23 Mar 2010

તારા વગર !

Posted by sapana

જીવવાનું   છે   હવે  તારા  વગર,
છે   રહેવાનું  ભલે   તારા   વગર.

લાગશે આ મેઘ બળબળતો અને,
ચાંદની ભડ ભડ બળે તારા વગર.

ગાન પંખીઓએ છોડ્યાં છે હવે,
મૌન ધરતી પણ ધરે તારા  વગર.

એ વિરહની આગમાં બળશે હ્રદય,
ભસ્મિભૂત જગ થૈ જશે તારા વગર.

મારૂ   હોવું  કે  ના   હોવું  એક  છે,
મારૂ   હોવું ક્યાં  રહે  તારા  વગર.

‘સપના’ ક્યાંથી જોઉ ખુલ્લી આંખનાં,
કોણ   આંખોમાં  હશે   તારા  વગર.

-સપના વિજાપુરા

Subscribe to Comments

17 Responses to “તારા વગર !”

  1. એ વિરહની આગમાં બળશે હ્રદય,
    ભસ્મિભૂત જગ થૈ જશે તારા વગર.

    બે મત્લા અને વિષયાનુરુપ શેર સાથે…
    વિરહની વેદના વ્યકત કરતી ગમી જાય તેવી ગઝલ…
    લખતાં રહો સપનાજી.

     

    unterdeep

  2. કેમ જીવવુ તારા વગર
    કેમ રેહવું તારા વગર
    સુના લાગે ઉત્સવો તારા વગર
    સુંદર શેહર પણ મૃતપાય લાગે તારા વગર
    પૂરી કવિતા વાચો
    મારો બ્લોગ
    http://raj0702.blogspot.com/
    લાઈવ ગુજરાતી નેટવર્ક
    http://worldofpoems.ning.com/
    ઓર્કુટ કોમ્યુનીટી
    http://www.orkut.co.in/Main#Community?cmm=56547950
    રાજ ની રચના
    ૫:૦૦ સાંજે
    ૨૪/૦૩/૨૦૧૦

     

    raj - your friend

  3. મૌન ધરતી પણ ધરે તારા વગર.

    એ વિરહની આગમાં બળશે હ્રદય,

    સપના…રચના ગમી !
    ચંદ્રવદન

    http://www.chandrapukar.wordpress.com
    Hope to see you for MITRATA Post on VALIBHAI & today’s SUVICHARO !

     

    DR. CHANDRAVADAN MISTRY

  4. મારૂ હોવું કે ના હોવું એક છે,

    મારું અસ્તિત્વ વિલીન તારા વગર.
    સુંદર રચના..

     

    vishwadeep

  5. ફાફિયા-રદીફની બાબતમાં ગૂંચવાયા લાગો છો…

     

    વિવેક ટેલર

  6. Nice poem

    and kindly find some time to visit us.

     

    "માનવ"

  7. કાફિયા-રદીફ વિશે બે શબ્દો:

    રદીફ એટલે શેરના અંતભાગે આવતો એવો હિસ્સો જે ધ્રુવતારાની જેમ અવિચળ રહે છે અને દરેક શેરના અંતે પુનરાવર્તિત થાય છે. આ

    જીવવાનું છે હવે તારા વગર,
    રહેવાનું છે હવે તારા વગર.

    – આ ગઝલમાં “છે હવે તારા વગર” રદીફ છે અને જીવવાનું-રહેવાનું ફાકિયા છે.

    પણ આગળ ઉપર ગઝલ આ બંધારણને અનુસરતી નથી…

    ઊત્સવો ઉજ્વાય ના તારા વગર,
    શોકમય આ શ્હેર છે તારા વગર.

    – બીજા મત્લામાં ‘તારા વગર” રદીફ સાબિત થાય છે પણ કાફિયા ક્યાંય નથી… ‘ના’ અને ‘છે’ કાફિયા કઈ રીતે બની શકે?

    લાગશે આ મેઘ બળબળતો અને,
    ચાંદની ભડ ભડ બળે તારા વગર.

    ગાન પંખીઓએ છોડ્યા છે હવે,
    મૌન ધરતી પણ ધરે તારા વગર.

    એ વિરહની આગમાં બળશે હ્રદય,
    ભસ્મિભૂત જગ થૈ જશે તારા વગર.

    -આટલા શેર વાંચીએ ત્યારે એમ લાગે કે કવિ તારા વગરને રદીફ રાખીને કામ કરવા માંગે છે અને ધરે-જશે-બળે કાફિયા છે.. જો એમ હોય તો પહેલા શેરમાં બંને લીટીમાં ‘હવે’ ન જ આવી શકે…

    મારૂ હોવું કે ના હોવું એક છે,
    મારું અસ્તિત્વ વિલીન તારા વગર.
    – ફરી અહીં વિલીન શબ્દ વાપરવામાં કાફિયો વિલીન થઈ ગયો છે…

    ‘સપના’ ક્યાંથી જોઉ ખુલ્લી આંખનાં,
    કોણ આંખોમાં હશે તારા વગર.

     

    વિવેક ટેલર

  8. ગાન પંખીઓએ છોડ્યા છે હવે,

    મૌન ધરતી પણ ધરે તારા વગર.

    એ વિરહની આગમાં બળશે હ્રદય,

    ભસ્મિભૂત જગ થૈ જશે તારા વગર.
    ઊર્મિને સરસ શબ્દો અને અનોખી રીતે આપે ઊભરાવી છે.
    નવિનતા મ્હેંકેછે,એક મજા મનમાં રમાડી જાય છે.
    શ્રી વિવેકભાઈએ આપેલું માર્ગ દર્શન ખૂબ જ ઉપયોગી છે.
    અભિનંદન,કૌશલ્ય પૂર્ણ કૃતિ માટે.
    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  9. આપકે લીયે,

    આંખો રડે આખો દિવસ તારા વગર,
    છીપે નહી મારી તરસ તારા વગર.

    અનિરુદ્ધ

     

    aniruddhsinh

  10. ખુબ જ સરસ ગઝલ…

    પ્રવિણ કે.શ્રીમાળી
    http://kalamprasadi.wordpress.com

     
  11. સપનાજી,

    ગઝલના સ્વરૂપ વિષે તો ઝાઝી સમજ પડે નહિ, પણ નીચેની પંક્તિમાં થોડોક જ સુધારો કર્યો હોય તો ઠીક રહેશે એમ લાગે છે.

    “ગાન પંખીઓએ છોડ્યા છે હવે,”
    ને બદલે
    “ગાન પંખીઓએ છોડ્યાં છે હવે,”

    અહીં ‘ગાન’ બહુવચન નાન્યતર જાતિમાં હોઈ ક્રિયાપદમાં ‘અનુસ્વાર’ મૂકવું પડે.

    ભાવ દૃષ્ટિએ સરસ ગઝલ છે.

    ધન્યવાદ,

    વલીભાઈ મુસા

     

    Valibhai Musa

  12. કાવ્ય-વિશ્વમાં ફરી સ્વાગત છે!
    ગઝલ સરસ છે, પણ વિવેકભાઈએ કહ્યું એમ ગઝલના નિયમો જાણવા અને જાળવવા પણ એટલા જ જરૂરી છે.
    આભાર.
    સુધીર પટેલ.

     

    sudhir patel

  13. ફરી આવ્યો….પ્રતિભાવો નિહાળી આનંદ>>>ચંદ્રવદન

     

    DR. CHANDRAVADAN MISTRY

  14. ફરી આવ્યો….સુધારો નિહાળી આનંદ

     

    unterdeep

  15. સુંદર ગઝલ,

    તમારી જેમ હું પણ ગઝલ શીખી રહ્યો છું, આપને પણ શુબકામના,

    હાલ મે પણ એક નવી ગઝલ લખવાની કોશિશ કરી છે, આપને આ યાત્રામાં એકબીજાને માદદરૂપ થઈ શકીએ છીએ.

     

    deepak

  16. “મારૂ હોવુ કે ના હોવુ એક છે,
    જીવવાનું છે હવે તારા વગર

    ગાન પંખીઓએ છોડ્યાં છે હવે,
    એ વિરહની આગમાં બળશે હ્રદય
    કોણ આંખોમાં હશે તારા વગર.”

    સુંદર – વિરહ અને વફાદારી રચના

     

    પટેલ પોપટભાઈ

  17. આખી ગઝલ જ સરલ સહજ ગહન

     

    dilip

Leave a Reply

Message: