10 Oct 2010

સહેવાય ના

Posted by sapana


ચાહત સહેવાય ના
આવું  રહેવાય ના


લો આજ તમને કહું
જગને કહેવાય ના

ઘૂંટી મહેંદી ઘણી
પણ રંગ પકડાય ના

પુષ્પો હસે રોજ પણ
ઉપવન મહેકાય ના

પીયા મિલનની લગન
ગૌરી લહેકાય ના

પથ્થર છે ચારે તરફ
શિર ત્યાં નમાવાય ના

પંખી ભલાં ઊડતાં
પિંજર ચહેકાય ના

ડૂમા   ભલે હો ગળે
આંખે વહેવાય ના

“સપના’ રહે આંખમાં
સપનાં વહેચાય ના

સપના વિજાપુરા

Subscribe to Comments

14 Responses to “સહેવાય ના”

  1. પુષ્પો હસે રોજ પણ
    ઉપવન મહેકાય ના..
    સુંદર ગઝલ ..

     

    vishwadeep

  2. પુષ્પો હસે રોજ પણ
    ઉપવન મહેકાય ના
    સુંદર ગઝલ્..

     

    vishwadeep

  3. સરસ છે..

     

    Lata Hirani

  4. સરળ, સુંદર ગઝલ.

     

    કિરણસિંહ ચૌહાણ

  5. ઘૂંટી મહેંદી ઘણી
    પણ રંગ પકડાય ના

    પુષ્પો હસે રોજ પણ
    ઉપવન મહેકાય ના
    ……
    હૂદયના વિરહી ભાવોને ખૂબ જ કલામય રીતે ગઝલમાં આપે
    મહેકાવ્યા છે. અભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  6. સરસ ગમીગઈ..

     

    himanshu patel

  7. ટૂકી બહેરનેી સુંદર ગઝલ

     

    devika dhruva

  8. સરસ ગજ્હલ.બહરમાઁ હોઈ ગેયતા ચ્હે
    વફા

     

    Wafa

  9. ડૂમા ભલે હો ગળે
    આંખે વહેવાય ના

    “સપના’ રહે આંખમાં
    સપનાં વહેચાય ના ..
    સુંદર

    આ સપનાઓનો ભાર મારી પાંપણો ઉચકી શકતી નથી. હવે તો ખબર નથી ક્યારે મારી હિમ્મત તુટી જશે અને જ્યારે હું હિમ્મત હારી જઈશ, મારા સપનાઓની લાશ જોઈને ડરી જઈશ, ત્યારે મારુ હૃદય ટુકડાઓમાં વહેચાય જશે, અને પછી તે રાત્રે મને ઉંઘ આવશે, પણ એ રાતમાં સપનાઓ નહિ હોય. અને પછી તે રાતની સવાર ક્યારેય નહી આવે.બસ, હવે હું તે રાતને ઝંખુ છું કે જેમાં મને ઉંઘ આવે અને જે રાતની સવાર ના આવે.

     

    pragnaju

  10. ડૂમા ભલે હો ગળે
    આંખે વહેવાય ના
    બહુ સુંદર. નાની બહેરમાં મોટી વાત.

     

    Jagadish Christian

  11. પથ્થર છે ચારે તરફ
    શિર ત્યાં નમાવાય ના

    સરસ રજૂઆત.

     

    Manhar Mody ('mann' palanpuri)

  12. ઘૂંટી મહેંદી ઘણી
    પણ રંગ પકડાય ના

    પુષ્પો હસે રોજ પણ
    ઉપવન મહેકાય ના
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    સપના..સુંદર ગઝલ..બહું જ ગમી !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Inviting ALL to Chandrapukar to read HEALTH Posts !

     

    DR. CHANDRAVADAN MISTRY

  13. ચાહત સહેવાય ના
    આવું રહેવાય ના

    બીજો મિસરો બહુ સ્પષ્ટ નથી…

     

    dilip

  14. સરસ ગઝલ !

    પથ્થર છે ચારે તરફ
    શિર ત્યાં નમાવાય ના

    આ શેર વિશેષ ગમ્યો !

     

    ઈશ્ક પાલનપુરી

Leave a Reply

Message: