5 Jul 2014

મજા જો

Posted by sapana

sajda sujuda wallpapers

અહમ દે તું છોડી પછી જીવવાની મજા જો
ખુદાને જા ઝૂકી પછી જીવવાની મજા જો

કિનારે રહીને તું છબ છબ ન કરતો સખારે
નયનમાં જા ડૂબી પછી જીવવાની મજા જો

કરી હાથ પર હાથ ખોલી દે તું દ્વાર દિલનાં
ખુશી દે વહેંચી પછી જીવવાની મજા જો

નશો આપવાનો અને ચાહવાનો છે કેવો
હ્રદયને દે સોંપી પછી જીવવાની મજા જો

ઓ ‘સપના’ નથી સાચની કોઈ કીમત અહીં તો
જા જૂઠાથી જીતી પછી જીવવાની મજા જો

સપના વિજાપુરા

Subscribe to Comments

9 Responses to “મજા જો”

  1. સરસ.જિવવાની ં મજા ઘણી રીતે થઈ શકે.

     

    urvashi pagrekh

  2. બધી લીટીંઓ સારી બાજુ વળી જીવવાની મજા લેવાનું કહે છે અને છેલ્લે જૂઠ તરફ… Interesting!
    Saryu

     

    Saryu Parikh

  3. જીવવાની મજા જો.. રદીફ જ ખુબ શક્તિશાળી છે. સુંદર ગઝલ..!!

     

    અશોક જાની 'આનંદ'

  4. Hari+Om

     

    Goswami Ramesh Bharthi

  5. “Bahu Vicharta Evu Lage 6e K.
    Darek Sambandh Ek
    Madhpuda Jevo Hoy 6e,
    Mitho, Madhur.
    Pan 6an6edo Nahi Tya Sudhi.

     

    Goswami Ramesh Bharthi

  6. સ્વાર્થ ભરેલી આ દુનિયા માં ઝ્ઝ્બાત નું કોઈ કામ નથી,
    વાયો વંટોળ વહેમ નો, વિશ્વાસ નું અહી નામ નથી,
    વાસના ના પુજારી છે, પ્રેમ નું આ મુકામ નથી,
    શરાબ સુંદરી ના છે શોખીન, શાંતિ મળે તેવું આ ધામ નથી.

     

    Goswami Ramesh Bharthi

  7. ઓ ‘સપના’ નથી સાચની કોઈ કીમત અહીં તો
    જા જૂઠાથી જીતી પછી જીવવાની મજા જો
    સપના વિજાપુરા
    …………………………………………………………………..
    એક સરસ રચના,સપનાબેન.
    જીવનમાં એવી રીતે મઝા હોય….એ બધુ કહી અંતે “જુઠ પર વિજય મેળવી” જીવનમાં મઝાનું કહી આ જગમાં ફરી જીવવા માટે હિમંત મળેછે.
    …ચંદ્રવદન્
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Hope to see you SOON to read a Post @ Chandrapukar !

     

    DR. CHANDRAVADAN MISTRY

  8. સુંદર ગઝલ !

     

    Pravin Shah

  9. નશો આપવાનો અને ચાહવાનો છે કેવો
    દે હ્રદયને સોપી પછી જિવવાની મજા જો

    સરસ

     

    ઇન્દુ શાહ

Leave a Reply

Message: