26 Sep 2010

ઓરડો

Posted by sapana

હું મારાં સુનાં ઓરડામાં બેઠી હતી.

ઓરડો જેમાં વ્યથાની દીવાલો છે

ઓરડો જેમાં શબ્દોનાં ઉઝરડા છે

ઓરડો જેમાં વેદનાની બારીઓ છે

ઓરડો જેમાં આંસુનાં તોરણ છે

ઓરડો જેમાં જખ્મોના ઝૂમર છે

ઓરડો જેમાં અવિશ્વાસની જાજમ છે

ઓરડો જેમાં જુઠાણાંનાં છિદ્રો છે

ઓરડો  જેમાં કટાક્ષોના કાણાં છે

ઓરડો જેમાં માંદગીઓ અપરમપાર છે..

આવાં ઓરડામાં બેઠી હતી

આવાં જુનાં ઓરડામાં

અને દ્વાર પર એક ટકોરો થયો

ત્યાં ચહેરા વગરની એક વ્યક્તિ ઉભી હતી

આવવું  છે?આમ તો હું કોઈની રજા લેતો નથી.

ક્યાં?

આ ઓરડો છોડી નવાં ઓરડામાં?

એ ઓરડામાં પ્રેમ છે

વ્યથા નથી ઉઝરડા નથી

જુઠ નથી અવિશ્વાસ નથી

આંસું નથી જખ્મ નથી

કટાક્ષો નથી અને કોઈ માંદગી નથી

કોઈ દુખ નથી

આ ઓરડાની બારીમાંથી ઉઘડતાં પુષ્પો અને

મહેકતો બગીચો છે અને લહેરાતાં ખેતરો

અને વળ ખાતા ઝરણાં અને સુંદર પહાડો

રંગબેરંગી પંખીઓ

મીઠાં પાણીના સાગર

મોતીની રેત…મોટા મોટા વિશાળ

પૃથ્વી જેવડા મકાનો જેમાં શ્વાસ રૂંધાય નહી

એમાં એક ઓરડો

અને જ્યાં બસ ફ્ક્ત

પ્રેમ પ્રેમ પ્રેમ છે !!

આવવું છે?

અને હું ચુપચાપ

એ ચહેરા વગરની વ્યકતિનો

મુલાયમ હાથ પકડી

સાથે નીકળી પડી.

સપના વિજાપુરા


Subscribe to Comments

20 Responses to “ઓરડો”

  1. સપના વિજાપુરા
    આ કાવ્યમાં જુનો ઓરડો એટલે આ જીવન
    વ્યકતિ એટલે મલેકુલ મૌત અથવા યમરાજ
    અને નવૉ ઓરડો એટલે સ્વર્ગ..માની ફરી વાંચવુ આ કાવ્ય

    અંતે આવી નોંધ મૂકી તમે કાવ્યને તમારી દ્રૂષ્ટીથી વાંચવાની ફરજ પાડો છો કવિતા ભાવન છે તો ભાવકને આસ્વાદ અને અભિપ્રાય વ્યક્ત કરવા દો
    ઓરડામાં ભરેલો ખાલિપો અને ભૂતકાળનો સમ્રૂધ્ધ ખાલિપો એ બે અવસ્થા વચ્ચેની ખેંચતાણ.સરસ અભિવ્યક્તિ…

     

    himanshu patel

  2. સ્વર્ગ તો અહીં પૃથ્વી પર જ છે જે કોઈના સંસ્પર્શથી, કોઈની સંનિધિથી કે વિચારમાત્રથી સર્જાય છે, દૃષ્ટિગોચર થવા માંડે છે… તમે તમારી રીતે સુંદર કલ્પના કરી છે. પણ હિમાંશુભાઈની વાત સાચી છે. વાંચતા વાંચતા મનમાં જે ભાવજગત સર્જાય તે તમારી નોંધથી જાણે તૂટી જાય.

     

    Daxesh Contractor

  3. એ ઓરડામાં પ્રેમ છે

    વ્યથા નથી ઉઝરડા નથી

    જુઠ નથી અવિશ્વાસ નથી

    વાહ,,,

     

    "માનવ"

  4. સુંદર અભિવ્યક્તિ.

     

    Jagadish Christian

  5. સરસ રચના.
    કેવુ જીવન જીવિ રહ્યા છીયે,
    તેનુ વાસ્ત્વીક ચીત્ર્ણ.

     

    urvashi parekh

  6. ત્યાં ચહેરા વગરની એક વ્યક્તિ ઉભી હતી

    આવવું છે?આમ તો હું કોઈની રજા લેતો નથી.

    ક્યાં?

    આ ઓરડો છોડી નવાં ઓરડામાં?
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>સપના….આ રચના ગમી !….પ્રતિભાવો વાંચ્યા !
    મને થાય છે સૌ માનવીઓ રહી રહી ઓરડાને “જુનો”અને “ના રહેવાય “તેવો કરી નાંખે છે !….જ્યારે, માનવીમાં જાગ્રુતી થાય ત્યારે જ “પ્રભુ નજીક આવી” હાથ આપે…અને માનવીના જીવનમાં “પરિવર્તન” થાય તે જ “એનો નવો ઓરડો” !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Sapana…Hope to see you on Chandrapukar for the New post on Health !
    Your READERS are invited too !

     

    DR. CHANDRAVADAN MISTRY

  7. જીવન અને મૃત્યુની સુંદર અભિવ્યક્તિ.

     

    devika dhruva

  8. જીવન અને જીવનને પેલે પાર.વાસ્તવિકતા અને કલ્પના.
    મનના દર્પણે રમતા ભાવ લાગણીઓથી છલકતા છે.સાચી
    વાત અને સરસ કવન માટે અભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  9. જિંદગીના પરિઘમાં અટવાયેલા,
    પોતાનામાં જ ઊંડે ડૂબેલા.
    બસ ફ્ક્ત

    પ્રેમ પ્રેમ પ્રેમ છે !!

    આવવું છે?

    અને હું ચુપચાપ

    એ ચહેરા વગરની વ્યકતિનો

    મુલાયમ હાથ પકડી

    સાથે નીકળી પડી.
    અદ ભૂત અભિવ્યક્તી
    ભાષા કેટલું અર્થહીન શસ્ત્ર હોય છે
    અંધારું ભેદવા માટે.
    આ સંબંધનો નિ:શબ્દ સમુદ્ર.
    અને તારામારા પાર્થિવ ચહેરા,
    આંખો પણ છેતરામણી
    પ્રતિબિંબમાં કેવળ
    ઘટનાઓની પ્રસંગોની રેખા.
    એટલે તો કહું છું દેહ ભૂલી જા.

     

    pragnaju

  10. A nice poem. As other people have rightly pointed out it should be left to the reader to interpret it the way he feels on reading the poem.

    You have expressed the life and death theme in very appropriate and touching words. Well done, Sapanaji.

     

    Mahek Tankarvi

  11. What a peaceful description of heaven and earth.Very well said Sapanaji

     

    Shenny Mawji

  12. ખૂબ જ ગમ્યું. જે મિત્રોએ ટકોર કરી.. તે પણ ગમી.

     

    યશવંત ઠક્કર

  13. શ્રી બાનુ મા

    મને એક સુખી માણસના ખમીસની વાર્તા યાદ આવી. આમ તો બધાને ખબર જ હશે. રાજા માંદો પડ્યો. વૈદ આવ્યા. ઈલાજ બતાવ્યો. સુખી માણાસનું ખમીસ રાજાને પહેરાવો. દરબારીઓ દોડ્યા. જેને પુછે તે કહે કે હું તો દુઃખી છે. છેવટે એક મસ્તીથી બેઠેલો માણસ ખુલ્લા આકાશમાં કોઈ જ દીવાલ વગરના પૃથ્વિરુપી વિશાળ ઓરડામાં બેઠો હતો. તેને જઈને પુછ્યું કે તું સુખી છો? પેલો નફકરો કહે કે હા “મને કશું દુઃખ નથી” . તો એક કામ કર તારું ખમીસ લાવ, રાજાને પહેરાવવું પડશે. પેલા મસ્ત માણસે કહ્યું કે હું ખમીસ પહેરતો જ નથી.

    ટુંકમાં સર્વ બંધન દુઃખદાયક છે, અને બંધન રહીતપણું આનંદપ્રદ છે.

    સુંદર કવિતા રચવા બદલ ધન્યવાદ.

     

    Atul Jani (Agantuk)

  14. જો આ સત્ય કવિતા હોય તો … હાર્દિક અભિનંદન.
    તમને મળેલા એ ચહેરાની અમને પણ ઓળખ કરાવો તો? અમારો ઓરડો પણ તમારા જેવો જ છે.

     

    સુરેશ જાની

  15. સરસ અભિવ્યક્તિ અને મિમાઁસા.

     

    Kirtikant Purohit

  16. આખી રચના રસભરી સરળ સમજાય જાય તેવી અને ખુબ મહત્વની વાત કહી જાય છે..ખુબ ગમી આપની આ રચના
    મુલાયમ હાથ પકડી..
    સાથે નીકળી પડી.

     

    dilip

  17. Khubaj saras.

     

    gajendragor

  18. મા. બહેન સપના

    ફરિયાદ રૂપે લખવું હતું. નકારત્મક લખો તો સકારત્મક પણ લખોને !!!! ધીરજ ના રહી. પણ આગળ વાંચતાં મગજમાં ફરિયાદ જ ના રહી.

    જુનુ ભજન યાદ આવ્યું.

    ‘ પંખીડાંને આ પિંજરું જૂનું જૂનું લાગે
    બહું યે સમજાવ્યું તોએ પંખી નવું પિંજરું માગે “……..

    “જ્યાં બસ ફ્ક્ત
    પ્રેમ પ્રેમ પ્રેમ છે !!”
    આવવું છે ?

    ચિત્ત ( મન ) અને અંતરાત્મા વચ્ચેની ખૅચતાણ- ઘમસાણ.

    સરસ સુંદર કાવ્ય રચના, ખરેખર સુંદર.

     

    પટેલ પોપટભાઈ

  19. અતિ સુંદર કાવ્ય રચના… જીવન અને મૃત્યુની સરળ સમજાય જાય તેવી
    અભિવ્યક્તિ. ખરેખર ખુબ ગમી આપની આ રચના.

     

    Paru Krishnakant 'Piyuni'

  20. મને પણ વાંચતા વાંચતા થયું કે સપનાબેને નકારાત્મક કાવ્ય શું કામ લખ્યું હશે. પણ વાંચતી ગઈ અને જ્યારે કાવ્યના અંતમાં સકારાત્મક અભિવ્યક્તિનો સ્પર્શ થયો ત્યારે હ્ર્દય વાહ…વાહ બોલી ઉઠ્યું.

     

    Heena Parekh

Leave a Reply

Message: