13 Dec 2014

મારી નાની બહેન

Posted by sapana

આ કાવ્ય મારી મોટી બહેને મારાં માટે ખૂબ પ્રેમથી લખ્યું છે..આપ સર્વ આવી પ્રતિભાવ જરૂર આપશો..
સપના વિજાપુરા

જોવા મંડે છે સપનાં સમી સાંજનાં
કહે પૂરતાં નથી શું સપનાં રાતનાં?

ભલે કોઈ કવિતા નથી લખી બહેનો કાજ
પ્રેમ મારો રહેશે સદા તારી સાથમાં

દિલની કેટલી પ્રેમાળ નાજુક છે તું
તે પ્રતીતિ જગતને કરાવી તારાં કાવ્યો થકી

ફીલોસોફી તારા કાવ્યોની સહેલી નથી
જીવનની નવી રાહો બતાવી કાવ્યો થકી

સદા કદમ આગળ વધારતી રહે મંઝિલ તણી
સાથ લઈને શરીફનો શબ્બીરનો આગળ ભણી

શીરીન મરચંટ
મારાં મોટા બહેન

Subscribe to Comments

6 Responses to “મારી નાની બહેન”

  1. સપના, બેનનો પ્રેમ મલકે છે, ઝલકે છે. સરયૂ

     

    Saryu Parikh

  2. બહેનનો ભાવ ચ્હલકે છે….આ પોષ્ટ્માં…ભૂલમાં મેઈલ રીપ્લાય થયેલો આ પોષ્ટ્ને..

     

    dilip

  3. સરસ પ્રયાસ.. લાગણીને કાવ્યમાં પરોવવાનો..

     

    અશોક જાની 'આનંદ'

  4. આભાર દિલીપભાઈ અશોકભાઈ…

     

    sapana

  5. આભાર સર્યુબેન

     

    sapana

  6. સદા કદમ આગળ વધારતી રહે મંઝિલ તણી
    સાથ લઈને શરીફનો શબ્બીરનો આગળ ભણી
    શીરીન મરચંટ
    મારાં મોટા બહેન
    આવા સુંદર શબ્દો જ્યારે મોટીબેન કહે ત્યારે માનવું કે જગતમાં જરૂરથી તમે સારા પંથે જ ચાલી રહ્યા …અહીં ખુદાનો પંથ કાંઈ જુદો નથી !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Avjo @ Chandrapukar !

     

    DR. CHANDRAVADAN MISTRY

Leave a Reply

Message: