8 Sep 2014

સંબંધ

Posted by sapana

Stitching_up_a_broken_heart_by_lexidh

ફાટેલાં સંબધોને
લાગણીનો
સોઈ દોરો લઈને
સાંધવા બેઠી
પણ સંબંધો એટલાં જર્જરીત હતાં
કે ફાટેલું સાંધવા જતાં
વધારે ફાટ્યું.
હવે લાગણી પણ
બુઠી સોઈ જેવી છે!!!
સપના વિજાપુરા

Subscribe to Comments

7 Responses to “સંબંધ”

  1. ખુબ સરસ વિચાર.
    સબંધો વિષે શું કહું ?
    બને છે ..ટુટે છે…ફરી જોડાય છે.
    અને, હા, કોઈવાર કદી પણ પાછા બંધતા નથી.
    એવા સમયે….સ્વીકાર નહી તો મનની અસ્થીરતા !ચંદ્રવદન્

     

    DR. CHANDRAVADAN MISTRY

  2. સુંદર ટુંકુ ને ટચ.. મને મારો એક શે’ર યાદ આવ્યો..

    સાવ ફાટેલા કોઈ પહેરણ સમો સંબંધ આ,
    કોણ જાણે કેમ પણ મજબૂરીથી પહેરાય છે…!!

     

    અશોક જાની 'આનંદ'

  3. સોયની જેમ વીંધાઈને આરપાર નીકળી ગયું…Very touchy.

     

    Devika Dhruva

  4. ખૂબ સરસ. સરયૂ

     

    Saryu Parikh

  5. હૃદયમાં વ્યથા ભરતી ,જીવને રમતી ગઝલ..ખૂબ જ ઉમદા સુશ્રી સપનાબેન.

    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  6. આપનું અછાંદસ ગહન અભિવ્યક્તિ કરી જાય છે.
    લખતા રહો એજ શુભેચ્છા.

     

    dilip

  7. દુન્યવી સંબ્ંધ ક્ષણિક, આવે ને જાય્.

     

    ઇન્દુ શાહ

Leave a Reply

Message: