21 Nov 2010

સર્જકો સાથે સાંજ-૨

Posted by sapana

03 copy

આ ગઝલમાં સુવાસ મૂકું
લાવ એમાં થોડાં શ્વાસ મૂકું
પાસ જાઉં  હું પીયાની જલ્દી
લાવ મળવાની હું આશ મૂકું

મિત્રો,
શિકાગો આર્ટ સર્કલ આયોજીત સર્જકો સાથે સાંજ ની બીજી બેઠક તારીખ ૧૪ નવેમ્બર,૨૦૧૦ ના રોજ રાખવામાં આવેલી.આ કાર્યક્રમનાં અતિથિ વિશેષ માનનીય આરતીબેન મુન્શી હતા.મેં પહેલી પોસ્ટમાં જણાવ્યું એ પ્રમાણે આ બેઠકનો મુખ્ય હેતુ નવોદિત કવિઓ અને કવિયત્રીઓને શીખવવાનું અને એમની સર્જનપ્રવૃતિને ક્રમસહવેગ મળે બસ એટલોજ છે.. મિત્રો… શિકાગો આર્ટ સર્કલ ના પરામર્શક અને જેમના અથાગ પ્રયત્નોના ફલસ્વરુપ આ પ્રયોગના વિધિવત શ્રીગણેશ શિકાગોમા થયા છે એ કવિદંપતી ડો.ડબાવાલા અને તેમના પત્ની ડો.મધુમતીબેન કોઇ શબ્દોના મોહતાજ નથી એ વાત આપ સાહિત્યરસિકો ખૂબ જ સારી રીતે જાણો છો.. ..આ કાર્યક્રમનાં યજમાન ડો. આશિષભાઈ હતા. આશિષભાઈ અને નિવીતાબેન આ હસમુખા દંપતીની પરોણાગતથી બેશક…. ભારતીય સંસ્કૃતિની યાદ આવી ગઈ..
કવિ ડો. અશરફભાઈ ડબવાલા, ડો મધુમતીબેન મહેતા, ડૉ આશિષભાઈ પટેલ,નિવીતાબેન ,સબિર કપાસી,નીશાબેન કપાસી ,હુસેની કપાસી, શરીફ વિજાપુરા નિલેશભાઈ બ્રહ્મભટ્ટ,ઊર્મીબેન, મુકુંદભાઈ દેસાઈ અને એમનાં ધર્મપત્નિ,પંકજ શાહ અને..પ્રીતી પટેલ વગેરે એ ભાગ લીધેલો..પ્રોગ્રામની શરૂઆત ભરત દેસાઇ સ્પંદનની ગઝલથી થઈ. તેમના ગઝલ પઠનથી લોકો મુગ્ધ થઈ ગયાં..ગઝલની પંક્તિઓ આ પ્રમાણે હતી..
વતેસર વાતનું ને લોકચર્ચા પણ ભળી ગૈ છે
ખબર ત્યારેજ થૈ અફવા સમાચારો બની ગૈ છે

ખુદા તારી કસોટીની અદા માફક મને આવી,

હવેતો ઠોકરોની પણ મને આદત પડી ગૈ છે……….

આ ગઝલ પૂરી થતાં થોડી ગઝલનાં બંધારણ વિષે ચર્ચા થઈ..પછી નિલેશભાઈ બ્રહ્મભટે પોતાનું પુત્રવધુનાં આગમનનું સુંદર સોનેટ સંભળાવ્યું…
હતી ષોડષી જેગઈ કાલ સુધી

સજી આજ આવી નવોઢા બનીને

અને હાજર બધાજ લાગણીનાં પ્રવાહમાં ખેંચાતા ગયાં..સોનેટના પઠન પછી સોનેટ્ની ચર્ચા થઈ અને અશરફભાઈએ સોનેટ વિષે ઘણી માહિતી આપી હતી.હુસેની કપાસી જે આશાવાદી નવયુવાન કવિ છે છે એમણે સર્જેલી બે પંક્તિઓ કહી. કવિ જગતમાં પાપાપગલી ભરી રહ્યાછે એવા અમારાં યજમાન આશિષભાઈના કંઠે એક અછાંદસ સાંભળવા મળ્યું..જે મારાં હૈયાને તો ચોક્કસ હચમચાવી ગયું..આ અનામી અછાંદસનું નામ અશરફભાઈએ ત્યાં જ આપ્યું..જીવન સંગીત..જે જિંદગી અને મોતની સચ્ચાઈ કહી ગયું..આટલાં પ્રોગ્રામ પછી બ્રેક પડ્યો અને અમે નિવિતાબેનનાં હાથનાં બનાવેલ ગરમાગરમ વડા ખાધાં અને ચા પીધી.

ત્યારબાદ મારો વારો આવ્યો અને મેં મારી એક તાજી લખેલી ગઝલ સંભળાવી..

તે કેટલો સુંદર હશે!!

અવનિ પુષ્પોથી ભરી તે કેટલો સુંદર હશે!!
વ્યોમની એ તો પરી
તે કેટલો સુંદર હશે!!

અને પછી મારું એક અછાંદસ ધર્મસંભળાવ્યું હતું..
હવે
મધુબેન મહેતાનાં મધુર કંઠે એક ગઝલ..સાંભળી

અમારી હથેળીની જે છે અમાનત
ઊઠીને કરે
આંગળીની છણાવટ..

અને આખો માહોલ તાળીઓથી રણકી ઊઠ્યો..મધુબેને શ્રોતાઓનાં મન મોહી લીધાં હતા અને એમણે એમની બીજી ગઝલ પણ સંભળાવી…ગઝલનું પઠન ખૂબ સરસ થયું..એમણે શ્રોતાઓને પોતાની તરફ ખેંચી રાખેલા..ગઝલનું પઠન કેવી રીતે કરવું જોઇએ એની સમજ પણ આપી છેલ્લે..અશરફભાઈએ એમની એક નવીરચના ગૂગલ કરું છું સંભળાવી..

નાદાન એવો છું કે છળને ગૂગલ કરું છું
લૂંટાઈને પછી હું ઠગને ગૂગલ
કરુ છું..

આ ગઝલને બધાએ તાળીઓનાં ગડ્ગડાટથી વધાવી લીધી..નેટને પણ ગઝલમાં આવરી લેવાની અશરફભાઈની કલા પર આફરીન થઇ જવાયુ..પછી ગઝલોનાં લઘુ અને ગુરુ વિષે ચર્ચા થઈ..લઘુ અને ગુરુ કોને કહેવાય અને જોડીયા અક્ષરો અનુસ્વાર વગેરે વિષે વાતચીત થઈ…આ સાંજ દરેક નવોદિત માટે ઉપયોગી પુરવાર થઈ..આ આનંદ સો ગણો વધી ગયો, જ્યારે અમારાં અતિથિ વિશેષ આરતીબેન મુનશી એ અમને ત્રણ ચાર ગીત સંભળાવ્યાં.નયન દેસાઈનું લંબચોરસ ઓરડો.. એકલ દોક્લ વર્ષા..એમના કોયલ જેવાં અવાજથી વાતાવરણ ટહૂકી ગયું હતુ…આ સાથે પ્રોગ્રામ પૂરો થયો ને નિવીતાબેનના હાથની રસોઈ માણી બધાં છૂટાં પડ્યા..હવે પછીની બેઠક જાન્યુઆરીમા ૮ અને ૯ ૨૦૧૧ ના રાખેલ છે જે ગઝલ ગીત અને કવિતા બાબતેનો એક નાનકડો વર્કશોપ હશે એવો ખાસ આગ્રહ અશરફભાઇ અને મધુબેને રાખેલ છે જેથી કરીને કવિતા બાબતે વિસ્તારથી ચર્ચા થઇ શકે અને સાથેસાથે જાહેરાત પણછે કે જે સાહિત્યરસિકો શિકાગોમા છે અથવા તો નજીકમા હોય અને આ બાબતે વધુ જાણકારી મેળવવી હોય અને જેમને પણ કવિતા ગીત ગઝલ લખવામાં રસરુચિ ધરાવતા હોય તેણે નીચેનાં ઈ મેઈલ એડ્રેસ પર જાણ કરવાથી વિગતવાર જાણકારી મેળવી શકાશે. sapana53@hotmail.com , bharatdesai20@yahoo.com.

Report by;

સપના વિજાપુરા


Subscribe to Comments

20 Responses to “સર્જકો સાથે સાંજ-૨”

  1. વાહ… સપનાજી,
    બહુજ સરસ અહેવાલ આપ્યો તમે.જનાબ અશરફભાઈ અને મધુમતીબહેનના સાંનિધ્યમાં આખોય માહોલ કોઇ તાજા જ ગુંથેલા ગજરાની જેમ મહેકી ઉઠ્યો હશે એ હું અહીં રાજકોટમાં બેઠા-બેઠા અનુભવી રહ્યો છું…!(જો કે હું રાજકોટમાં માત્ર માર્ચ મહિના સુધી જ છું પછી મારા fremont,CA ના ઘેર પહોંચી જવાનો)
    બધા કવિમિત્રોને હાર્દિક અભિનંદન અને સરસ કાર્યક્રમનું યજમાન પદ ભારતીય પરંપરાને છાજે એમ સ-રસ રીતે નિભાવવા બદલ શ્રી આશિષભાઈ અને નિવીતાબેનને પણ અભિનંદન.

     

    ડૉ. મહેશ રાવલ

  2. આપ સહુ સાહિત્યરસિકો કવિઓ ભાગ્યશાળી છો કે આ રીતે મળો છો અમને પણ પ્રેરણા મળે કે આમ મળી ગોષ્ટી કરીએ..આશીષભાઈ વિનીતાબહેન યજમાનપદ શોભાવ્યું છે..આ રીતે નવોદિતો સાચે જ પ્રગતિ સાધે છે તેમાં શ્ંકા નથી. અહેવાલ સુંદર છે પંક્તિઓથી સોહે છે.. એમ થાય કે સામેલ થઈએ…

     

    dilip

  3. Sapnaji & Bharat Desai
    We the Officials of the Gujarati Writers’Guild-UK (Estd:1973) are extremely pleased to know that your group is going to meet from time to time which not only would provide the opportunity to meet friends & colleagues but at the same time would encourages people participating to write and express themselves in such “BAITHAKS” which ultimately gives mental recreation to everyone from the hustle-bustle of fast & busy life of modern era.
    Here in the United Kingdom we had the first Gujarati Mushaira in honour of the greatest Gujarati Hazalkar Late I.D.”BEKAR” in Bolton in 1968 and in 1971 we established the Gujarati Sahitya Mandal-UK which was later on in 1973 at the suggestion of Late Sheikh-Adam Aaboowala renamed as “The Gujarati Writers’Guild-UK”. Sheikh-Adam who was then in Germany was guest of one of our founder member “Kadam” in Preston – Lancashire and we had more or less similar type of “Baithak” as yours (in Chikago) at “KADAM”‘s place in the presence of Sheikh-Adam who suggested that we should have such “Baithak”s every month or six weeks and recite their Gazals/Hazals.
    The end result is that so far we had over 86 Mushairas in various towns of the United Kingdom and poets (male & female) from Bolton,London,Leicester,Birmingham,Bately,Preston, Manchester, Blackburn are participating in Mushairas organised by the Gujarati writers’Guild-UK. Number of well known poets like Adil Mansuri, Khalil Dhantejvi,Shobhit Desai,Manilal Patel, Mukund Desai etc etc were our chief guests from time to time.
    We hope your group would progress in the same way as we have.Our Vice-President Adam Tankarvi, a world renowned poet was invited quite a few times to up-lift Mushaira/Kavi Sammelans in the U.S.A. and as can be seen from the DVD’s that the audiance was very impressed by his performace there.
    With best wishes
    Siraj Patel “Paguthanvi”
    Secretary, the Gujarati Writers’Guild-UK(Estd:1973)

     

    Siraj Patel "Paguthanvi"

  4. સરસ અહેવાલ.

     

    Heena Parekh

  5. આપ સર્વેને અભિનન્દન.

     

    Chirag

  6. સપનાબેન,
    તમે પોસ્ટરૂપે જે હેવાલ આપ્યો તે વાંચી આનંદ.આ સાથે પ્રગટ કરેલો ફોટો નિહાળી વધુ આનંદ !
    તમે બધા ભેગા થઈ ચર્ચાઓ કરો છો એ જાણી, મારૂં હૈયું આનંદમાં નાચે છે.
    હું કોઈ કવિ કે ગઝલ લખનાર નથી….જે કોઈ આવી રચનાઓ કરે તે સૌ માટે માન છે….થોડા શબ્દોમાં ઘણું કહવું …એ રચનાકારો જ કરી શકે….હું આ સત્યના પંથે જવા પ્રયાસ કરતો રહું છું….ભાષામાંથી શબ્દો વીણી કંઈક કરૂં ત્યારે હૈયે આનંદ હોય છે.
    જો હું ચીકાગો હોત તો જરૂર “એક રસીક” તરીકે હાજરી આપી સૌને સાંભળી આનંદ માણ્યો હોત !….ખેર, એ તો એક આશા રહી !….પણ આ પોસ્ટ વાંચી, એટલું તો થયું કે “જાણે હું તમારી સાથે જ હતો”..કારણ કે સપનાબેને સરસ વર્ણન કર્યું હતું !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    ALL in the meeting are invited to my Blog Chandrapukar !..Hope to see you….one..two ..& all one day !

     

    DR. CHANDRAVADAN MISTRY

  7. “શિકાગો લેન્ડમાં ‘સર્જકો સાથે સાંજ’ ” પોસ્ટ http://www.girishparikh.wordpress.com બ્લોગ પર વાંચવા વિનંતી.

     

    Girish Parikh

  8. સરસ કામ આદર્યુ છે ! અભિનંદન અને શુભેચ્છાઓ ! ભવિષ્યમા પણ દરેક બેઠક નો એહવાલ આપશો તો ગમશે !

     

    ઇશ્ક પાલનપુરી

  9. સપનાજીએ બહુ રસપ્રદ શૈલીમાં અહેવાલ આપ્યો છે. જાણે હું પોતે હાજર હોઉં તેવું લાગ્યું. ગયા વર્ષે ન્યુ જર્સીમાં ‘ગુજરાત દર્પણ ના નેજા હેઠળ સાહિત્ય ગોષ્ઠિમાં હાજરી આપવાનો લાભ મળ્યો હતો તેની યાદ આવી ગઈ. અમે અહિં ગુજરાતના એક નાનકડા પરંતુ ગઝલની દુનિયમાં આગવું મહત્વ ધરાવતા શહેર પાલનપુરમાં પણ ‘શબ્દ સાધના પરિવાર’ ના સભ્યો દર રવિવારે ‘રવિસભા’માં કાવ્ય ગોષ્ઠિ રાખીયે છીયે અને સ્વરચિત અને અન્ય કવિઓની સારી રચનાઓનું પઠન કરીયે છીયે. આવી બેઠકો ચોક્કસપણે નવોદિતોને જ નહિ પણ અનુભવી કવિઓને પણ ઉપયોગી થઈ પડે છે.

    ભાઈ શ્રી ભરત દેસાઈની ગઝલ ખરેખર દાદ ને કાબિલ છે. અભિનંદન, ભરતભાઈ.

     

    Manhar Mody ('mann' palanpuri)

  10. aa bahu j saras vat chhe ke tame badha aa rite malta raho chho

    krushna dave

     

    sapana

  11. મૌખીક અહેવાલ તો ભરતભઐ સાથે ફોન પર વાત કરી ત્યારે મળ્યો હતો..આજે સપનાબેનની કલમે વાંચ્યો.. આનંદ થયો.આવો જ અહેવાલ ડગલા પર પણ વાંચ્યો હતો અને વિશ્વદીપભાઈ એ પણ્ હ્યુસ્ટન બેઠક્નો મુક્યો છે http://www.gujaratisahityasarita.org

     

    vijay shah

  12. સુંદર અહેવાલ અને સરસ કાવ્ય-પ્રવૃત્તિ બદલ અભાર અને અભિનંદન!
    સુધીર પટેલ.

     

    sudhir patel

  13. એક આનંદ સાથે ભાવ જગાવતી અને કઈંક નવા લોકોને
    ઉત્સાહનું અમૃત પાનાર ,સર્વ સાહિત્યિક મીત્રોને ખૂબખૂબ
    અભિનંદન.સપનાબેનનો ઉત્સાહ પ્રેરણાદાયક છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

    ગોકુળમાં અવળા વાયરા વાયા…રમેશ પટેલ(આકાશદીપ)

    -Pl find time to visit my site and leave a comment

    સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
    http://nabhakashdeep.wordpress.com/

    With regards
    Ramesh Patel

     

    Ramesh Patel

  14. ગિરીશ પરીખે “શિકાગોમાં ‘સાહિત્ય સત્સંગ’ ” લેખમાળા http://www.girishparikh.wordpress.com પર આજથી શરૂ કરી છે. વાંચવા વિનંતી.

     

    Girish Parikh

  15. ‘શિકાગોમાં ‘સાહિત્ય સત્સંગ’ ની પહેલી બેઠકનો આનંદ’ (અહેવાલ) http://www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ કર્યો છે. વાંચવા વિનંતી.

     

    Girish Parikh

  16. good initiative … and nice article. Thank you sapnaben,.

     

    Daxesh Contractor

  17. શિકાગોમાં ‘સાહિત્ય સત્સંગ’ ની બીજી બેઠકના આનંદનો ભાગ ૧ આજે http://www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ કર્યો છે. બીજી બેઠકનો અહેવાલ કુલ ચાર કે પાંચ ભાગોમાં આપવા વિચાર્યું છે. (ડૉ. અશરફ ડબાવાલાએ આ બેઠકમાં પણ હાજરી આપી હતી.) બ્લોગની રોજ મુલાકાત લેતા રહેશો અને પ્રતિભાવો આપતા રહેશો એવી વિનંતી કરું છું.

     

    Girish Parikh

  18. સપનાજી આપ્ને આ પ્રકારની બેઠકથી ખુબ જ માર્ગ દર્શન મળશે અને પ્રગતિ થશે ..
    આપનો બીજો દિવાન વધુ સારી રચના લઈ આવે તે જ શુભેચ્છા આપુ છું..

     

    dilip

  19. સરસ પ્રવૃત્તિનો રૂબરૂ કરી દે તેવો અહેવાલ.

     

    Pancham Shukla

  20. સરસ અહેવાલ અને આ ગમી

    આ ગઝલમાં સુવાસ મૂકું
    લાવ એમાં થોડાં શ્વાસ મૂકું
    પાસ જાઉં હું પીયાની જલ્દી
    લાવ મળવાની હું આશ મૂકું

     

    Lata Hirani

Leave a Reply

Message: