લાંબા ટૂંકા થતા અને ક્યારેક મારામાં જ સમાતા મારાં પડછાયા!! પીછો નથી છોડતાં મારાં પડછાયા.. વળગેલા રહે છે મને જળાની માફક આ પડછાયા!!! સુખ દુખ પણ છે આ પડછાયા જેવાં… ફરે છે મારી સાથે પડછાયાની જેમ.. આ પડછાયા અળગા શી રીતે કરવાં? હા માણસ મરી જાય તો પડછાયાથી પીછો છૂટે.. કારણ મર્યા પછી જનાઝામાં સુવાનું કફન ઓઢીને અને બસ… પડછાયા ગયાં..અને હા.. પેલા સુખ દુખનાં પડછાયા પણ ગુમ થઈ ગયા!!! હાશ માનવી અંતે થયો પડછાયા રહિત!!! સપના ૨-૦૫-૨૦૧૨
સરસ્….
મારા જ બ્લોગ પર “પડછાયા” વિષે…
http://chandrapukar.wordpress.com/2014/10/25/%E0%AA%AA%E0%AA%A1%E0%AA%9B%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B/
આવજો !
ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
See you @ Chandrapukar !
DR. CHANDRAVADAN MISTRY
November 4th, 2014 at 8:43 pmpermalink
વાહ્ સુંદર અછાંદસ… પડછાયાથી પીછો છોડાવવો સહેલો નથી….
અશોક જાની 'આનંદ'
November 5th, 2014 at 4:11 ampermalink