21 Oct 2010

ધર્મ

Posted by sapana

મિત્રો,ગુજરાતી ભાષાનાં એક લેખીકા નીલમબેન  દોશી શિકાગો આવ્યા અને મારે એમને મળવાનું થયું..અમે બન્ને બે કલાક જેવાં બેસીને વાતો કરી..એમનાં વિચારોથી મને ઘણી પ્રેરણા મળી એના માટે હું એમની આભારી રહીશ..એમની ઓળખાણની જરૂર નથી..આ કાવ્ય એમને અર્પણ કરું છું..નીલમબેન મને બહેન તરીકે સ્વીકારશોને?
સપના

વસંત આવીફૂલો મહેંક્યાં,

શું ધર્મ હશે આ ફૂલોનો?

રુમઝુમ વર્ષા આવી,

પંખી ચહેંક્યા,

શું ધર્મ હશે આ પંખીઓનો

શરદ પૂનમ આવી,

ચાંદ પૂરો થયો

અને  સાગર ઉછળ્યાં

શું ધર્મ હશે આ દરિયાઓનો?

સંબંધ વીના બે હ્રદય મળ્યાં

હસ્યાં બોલ્યા..

હળ્યાં મળ્યાં ભળ્યાં

બેઠી બેઠી સંધ્યા સમયે

ગુમ સુમ હું વિચારું

શું ધર્મ હશે આ લાગણીઓનો?

– સપના વિજાપુરા

Subscribe to Comments

15 Responses to “ધર્મ”

  1. સરસ અનોખી કવિતા ખૂબ જ ગમી ગઈ.એક મજા સાથે અને છેલ્લી
    પંક્તિઓ લાગણીમાં ગરકાવ કરી ગઈ. સુશ્રી નલીને બેન એટલે
    સાહિત્ય સાગરની લાગણી છલકતી લહેરો.

    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  2. વાહ ખૂબ સરસ સપના બહેન્..

    સંબંધ વીના બે હ્રદય મળ્યાં

    હસ્યાં બોલ્યા..

    હળ્યાં મળ્યાં ભળ્યાં

    બેઠી બેઠી સંધ્યા સમયે

    ગુમ સુમ હું વિચારું

    શું ધર્મ હશે આ લાગણીઓનો?

    હ્રદયમાં વસેી ગઈ આ વાત…

     

    neetakotecha

  3. શુધ્ધ લાગણેીઓનો મેળાપ એ જ કુદરતેી ધર્મ છે તે સમજાવતી સુંદર રચના ! લાગણીના આ ઝરાની મીઠાશ વહેંચવા માટે આભાર !

     

    Rekha Sindhal

  4. ખૂબજ સરસ ..

     

    viresh

  5. નીલમબેન મારાં પણ દીદી છે. એમની વાર્તાઓએ ગણી સેવા કરી છે. મારાં ગદ્ય લખાણોને પણ એમની વર્ણનશક્તિથી પ્રેરણા મળી છે.
    દીદીને યાદ.

     

    સુરેશ જાની

  6. હજુ ગઇ કાલે જ દેી એ કહ્યુકે સપનાબેન જોડૅ મુલાકાત્ થઇ … સરસ … નિલમદીદી હમેશ એમની લાગણી અને લેખીની દ્વારા ‘ પરમ સમિપે’ રહ્યા છે …! લાગણી ખુદ એક ધર્મ છે માનવતાનો – ઋણાનુબન્ધ છે આત્માનુ – રુહ નુ…!!!…….

     

    Chetu

  7. ખુબ સરસ સપના..

    સંબંધ વીના બે હ્રદય મળ્યાં

    હસ્યાં બોલ્યા..

    હળ્યાં મળ્યાં ભળ્યાં

    બેઠી બેઠી સંધ્યા સમયે

    ગુમ સુમ હું વિચારું

    શું ધર્મ હશે આ લાગણીઓનો?

    સગપણ વગરના આ સંબંધ્…હું તો કહું છું કે ઋણાનુબંધ હશે વેબના માધ્યમ દ્વારા !!

     

    Devika Dhruva

  8. સપનાબહેનઃ અબિનંદન.
    તમારું ઘર પણ સાહિત્યમંદિર થતું જાય છે. ચિનુ મોદી, કૃષ્ણ દવે, મધુ મહેતા, અને હવે નીલમ દોશીએ ઘરને પાવન કર્યું.

    આશા રાખું છું આ મુક્તક ગમશેઃ

    સાહિત્યધર્મ

    અમારો તો છે સાહિત્યધર્મ
    કરવું અમારે સાહિત્યકર્મ
    પામવો અમારે સાહિત્યમર્મ
    ભલે લોક અમને કહે સાહિત્યજર્મ ! (સાહિત્યના કીડા !)
    — ગિરીશ પરીખ
    બ્લૉગઃ http://www.girishparikh.wordpress.com

     

    Girish Parikh

  9. સપનાબહેનઃ અભિનંદન.
    તમારું ઘર પણ સાહિત્યમંદિર થતું જાય છે. ચિનુ મોદી, કૃષ્ણ દવે, મધુ મહેતા, અને હવે નીલમ દોશીએ ઘરને પાવન કર્યું.

    આશા રાખું છું આ મુક્તક ગમશેઃ

    સાહિત્યધર્મ

    અમારો તો છે સાહિત્યધર્મ
    કરવું અમારે સાહિત્યકર્મ
    પામવો અમારે સાહિત્યમર્મ
    ભલે લોક અમને કહે સાહિત્યજર્મ ! (સાહિત્યના કીડા !)
    — ગિરીશ પરીખ
    બ્લૉગઃ http://www.girishparikh.wordpress.com

     

    Girish Parikh

  10. ખૂબ સરસ્..

     

    Lata Hirani

  11. ખુબ જ સુંદર ..રચના.. બહુમૂલ્ય સ્ંકેત આપતી રચના કે મૂલ પ્રક્રુતિનો ધર્મ અને માનવ સર્જીત ધરમ્…મૂલ ધરમ સમજાતા સાચો ધરમ સમજાઈ જીવાઈ જવાય..આપને નીલમબેન દોષીનો સતસંગ મળ્યો તે ખુબ આનંદદાયી ઘટના છે આ કાવ્યમાં આપે સંકેતપ્રશ્ન કરી દીધો કે કવિઓનો ધર્મ શું ?

     

    dilip

  12. સરસ ભાવનાઓથી ભરેલૂં કાવ્ય.

     

    himanshu patel

  13. siply superb rachana

     

    HemantH Trivedi

  14. સપનાબેન..આભાર સુંદર રચના બદલ અને અહીં મને મળવા આવ્યા તે બદલ પણ…

    લાગણીનું ઝરણું તો વહેતુ રહે..એનું ખળખળ સંગીત આપણા સૌના અંતરને પ્રસન્નતા અર્પતું રહે એવી પ્રાર્થના…

    બહેન કહો..મિત્ર કહો..કોઇ પણ નામ આપી શકો…સ્નેહના સંબંધો નામના મોહતાજ કયારે હોય છે ?

     

    nilam doshi

  15. નામ એના નાશનો ધારો અહીં ,
    શ્ર્વાસ ચાલે સાવ નોધારો અહીં .

    છે બધું મારૂં જ છે નો છે ભરમ ,
    અંતમાં તો તુંય ના તારો અહીં .

     

    marmi kavi

Leave a Reply

Message: