9 May 2009

યાદ

Posted by sapana

યાદ

હ્રદય નિચોવી

તારી યાદ નિચોવું,

હ્રદયની ધરતી

અશ્રુથી ભીંજવાઈ પાછી

ભીની ભીની થઈ.

ફરી નિચોવું હ્રદય

ફરી તારી યાદ નિચોવી,

પણ તારા પગલાં

હ્રદયની ધરતી પર

અકબંધ છે.

હું અને હ્રદય

મૌન બની તારા

પગલાં નિરખીયે.

સપના

Subscribe to Comments

One Response to “યાદ”

  1. આપની આ રચના ઉપર એક હાઇકુ લખુ છુ આપને જરૂર થી ગમશે.

    હું ને હ્રદય,
    પગલા નિરખીયે,
    મૌન બનીને.

    http://www.aagaman.wordpress.com

    Mayur Prajapati

     

    Mayur Prajapati

Leave a Reply

Message: