છે. ઇમામ હુસેન માટે દુઆ કરે છે અને તેમની શહાદતને આંસુભીની આંખે યાદ કરે છે.

    આપણાં ધર્મની બદી દેખાડનારાઓની તો તેમાંથી અમુક લોકો તો પોતાની ઈચ્છા પ્રમાણે ડબલ ઢોલકી બજાવે છે. એક વખત જેને સારું કહ્યું હોય તેની તે વાત ને ફરી વખત ખરાબ કહીને વખોડે છે. વળી પાપડી ભેગી ઈયળ પણ બાફી નાખતા હોય છે – એટલે કે ધર્મની જે સારી વાત હોય તેને પણ વિકૃત રીતે રજૂ કરતાં હોય છે.
    શ્રી ઈમામ હુસૈનની સત્ય અને ધર્મના પ્રચારની યાદ જરૂર કરવી જોઈએ

     

    pragnaju

  10. Superbly naratted the Journey to Karbala Reading the battle of Karbala I could not stop tears running down my eyes I dedicate these tears to the grandson of prophet Mohammed PBUH for his ”Azeem”sacrifice.

     

    shenny Mawji

  11. કરુણ…કથની…

     

    vishwadeep

  12. સુંદર સંકલન અને વ્યવસ્થિત રજૂઆત.

     

    Manhar Mody ('mann' palanpuri)

  13. આજે પણ અન્યાય છે અસત્ય છે માટે સત્ય અસત્ય, પાપ પૂણ્ય ,દેવાસૂર યુદ્ધ સદીઓથી ચાલ્યા જ કરે છે..અસત્ય આચરનારનું સત્ય ખૂલે તો તે પણ ક્રોધે ભરાય અને કહેવાતા ધાર્મિકોનું પાપ પણ પ્રગટ થાય તો તે પણ ધરમનામે યુદ્ધે જ આદરે છે..અનાદિકાકાળ્ ચાલતા આવેલ સ્ંઘર્ષ છે..મૂલ પાપ છૂપા રહી આદરાય પણ જેવું પ્રગટ્ થાય તો ઉહાપોહ કરે છે..કે કોઈ ન જુએ..પ્ણ શુ તે થઈ જોતો ? માનવ પોતે સુધરવા ઇચ્છે ત્યારે જ સુધરે છે..પણ આદતો તેને પાપ અન્યાયનો શિકાર બનાવ્યે જ રાખે છે.મોટૅભાગે બલિ સત્ય આચરનારનો જ થાય છે.આત્મનિરિક્ષણ જરુરી છે..સત્ય પણ વિવાદ્થી પર નથી..માટે જ જે હિતકર છે તે સત્ય ..સદપ્રેરણા સર્વથી લઈ શકાય…આ નો ભદ્ર ક્રતવો યન્તુ વિશ્વત્ઃ

     

    Dilip

  14. માનવતાને હૃદયમાં રમાડવી તે જ સાચો ધર્મ. સત્ય માટેની શહાદતમાંથી જ
    જન્મે છે જગ કલ્યાણની કેડી.સૌ એ મહાવીરોને શતશત સલામ.
    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  15. ઈમામ હુસૈન ની શહાદત ને લાખો સલામ

     

    "azadar" vijapura

Leave a Reply

Message: