28 Apr 2009

તાજ મહેલ છે

Posted by sapana

તાજ મહેલ છે

બાવરુ મન મારું પાગલ છે,

ભટકતું નખરાળુ વાદળ છે.

જવાબ ન મળ્યો શબ્દોમાં,

શું આટલો અઘરો સવાલ છે?

લખીયે ફરી થી આપણી વાર્તા,

અતિત ગયો,સામે કાલ છે.

તારા શ્વાસોની ખુશ્બુથી મહેકે છે,

મારી જિંદગીની દરેક પળ છે.

કાદવ અને ઈંટોથી બનેલ છે,

પણ આપણું તો તાજ મહેલ છે.

શબ્દોની સાથે મસ્તી કરે એ,

એવી નખરાળી મારી કલમ છે.

સંભાળીને કદમ રાખ એ ના પર,

સપનાનું દિલ પહેલેથી ઘાયલ છે.

સપના મરચંટ

Subscribe to Comments

3 Responses to “તાજ મહેલ છે”

  1. શબ્દોની સાથે મસ્તી કરે એ,

    એવી નખરાળી મારી કલમ છે.

    I told you earier you do know how to play GILLI DANDA with words and score century.

    Briliently superb fasinating.

    Santosh Bhatt

     

    Santosh Bhatt

  2. આભાર
    સતોષ

     

    sapana

  3. તાજ મહેલ ઇસ વન્દ્રફુલઅ

     

    durga maurya

Leave a Reply

Message: