23 Aug 2016

તમે આવો તો બે’ક વાતો કરીએ

Posted by sapana

13661805_10154398000099347_5597283033551154495_o

ઓગષ્ટ ૫,૨૦૧૬ ની સાંજનાં ૬ વાગે આઈ સી સી સેન્ટરમાં ” બેઠક” દ્વારા ભારતનાં ખ્યાતનામ કવિ શ્રી અનિલ જોશી સાહેબનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ કાર્યક્રમ ડો કવિ શ્રી દિનેશભાઈ શાહ્,કવયિત્રી જયશ્રી મરચંટ, પ્રજ્ઞાબેન દાડભાવાલા, મહેન્દ્રભાઈ મહેતા તથા સપના વિજાપુરાના સાથ અને સહકારથી યોજવામાં આવ્યો હતો.છ વાગે ડિનર આપવામાં આવેલું. જેમાં ઈડલી, મેંદુવડા ઉપમા,સાંભાર,ખીર અને કોફીની સગવડતા કરવામાં આવી હતી.બરાબર સાત વાગે કાર્યક્રમની શરૂઆત થઈ. પ્રજ્ઞાબેનની ઓળખવિધી પછી જયશ્રીબેન મરચંટે કવિ શ્રી અનિલભાઈ જોશીની ઓળખાણ આપી.જેમાં જયશ્રીબેને એમના ગીતો અને કવિતાઓ તથા એમના મળેલા એવોર્ડ અને એમના જીવનની ઝરમરથી લોકોને ભીંજવી દીધા. કવિ શ્રી અનિલ જોશીનો જન્મ ગોંડલમા થયો અને મુંબઈમાં વસવાટ કર્યો. કવિ શ્રી રમેશ પારેખ અને અનિલભાઈ ખાસ મિત્રો હતાં.કવિ શ્રી અનિલભાઈ ફકત કવિ જ નહીં પણ નિબંધકાર તરીકે પણ સુપ્રસીધ છે. એમના એક નિબંધસંગ્રહ “સ્ટેચ્યુ”ને ૧૯૯૦માં સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ મળેલો.એમના ઘણાં કાવ્ય સંગ્રહો પ્રકાશિત થયાં છે. જેમાં ‘બરફનાં પંખી’,’ઓરા આવો તો વાતો કરીએ’ઘણાં સુપ્રસીધ્ધ થયાં છે.ત્યારબાદ કવિ શ્રી અનિલ જોશીને માઈક આપવામાં આવ્યું. કવિ શ્રી અનિલ જોશીએ પોતાના ગીતોથી જમાવટ કરી. પોતાનાં ગીત , ગઝલ અને કાવ્યોની સાથે બીજા ગઝલકાર અને કવિઓ અને કવયિત્રીની રચનાઓ પણ પઠન કરતા ગયા ં અને માહોલ બંધાતો ગયો દોઢ કલાકથી પણ વધારે શ્રોતાઓને જકડી રાખ્યા.તેઓ કહેતા રહ્યા કે મારો સમય પૂરો થઈ ગયો પણ શ્રોતાઓએ એમને બેસવા ના દીધા. ખાલી ગીત અને ગઝલ નહીં પણ જીવનના પ્રસંગો પણ જણાવતા ગયાં અને જીવનનો બોધ પણ આપતાં ગયાં.ત્યારબાદ કવયિત્રી સપના વિજાપુરાએ ડો દિનેશ શાહ ની ઓળખ વિધી કરી. ડો શાહ ૧૯૬૧માં યુ એસ એ આવ્યા અને કોલંબસ યુનિવર્સિટીથી ડોકરેટની ડિગ્રી મેળવી.ડો દિનેશ શાહે પચીસ વર્ષમાં ફાર્મા, ટેક્ષટાઈલ અને બાયો મેડિકલમાં ઘણાં પારિતોષિક મેળ્વયા. ૧૯૯૨ માં એમને વિશ્વ ગુર્જરી એવોર્ડ એનાયત થયો.અને ૧૯૯૫ માં સ્વામિનારાયણ સંસ્થાએ પ્રાઈડ ઓફ ઈન્ડીયાનો એવોર્ડ અર્પિત કર્યો.૨૦૦૩માં રાટ્રપતિ ભવનમાં ડો અબ્દુલ કલામ આઝાદ સાથે મુલાકાત થઈ. એમણે ફ્લોરીડામાં ઈન્ડીયા કલચર અને એજ્યુકેશન સેન્ટરની સ્થાપના કરી.જ્યારે એમના નામનો રસ્તો કપડવંજમાં બન્યો ત્યારે ભારત સરકાર પર પણ માન ઉપસ્થીત થયું. પોતાના જીવનની એક પણ ક્ષણ વેસ્ટ નથી કરી એ એમની સાથેના પરિચય પછી હું જાણી શકી છું.સાયન્ટીસ્ટ તરીકે ઘણાં એવોર્ડ મેળવ્યા છે હાલમાં જુન ૬, ૨૦૧૬ માં એમને એસ આઈ એસ કશ મિત્તલ એવોર્ડ પણ ચાઈનામાં અર્પણ કરવામાં આવ્યો.જે એવોર્ડ વૈકલ્પિક વર્ષે આપવામાં આવે છે જે ૨૦૦૨ ચાલુ કરવામાં આવ્યો છે જે એવોર્ડ સ્વિડન, યુ એસ એ ,ફ્રાંસ યુ કે,ઈઝરાઈલ અને ઓસ્ટ્રેલીઆના સાયન્ટીસને અર્પણ કરવામાં આવ્યા છે અને હવે આપણા ડો દિનેશભાઈ શાહને આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે.ડો. દિનેશ શાહ ખરેખર ગુજરાતનું ગૌરવ છે.કવયિત્રી સપના વિજાપુરાએ ડો દિનેશ શાહના સ્વર્ગસ્થ પત્નિ સુવર્ણાબેન શાહ ઉપર એક ગીત લખ્યું હતું. જેનું પઠન કરી વાતાવરણને લાગણીવશ બનાવી દીધું હતું.શ્રી પ્રતાપભાઈ પંડ્યાએ ડો દિનેશ શાહને ખેશ પહેરાવ્યો હતો અને દિનેશભાઈએ ટૂંકાણમાં આભાર માન્યો હતો.ત્યારબાદ રેખા ત્રીવેદી અને ડીમ્પલભાઈએ પોતાના સુમધૂર સૂરમાં કવિ શ્રી અનિલ જોશી અને રમેશ પારેખના ગીતોનો આસ્વાદ કરાવ્યો.સાડા નવ વાગે કાર્યક્રમની સમાપ્તી થઈ.
ઓગષ્ટ ૭ ૨૦૧૬ ના દિવસે ભુપેન્દ્ર શાહને ત્યાં પદ્માબેન શાહ જે ડો દિનેશ શાહના બહેન છે એમના સંગ્રહનું વિમોચન રાખવામાં આવેલું.જેમાં ફરી ડો શાહ અને કવિ શ્રી અનિલભાઈને સાંભળવા મળ્યાં. પ્રજ્ઞબેન દાડભાવાલા સીનીયર સીટીજનને આ રીતે પ્રોત્સાહન આપે છે અને બધાં સીનીયરના દિલ જીતી લે છે..પદ્માબેનનું પુસ્તક બબનાવવાનો વિચાર પ્રજ્ઞાબેનને આવેલો.પદ્માબેનની આંખમાં હર્ષના આંસું આવી ગયાં..આ રીતે પરદેશમાં વસી ગુજરાતીઓ ગુજરાતીને જીવંત રાખવાની કોશીશ કરી રહ્યા છે.”બેઠક”નો ગુજરાતી જીવંત રાખવામાં મોટો ફાળો છે.
સપના વિજાપુરા

Subscribe to Comments

5 Responses to “તમે આવો તો બે’ક વાતો કરીએ”

  1. Very nice , Sapnaben! I visit yr web often but some how comments get lost .. Anyways, very happy for what u r doing for Gujarati Saahitya.
    Geeta Bhatt By Email

     

    sapana

  2. આ જ કવિવર શ્રી એ ભારત દેશમા સહિષ્ણુતાના મુદ્દે પોતાને મળેલ એવોર્ડ પરત કર્યો તે ના ગમ્યુ.

     

    Balkrishna Vyas

  3. khub j saras. sapna ben, saras kam kari rahya chho. saras aheval apyo chhe. ghanu badhu janva malyu. khubaj saras shivay vadhu lakhi shakti nathi.

     

    urvashi parekh.

  4. સરસ અહેવાલ…ખુબ સરસ અવસર

     

    Dilip Gajjar

  5. સુંદર અવસરનો સુંદર અહેવાલ… આભાર

     

    Pravin Shah

Leave a Reply

Message: