10 Oct 2015

રહેવાય

Posted by sapana

stock-footage-silhouette-of-young-man-and-woman-sitting-on-the-beach-and-talking-to-each-other-beautiful-sunset

દર્દ જેવું રોજ દિલમાં થાય છે
વાતે વાતે નામ તુજ લેવાય છે

આડકતરુ કૈંક ગઝલથી મેં કહ્યું
સીધેસીધુ આમ ક્યાં કહેવાય છે?

છોડવા બેસું તો છોડું હાલ હું
ક્યાં મને એક જણ વિના રહેવાય છે?

ચાંદ, રાત્રિ,તારલા છે સાથમાં
એકલા ક્યાં આ વિરહ સહેવાય છે?

લો મલિનતા, ધોઈ મારી ડૂબકી
પણ હ્રદયના પાપ ક્યાં ધોવાય છે?

એક જાતું ને ફરી આવે બીજું
એમ ક્યાં દુખથી પિછો છોડાય છે?

હું તને તાકું, તું તાકે છે મને
આમ સપનાંમાં તું પણ ખોવાય છે

સપના વિજાપુરા

Subscribe to Comments

4 Responses to “રહેવાય”

  1. સરસ.
    ખરેખર મારા દિલ ની વાત.

     

    jp

  2. છોડવા બેસું તો છોડું હાલ હું
    ક્યાં મને એક જણ વિના રહેવાય છે?

     

    dilip

  3. છોડવા બેસું તો છોડું હાલ હું
    ક્યાં મને એક જણ વિના રહેવાય છે
    સરસ ગઝલ્……ભાવવાહી…..

     

    dilip

  4. ચાંદ, રાત્રી,તારલા છે સાથમા
    એકલા ક્યાં આ વિરહ સહેવાય છે?.. વાહ…

    મજાની ગઝલ .. !!

     

    અશોક જાની 'આનંદ'

Leave a Reply

Message: