23 Jul 2015

માંગીશ હું

Posted by sapana

Sad-Girl-Wallpaper-5

મારાં ઉદાસ દિવસોનો હિસાબ માંગીશ હું,
મારાં ઉપરના જુલમોનો  જવાબ માંગીશ હું

કરચો હજી કણી માફક ખુંચે છે જે આંખમાં,
મારાં બધાં એ તૂટેલાં ય ખ્વાબ માંગીશ હું.

છલકાવ્યા તો નથી મે જામ મયકદામાં કદી,
જન્નતમાં જામે કૌસરની શરાબ માંગીશ હું.

છાયું  છે અંધકારે આસમાન આ આજ તો,
તારી અવેજમાં એક માહતાબ માંગીશ હું.

લઈ પીળો    રંગ, પીંછીથી બનાવું સૂરજ અહીં,
ઝળહળ કરે જે જીવન આફતાબ માંગીશ હું.

નહીં હુ ડરું કબરનાં અંધકારથી દોસ્ત!
મારી કબરમાં મૌલા અબુ તુરાબ માંગીશ હું.

તારાં કહેરથી દુનિયા ડરે છે જાલિમ છતાં,
નિર્દોષ કાજ તડપીને અજાબ માંગીશ હું.

પંડિત કે મૌલવી જે કહે છે ‘પ્રેમ તો છે ગુનો’
જેમાં લખ્યું ‘ગુનો છે’ એ કિતાબ માંગીશ હું

‘સપના’ સહેજ અમથાં  સળવળે નયનની તળે
સંતાડવા એ, પાંપણનો  નકાબ માંગીશ હું.

સપના વિજાપુરા

Subscribe to Comments

5 Responses to “માંગીશ હું”

  1. પંડિત કે મૌલવી જે કહે છે પ્રેમ તો છે ગુનો
    જેમાં લખ્યું ગુનો છે એ કિતાબ માંગીશ હું

    બહુ સરસ…

     

    પરેશ જોષી

  2. વાહ! ક્યા અજબ ગઝલ બનાઈ હૈ.
    વાત કરશું. સરયૂ

     

    Saryu Parikh

  3. મારાં ઉદાસ દિવસોનો હિસાબ માંગીશ હું
    મારાં ઉપરના જુલ્મોનો જવાબ માંગીશ હું

    સપનાબેન્….સરસ રીતે બધું જ માંગ્યું છે.
    >>>>>>ચંદ્વવદન્
    http://www.chandapukar.wordpress.com
    See you @ Chandapukar

     

    DR. CHANDRAVADAN MISTRY

  4. Khub j umda gazal..streight from heart..jivanni darek agvad dukh
    manas ne ghade chhe..tema thi pasar thai vadhu ujjaval tejasvi pratibha bane chhe..karm nu fal atal chhe..

     

    dilip

  5. પરલોકમાં જતાં જ, કહેવાય છે, પરમસત્તા હિસાબ માંગવામાં આવે છે – અહીં તો સપનાબેન પરમસત્તા પાસે હિસાબ માંગવાની મક્કમતાના શબ્દો ગૂંથે છે –

    નહીં હુ ડરું કબરનાં અંધકારથી દોસ્તો
    મારી કબરમાં મૌલા અબુ તુરાબ માંગીશ હું

    તારાં કહેરથી દુનિયા ડરે છે જાલિમ, છતાં
    નિર્દોષ કાજ તડપીને અજાબ માંગીશ હું

    પંડિત કે મૌલવી જે કહે છે પ્રેમ તો છે ગુનો
    જેમાં લખ્યું ગુનો છે એ કિતાબ માંગીશ હું

    સાચા હૃદયની તીવ્ર માંગણીઓ રજુ થઇ છે.. અને જે કિતાબમાં પ્રેમ ગુનો લખ્યું છે – એ કિતાબ માંગીશ..આ મેસેજ આજે દુનિયામાં જ્યાં પણ ધર્મ(કોઇ પણ) ના નામે હિંસા થા છે અગર તો ધર્મના નામે ધતીંગ થાય છે.. એ બધા આ સમજે તો કેટલું સારુ ?

    સલામ સપનાબેન.. અસરકારક શબ્દો અને લાગણી…

     

    P U Thakkar

Leave a Reply

Message: