4 Dec 2014

સુવર્ણાબેનને અર્પણ

Posted by sapana

shah_10_11

કેવું સુનું સુનું ભાસે, ઓરા આવો તો કહું સખી
જગ અંધારુઘોર લાગે, ઓરા આવો તો કહું સખી

ઓરડે ઓરડે હું ભટકું, મન નામ તમારું રટતું
અન્ન મારું ભાણે ઠરતું,ગળે ના ઉતરતું એક બટકું
દીઠવા તમને રોજ રોજ મન મારું બાવરું તરસતું
એજ સપનું મારી સુની સુની આંખે તરતું ફરતું
આવું તો કૈંક કૈંક મનમાં જાગે ઓરા આવો તો કહું સખી

આશાના દીવડા મારાં બુઝાઈ બુઝાઈ જાય
આંસુના ઝરણા મારાં કાં સુકાઈ સુકાઈ જાય ?
યાદોના પદછાયાં મારાં આજ ડસી ડસી જાય
રાત આખી મારી તારલા ગણી ગણી જાય
મન મારું મળવા રોજ ભાગે, ઓરા આવો તો કહું સખી

છબી આપની દિવાલ પર શોભે પ્યારી સુવર્ણા
કરું હું છબી સાથે વાતો કાલી કાલી સુવર્ણા
આંખનું મટકું હું ના મારું વ્હાલી સુવર્ણા
આવો સપને તો રાધા મોહન રમીએ વ્હાલી સુવર્ણા
હૈયાને થોડીક ટાઢક લાગે, ઓરા આવો તો કહું સખી

સપના વિજાપુરા

Subscribe to Comments

6 Responses to “સુવર્ણાબેનને અર્પણ”

  1. સપનાબહેન/દિનેશભાઈ,

    કુશળ હશો.

    એક અંગ્રેજી કાવ્યમાં હતું : Sympathy is greater than gold.’. મારું Interpretation હતું : Sympathy comes from heaven; gold comes from earth. Heaven is above the earth, therefore sympathy is greater than gold.

    સપનાબહેન, આપે હૃદયસ્પર્શી કાવ્ય રચીને માત્ર સ્વર્ગસ્થના આત્માને શાંતિ જ અર્પણ નથી કરી, દિનેશભાઈને પણ હૈયાધારણ આપી છે. આ પ્રકારની રચનાઓ આત્મલક્ષી કહેવાય અને તેમાં જે પ્રાણ હોય છે, તેવો પરલક્ષી કાવ્યોમાં હોતો નથી. આ કાવ્યને હું આત્મલક્ષી એટલા માટે ગણાવું છું કે આપે દિનેશભાઈના ભાવોને અનુભવ્યા અને તેમને આ કાવ્યરચનામાં ઊતાર્યા.

    સુંદર રચના બદલ આપને અભિનંદન અને દિનેશભાઈને હૈયાધારણ.

    સસ્નેહ,
    વલીભાઈ

     

    Valibhai Musa

  2. સપના, બહુ ભાવસભર રચના. તમારા પ્રેમાળ સ્વભાવની સહજ રચના.
    સરયૂ.
    >>પડછાયા.

     

    Saryu Parikh

  3. સપના, દિનેશભાઇના ભાવોને અવલોક્યા, અનુભવ્યા, સુંદર શબ્દ રચનામાં કાવ્ય રૂપે રજુ કર્યા
    સસ્નેહ
    ઇન્દુ રમેશ

     

    Indu Shah

  4. સપનાબેન,

    આપે ખુબ સારી રીતે મારી છેલ્લા અનેક વર્ષોની લાગણીઓને આ કાવ્યમા સમાવી દીધી છે. ખુબ ખુબ આભાર !!!

     

    Dr. Dinesh O. Shah

  5. ખુબ જ સુંદર ગીત..અને તેથીય સુંદર કવિ હદયનું તાદાત્મ્ય

     

    dilip

  6. Siraj Patel Paguthanvi Its’ an invaluable gift by Sapna Vijapura to Dinesh Bhai of Gainsvile USA. Rather than receiving materialistic presents such gesture/gift by Sapna is worthy of appreciation and I believe it must have made Dinesh Bhai’s day. Well done Sapnaji. With best wishes from Siraj Patel “Paguthanvi” Secretary – Gujarati Writers’ Guild UK (Estd: 1973)

     

    sapana

Leave a Reply

Message: