5 Jun 2020

ઝૂક્યાં નહીં

Posted by sapana

પીડા વગર જીવી શક્યા હોત, જીવ્યાં નહીં
આંસુને પણ ખાળી શક્યા હોત , ખાળ્યાં નહીં

બેડી પડી પગમાં, હૃદય આ છે જખ્મો થી ચૂર
તોડીને એ ભાગી શક્યા હોત ,ભાગ્યાં નહીં

લઈને સહારો કોઈ ખભાનો રડીને અમે ,
જખ્મો ને પણ સીવી શક્યા હોત સીવ્યા નહીં

કરતા રહ્યા લાખો ગુના, દિલ દુભાવ્યા ઘણાં
તૌબા કરી, ઝૂકી શક્યા હોત ઝૂક્યાં નહીં

લેબલ લગાવ્યા ધર્મના આ કપાળે જુઓ
માનવ ને પણ જાણી શક્યા હોત જાણ્યાં નહીં

આકાશને પામી હસી ના શક્યા આપણે
ધરતી ઉપર ચાલી શક્યા હોત , ચાલ્યાં નહીં

સપના સુગંધી ફૂલ જેવા હતાં આપણા
પાપણ ઉપર રાખી શક્યા હોત રાખ્યા નહીં

સપના વિજાપુરા

Subscribe to Comments

2 Responses to “ઝૂક્યાં નહીં”

  1. દરેક કડી મજાની છે.
    વાહ્ લખવાનો આનંદ હંમેશા મળતો રહે તેવી શુભેચ્છા.

     

    saryu parikh

  2. સર્યુબેન તમારા આશીર્વાદ !

     

    sapana

Leave a Reply

Message: