દાવો લાગે છે

writing

સંબંધોનો મોટો બોજો લાગે છે!!
હર દિલમાં પ્રેમ થોડો ઓછો લાગે છે!!

સાંધુ સાંધુ ને તૂટે દોરી પાછી
પે’લેથી આ કાચો ધાગો લાગે છે!!

બારીઓ ને દરવાજા ખોલો સઘળાં
મારાં તો રૂંધાતાં શ્વાસો લાગે છે!!

માંના પગમાં જન્નત હોવાની વાતો!!
કોઈનો આ ખોટો દાવો લાગે છે!!

દેવાવાળો તો બેઠો છે દિલ ખોલી
અધખૂલો મારો આ ખોબો લાગે છે!!

લોકો સાથે ઝગડી ઝગડીને શું કરું
આ મારો રૂપિયો ખોટો લાગે છે

ક્યાંની ક્યાં જોડી જોડે છે હે ઈશ્વર
શાને આ ગરબડ ગોટાળૉ લાગે છે!!

કહી દે શબ્દોમાં “સપના”દિલની વાતો
એથી દિલનો બોજો હલકો લાગે છે!!

સપના વિજાપુરા

4 thoughts on “દાવો લાગે છે

 1. Valibhai Musa

  કેલિફોર્નીઆ ફાવે છે કે? ઘણો સમય શિકાગો રહ્યાં એટલે શરૂઆતમાં અતડું લાગશે. દીકરો-વહુ સાથે હોય એટલે ફાવે તો ખરું જ.

 2. Rekha Shukla

  કહી દે શબ્દોમાં “સપના”દિલની વાતો
  એથી દિલનો બોજો હલકો લાગે છે!!
  —સપના વિજાપુરા
  આજ ને આમ જ સધળી સૌની વાતો
  કહી દઈએ તોય દિલ ભારે લાગે છે!!
  —-રેખા શુક્લ
  રોજ રોજ નવુ જૂનુ વાગોળતા આપણે એકબીજા ની પાસે લાગે છે!!
  ચાલ જિંદગી થોડું બેસીએ હવે કશું જ ના મુજ ને ખાસ લાગે છે!!
  —રેખા શુક્લ
  સુંદર રચના સપના

 3. Saryu Parikh

  વાહ! માંની દર્દિલી ગઝલ. બહુ સરસ રચના.
  દિલની આહથી ઊઠે ગઝલ, પ્રેમની મીઠી મધુરી એ ફસલ.

 4. Pravin Shah

  શાને આ ગરબડ ગોટાળૉ લાગે છે!!……સરસ્.. બધા શેર ગમ્યા….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.