28 Dec 2014

મળવા નહી આવું

Posted by sapana

3410661602_f3d67cb09f

ગુનાનો ટોપ ઓઢીને તને મળવા નહીં આવું
ચહેરો શ્યામ ઘોળીને તને મળવા નહી આવું

ખુદા જન્નત અહીં તું મોકલી દે ખાસ મારે કાજ
ધરા મારી હું છોડીને તને મળવા નહી આવું

હજારો દુઃખ છે મહોબતથી વધારે આ જગતમાં ભાઈ
એ તારે કાજ છોડીને તને મળવા નહીં આવું

કરી દે નામ મારે તું હ્રદય તારું નહીંતર હું
કહું છુ હાથ જોડીને તને મળવા નહી આવું

મુલાકાતય કદી ‘સપનાં’ મહી જો થાય તો બસ થાય
સુખી સંસાર છોડીને તને મળવા નહી આવું

સપના વિજાપુરા

Subscribe to Comments

2 Responses to “મળવા નહી આવું”

  1. ખુદા જન્નત અહીં તું મોકલી દે ખાસ મારે કાજ
    ધરા મારી હું છોડીને તને મળવા નહી આવું
    સરસ !
    ગમ્યુ !
    Chandravadan
    http://www.chandrapukar.wordpress.com
    See you @ Chandrapukar to read NEW Posts

     

    DR. CHANDRAVADAN MISTRY

  2. સરસ ગઝલ…!! એકાદ બે જગ્યાએ છઁદ જરા લથડે છે…

     

    અશોક જાની 'આનંદ'

Leave a Reply

Message: