14 Feb 2012

કે બસ

Posted by sapana

 

ચાંદની રૂપેરી પથરાઈ કે બસ
યાદની એવી સોય ભોંકાઈ કે બસ

તરબતર છું પ્રેમમાં હું આપનાં
આજ એવી હું ય ભીંજાઈ કે બસ

કેશમા જે ફૂલ શણગાર્યુ તમે
મહેક એની દૂર ફેલાઈ કે બસ

પ્રેમમાં તારાં હું પણ બદનામ થઈ
આસમાને વાત ડહોળાઈ કે બસ

સાથ તારો મારો જીવન ભર સુધી
પ્રેમ મદિરા એવી  પીવાઈ કે બસ

બીજ ‘સપના’નું ફળી ગયું છે જુઓ
એકમાંથી લાખ ઝળકાઈ કે બસ

સપના વિજાપુરા
૨-૧૪-૧૨

Subscribe to Comments

10 Responses to “કે બસ”

  1. સરસ સમય ઉચિત પ્રેમરસે તરબતર ગઝલ………
    તરબતર છું પ્રેમમાં હું આપનાં
    આજ એવી હું ય ભીંજાઈ કે બસ

     

    himanshu patel

  2. સાથ તારો મારો જીવન ભર સુધી
    પ્રેમ રસ ભર ભર હા પીવાઈ કે બસ

    ‘prem madira bhar bhar pivaee ke bas’ would sound better.

     

    Mahek Tankarvi

  3. બીજ ‘સપના’નું ફળી ગયું છે જુઓ
    એકમાંથી લાખ ઝળકાઈ કે બસ…..

    ખુબ સુન્દર રચના સપનાબેન…!!!

     

    Rekha shukla(Chicago)

  4. સુંદર !

     

    વિવેક ટેલર

  5. સરસ ગઝલ..!!

     

    અશોક જાની 'આનંદ'

  6. સરસ ગઝલ. બે શેર તો બહુ જ ગમ્યા.

     

    Heena Parekh

  7. આજે તો હુ તમ્ર પ્રેમ રુપિ નસામા મગ્ન બનિગયો કે હવે આ મહેફિલ મને સ્વર્ગ લાગે

     

    patel bhavesh

  8. પ્રેમમાં તારાં હું પણ બદનામ થઈ
    આસમાને વાત ડહોળાઈ કે બસ

    સાથ તારો મારો જીવન ભર સુધી
    પ્રેમ મદિરા એવી પીવાઈ કે બસ
    …………………………….
    સુશ્રીસપનાબેન
    ગઝલમાં મીઠાશ ભરી દીધી.

    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  9. Congratulations A good poem Enjoyed

     

    Shenny Mawji

  10. very nice…

     

    महेश सोनी

Leave a Reply

Message: